________________
૨૮૨
સમયસાર સિદ્ધિ-૬ બંધ છે જ નહિ, કારણ કે અબદ્ધસ્પષ્ટરૂપે પરિણમન નિરંતર વર્યા જ કરે છે. વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી; મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીધ્ર સુકાવાયોગ્ય છે.
પ્રવચન નં. ૨૪૭ ગાથા–૧૬૮, શ્લોક-૧૧૪ ગુરુવાર, જેઠ સુદ ૧૨,
તા. ૦૦૬-૧૯૭૯
સમયસાર ગાથા-૧૬ ૮. ‘આસ્રવ અધિકાર’. ‘હવે રાગાદિ સાથે નહિ મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છે :–' એટલે કે રાગની સાથે જ્ઞાનનું જે એત્વ હતું એ અનાદિ સંસાર હતો. એ રાગથી ભિન્ન પડીને જ્ઞાનસ્વભાવ, ભલે રાગ રહ્યો, પણ રાગથી ભિન્ન પડીને જ્ઞાન સ્વભાવ પ્રગટ થયો એનું સ્વરૂપ બતાવે છે.
पक्के फलम्हि पडिए जह ण फलं बज्झए पुणो विंटे। जीवस्स कम्मभावे पडिए ण पुणोदयमुवेदि ।।१६८।। ફળ પદ્ધ ખરતાં, તૃત સહ સંબંધ ફરી પામે નહીં,
ત્યમ કર્મભાવ ખર્ચે, ફરી જીવમાં ઉદય પામે નહીં. ૧૬૮. ટીકા :- જેમ પાકું ફળ કેરી આદિ જે પાકું ફળ હોય ને ! ડીંટાથી એકવાર છૂટું પડ્યું.” એના ડીંટાથી એકવાર છૂટું પડી ગયું ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી...” કેરી, જમરૂખ (તુટતાં) ફરીને એના ડીંટડા સાથે જોડાતું નથી. તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ... જીવમાં પુણ્ય ને પાપના ભાવ મારા છે, એવો ઉત્પન્ન થયેલો ભાવ. એકલા રાગ-દ્વેષ નહિ. રાગ-દ્વેષ છે ઈ મારા છે, એવો જે મિથ્યાત્વ ભાવ ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડ્યો.” અંતરમાં સ્વભાવની દૃષ્ટિ કરી ચૈતન્ય ભગવાન પરિપૂર્ણ પરમાત્મા, એનો આશ્રય કરી અને એકવાર ઈ સમ્યગ્દર્શન પામ્યો તો મિથ્યાત્વનો ભાવ જે હતો તે નાશ થઈ ગયો. રાગની એકતાબુદ્ધિનો જે મિથ્યાત્વ ભાવ હતો એ સ્વભાવની એકતાબુદ્ધિના ભાવ દ્વારા નાશ થયો.
જીવભાવથી. એમ છે, હોં ! દ્રવ્ય નહિ, જીવભાવ. કર્મના ઉદયથી થતો જીવભાવ. એ પુણ્ય અને પાપ મારા છે, એવો જે મિથ્યાત્વ ભાવ. આહા..હા...! “એકવાર છૂટો પડ્યો..” સમ્યગ્દર્શનથી આત્માને જાણ્યો, માન્યો, અનુભવ્યો એથી તેનું મિથ્યાત્વ તો એકવાર છૂટું પડ્યું. આ..હા...! “ફરીને જીવભાવને પામતો નથી.” ફરીને તે મિથ્યાત્વ ભાવ જીવભાવને પામતો નથી. આહા...હા...!
મુમુક્ષુ :- મિથ્યાત્વભાવ જીવભાવ નથી ?