________________
૧૭૨
સમયસાર સિદ્ધિ-૬
જ સ્વરૂપની વીતરાગ ચારિત્ર દશા (થવી જોઈએ તે ન થતાં)... આ..હા...! તેનાથી આત્માને અચારિત્રપણું થાય છે. જ્ઞાન એટલે આત્મા લેવો. તેના ઉદયથી આત્માને અચારિત્રપણું થાય છે. આહા..હા...! ચાહે તો લાખ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને અનંત વા૨ ક૨ે પણ એ ભાવ રાગ છે, એ ચારિત્રભાવથી વિપરીત ભાવ છે. અચારિત્ર ભાવ છે, કષાય ભાવ છે, કર્મ છે, સ્વયં કર્મ છે. આ..હા...! તેના ઉદયથી... એવા કષાયના ભાવને કારણે ‘જ્ઞાન...’ નામ આત્માને ‘અચારિત્રપણું થાય છે.’ અહીંયાં જ્ઞાન એટલે આત્મા લેવો. આ..હા....! સમજાણું કાંઈ ?
તેથી ‘(કર્મ) પોતે મોક્ષના કારણના...’ સ્વયં મોક્ષનું કારણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર જે નિર્મળ નિર્વિકલ્પ અનુભવ આદિ, તે કારણના તિરોધાયિભાવસ્વરૂપ...' (અર્થાત્) તેનાથી વિરુદ્ધ ભાવસ્વરૂપ. મોક્ષના કારણરૂપ સ્વભાવથી વિરુદ્ધ ભાવ સ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.’ એ ક્રિયાકાંડનો રાગ તે ધર્મ નથી એમ નિષેધ કર્યો છે. આહા..હા...! અંદર છે કે નહિ ? (શ્રોતા :– એમાં તો છે પણ આપ સમજાવો ત્યારે સમજાય છે).
આ તો ઓગણીસમી વાર ચાલે છે. ‘સમયસાર’ (ઉપ૨) પહેલેથી (છેલ્લે સુધી) અઢાર વખત તો વ્યાખ્યાન થઈ ગયા છે. અઢાર.. અઢાર, ઓગણીસમી વાર ચાલે છે. અહીં તો ૪૪ વર્ષ થયા. જંગલમાં ! ૪૪ વર્ષ (થયા) અને ૪૫ મું ચાલે છે. પિસ્તાલીસ વર્ષે આવ્યા હતા, નેવુંમું વર્ષ ચાલે છે, શરીરને ! શરીરને નેવું, હોં ! આત્માને નહિ, આત્મા તો અનાદિઅનંત છે. આ..હા..હા..! અહીં તો ૪૪ વર્ષથી અઢાર વાર તો સભામાં વંચાઈ ગયું. આ ઓગણીસમી વાર ચાલે છે. વ્યાખ્યાન પણ થઈ ગયા છે, એક પુસ્તક થઈ ગયું છે. બાવીસ-ત્રેવીસ લાખ તો પુસ્તક છપાય ગયા છે.
હવે મુંબઈ”માં ઘણા પુસ્તક છપાશે. ત્યાં સાત લાખ રૂપિયા ભેગા કર્યાં ને ! નેવુમી જન્મજ્યંતી ! વૈશાખ સુદ બીજ, આજે તો ચોથ છે. એક મહિનો ને બે દિ થઈ ગયા. મુંબઈ’ ! એક સાત લાખ કાઢ્યા છે, એમાંથી વ્યાખ્યાનના પુસ્તક બનશે. આહા..હા...! અરે.....! આવી વાત સંપ્રદાયનો આગ્રહ હોય એને આકરું લાગે. અરે......! આ શું ? બાપુ ! બધી ખબર છે, ભાઈ ! આહા..હા...!
=
ભાવાર્થ :- સમ્યગ્દર્શન, (સમ્યક્) જ્ઞાન અને (સમ્યક્) ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવો છે...’ પેલો સ્વભાવ કીધો હતો ને ! એટલે કો'ક એ સમજી ન જાય કે, ત્રિકાળી(ની વાત) છે. એટલે પંડિતજીએ ‘ભાવ’ (શબ્દ) લખ્યો. આ..હા...! માથે ‘સ્વભાવ’ (શબ્દ) આવ્યો હતો ને ! એટલે પાછું કોઈ ત્રિકાળી ન સમજી જાય. આ..હા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ વર્તમાન નિર્મળ પર્યાયરૂપ ભાવ છે. મોક્ષનો માર્ગ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે એ વર્તમાન શુદ્ધ નિર્મળ પર્યાયરૂપ ભાવ છે. ત્રિકાળી ભગવાન ધ્રુવ છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત્ ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની જે ઉત્પાદરૂપ પર્યાય થઈ એ તો પર્યાયરૂપી ભાવ છે અને