________________
૨૪૪
સમયસાર સિદ્ધિ-૬. જીવ, એમાં ‘રાગ, દ્વેષ ને મોહ–એ આસવો...” બંધના કારણો, મલિન ભાવ પોતાના પરિણામના નિમિત્તે થાય છે. પોતાના પરિણમનની દશાને કારણે થાય છે. પોતાના પરિણમન, પર્યાયને કારણે થાય છે. પરને કારણે થતા નથી. આહાહા..! છે કે નહિ અંદર ? ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ ટીકાકાર છે, “કુંદકુંદાચાર્યદેવની ગાથા છે. ઈ “અમૃતચંદ્રાચાર્યદેવ’ હજાર વર્ષ પહેલા થયા. કુંદકુંદાચાર્યદેવ' પછી હજાર વર્ષ અને અત્યાર પહેલા હજાર વર્ષ. કુંદકુંદાચાર્યદેવને બે હજાર વર્ષ થયા. એમણે આ મૂળ શ્લોકો બનાવ્યા અને એની ટીકા ‘અમૃતચંદ્રાચાર્યદેવ દિગંબર સંત એ એમ કહે છે, પ્રભુ ! એકવાર સાંભળ !
આહા...! તારા આત્મામાં રાગ-દ્વેષ, દયા, દાન, કામ, ક્રોધ, મિથ્યાત્વ, પુણ્ય-પાપ ભાવ થાય એ તારા પરિણમનને કારણે છે. આહાહા.! કોઈ નવું કર્મ સ્ત્રી, કુટુંબ-પરિવારથી તો ન થાય પણ કર્મના ઉદયથી પણ તારામાં પરિણમન થાય એમ નથી. આહા..હા....! કેમકે કર્મનો ઉદય જડ છે અને આ ચૈતન્યના અરૂપી વિકારી પરિણામ છે. આહા..હા...! કર્મ જે છે એના દ્રવ્ય-ગુણ-પર્યાય જડ છે અને આ જે રાગ-દ્વેષ-મોહ છે ઈ છે ? તેઓ જડ” નથી. આહા..હા...! રાગ-દ્વેષ અને મોહ જે આત્માના પરિણામ અજ્ઞાનથી કરેલા (છે), એ આસવો પોતાના પરિણામને કારણે થાય છે. પોતાના પલટવાના, બદલવાના, અવસ્થાને કારણે થાય છે, પરને કારણે નહિ. આહા..હા....! “માટે તેઓ જડ નહિ હોવાથી...” જોયું? એ જડ નથી. કેમકે આત્મા ભગવાન પોતે અરૂપી ચિદાનંદ, એ જ પોતે ભૂલમાં પોતે પરિણામમાં ભૂલ ઊભી કરે છે. એ મિથ્યાત્વ ને રાગ-દ્વેષ એની ભૂલ, એના પરિણામ પોતાથી થયેલા છે. તેથી તે જીવના છે. માટે તેઓ જડ નહિ હોવાથી....... આહા..હા...!
બીજે ઠેકાણે પુદ્ગલના કહે છે. એ બીજી વાત છે. એ આત્મસ્વભાવ જે અનંત ગુણ છે, એમાં અનંત ગુણમાં એવો કોઈ ગુણ વિકાર કરે એવો ગુણ છે જ નહિ. પર્યાયમાં વિકાર થાય છે ત્યારે સ્વભાવની દૃષ્ટિ કરતા, પર્યાયમાં જે વિકાર થાય છે એ પુદ્ગલના નિમિત્તે થયો છે માટે પુદગલ કહેવામાં આવ્યા. બીજે ઠેકાણે એમ કહ્યું છે પણ આ અપેક્ષાએ. બીજે ઠેકાણએ કઈ અપેક્ષા છે એમ જાણવું જોઈએ ને ! બીજે ઠેકાણે એમ કહ્યું કે, એ પુણ્ય અને પાપના ભાવ પુદ્ગલ છે. કેમકે પુગલના નિમિત્ત અધ્ધરથી પર્યાયમાં થાય છે. આત્માનો એવો કોઈ ગુણ નથી. આત્મામાં અનંતા. અનંતા.. અનંતા.... અનંતા.. ગુણ છે, પણ એમાં એકેય ગુણ એવો નથી કે વિકાર કરે. એથી તેની પર્યાયમાં જે વિકાર થાય છે તે સ્વભાવની દૃષ્ટિ કરનારને, સ્વભાવની દૃષ્ટિ કરાવવા એ પુદ્ગલના છે એમ કરીને કાઢી નાખે છે. આહા..હા...
અહીંયાં તો કોઈ એમ માને કે, પુણ્ય અને પાપ, રાગ અને દ્વેષ જેવો કર્મનો ઉદય આવે એવા જીવને પરિણામ થાય. (તો કહે છે), ના. ‘કર્મ બિચારે કૌન ?” એ તો જડ છે, માટી – ધૂળ છે. જેવી આ ધૂળ છે એવી ઝીણી ધૂળ છે, ધૂળ. આ જાડી ધૂળ છે.