________________
ગાથા–૧૮૧ થી ૧૮૩
૪૪૧
પ્રવચન . ૨૫૮ ગાથા–૧૮૧-૧૮૩, બુધવાર, જેઠ વદ ૧૧, તા. ૨©૬-૧૯૭૯
(“સમયસાર) ૧૮૧થી ૧૮૩ ગાથા). “એક વસ્તુની બીજી વસ્તુ નથી...” એમાં આખો સિદ્ધાંત છે. એક ચીજની બીજી ચીજ નથી. એનો અર્થ એ થયો કે પુણ્ય અને પાપના વિકાર પણ એના – આત્માના નથી. “એક વસ્તુની બીજી વસ્તુ નથી. બીજી અનંત અન્ય (ચીજ છે એ તો નથી. પણ અંદરમાં થતાં ક્રોધ, માન, પુણ્ય, દયા, દાનાદિના ભાવ એ પણ એક વસ્તુની – એ વસ્તુ આત્માની નથી, આત્મામાં એ નથી. આહા...! “(એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી)...” નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ક્યાં ગયો ?
મુમુક્ષુ :- નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એટલે કાંઈ નથી.
ઉત્તર :- ઈ કાંઈ તો કહે, જાણવા માટે છે. એ નિમિત્ત એના પણે, નૈમિત્તિક પોતાની પર્યાયરૂપે પરિણમે. એકબીજાને કાંઈ સંબંધ છે નહિ.
કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી...' છે ? આત્માના પ્રદેશ અને શરીર, વાણી, કર્મના પ્રદેશ તો જુદા છે પણ એમાં પુણ્ય-પાપના ભાવ થાય એનાય પ્રદેશ અહીં જુદા ગણવામાં આવ્યા છે. જુદા ગણવામાં આવ્યા છે. જુદા એટલે છે તો અસંખ્ય પ્રદેશ માહ્યલા પણ એનો અંશ જેમાં જેટલો વિકાર ઉત્પન્ન થાય તેટલા ક્ષેત્રને ભિન્ન પ્રદેશ ગણવામાં આવ્યા છે. સમજાય છે ? કેમકે બીજી બીજાની વસ્તુની નથી અથવા સંબંધ નથી. કેમ ? કે, બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી. આહાહા...!
ઓલા “કાંતિલાલે લખ્યું છે, રત્નત્રયમાં એક ઓલામાં આવે છે ને ? પંચ પરમેષ્ઠીની સ્તુતિ-ભક્તિથી વિશુદ્ધ પરિણામ થાય છે. “મોક્ષમાર્ગ પ્રકાશક અને વિશુદ્ધથી પછી શુદ્ધ થાય છે, એમ આવે છે. વિશુદ્ધિથી શુદ્ધ થાય છે. એવું ગોતીને નાખે. એ તો જરી નિમિત્તથી કથન કર્યું. “મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે. જ્યાં પંચ પરમેષ્ઠીની વાત કરી ને ત્યાં પંચ પરમેષ્ઠીની સ્તુતિ વિશુદ્ધ (છે). વિશુદ્ધ પણ એને એમ વિશુદ્ધ (એટલે) જાણે કે શુભને જ વિશુદ્ધ કહે છે, એમ. પણ વિશુદ્ધ તો શુદ્ધને પણ કહે છે, શુભને પણ કહે છે. આ ઠેકાણે ભલે વિશુદ્ધ શુભ છે. પણ બીજે ઠેકાણે શુદ્ધને પણ વિશુદ્ધ કહે છે અને શુભભાવને પણ વિશુદ્ધ કહે છે. અને શુભભાવ વિશુદ્ધ એ બંધનું કારણ છે.
અહીંયાં તો ઈ શુભભાવના પ્રદેશ જ જુદા (કહ્યા છે. ભાવ જુદો તો એનું ક્ષેત્ર – સ્થાન પણ જુદું, એમ કહે છે. આહાહા...! આત્માના શુભભાવ એના નહિ. એ વસ્તુ બીજી, એના પ્રદેશો જ બીજા છે. આના પ્રદેશો બીજા (છે). ભાવ બીજો એટલે વસ્તુ બીજી. દયા, દાનના પરિણામમાં આત્માની અપેક્ષાએ બીજી વસ્તુ છે અને એની અપેક્ષાએ. કેમ ? કે,