________________
શ્લોક-૧૨૪
૪૨૧
શ્લોક ૧૨૪ ઉપર પ્રવચન
હવે, આસવોના સર્વથા નાશ કરવાથી જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે :–' લ્યો ! ૧૨૪ (કળશ).
(મુન્દન્તિા ) रागादीनां झगिति विगमात्सर्वतोऽप्यास्रवाणां नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः । स्फारस्फारैः स्वरसविसरैः प्लावयत्सर्वभावा
नालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत् ।।१२४ ।। [નિત્ય-ઉદ્યોd] ભગવાનઆત્મા ! નિત્ય જેનો ઉદય છે, જેનો નિત્ય ત્રિકાળ ઉદય છે. આહા...! એવી જે આત્મા ચીજ, ચૈતન્યથી ભરેલી ઝળહળ જ્યોતિ નિત્ય વસ્તુ છે. પરમાત્મસ્વરૂપથી ભરેલી પર આત્મા એટલે પરમ સ્વરૂપથી ભરેલી પરમાત્મ સ્વરૂપ. આહા..હા...! એવી કોઈ ચીજ નિત્ય છે.
એવી...” [મ્િ | પરમ વસ્તુ “કોઈ પરમ વસ્તુને.” આ રીતે કોઈ પરમ વસ્તુને એટલે આત્માને. આ..હા...! [ગન્તઃ સમ્પશ્યત:] “અંતરંગમાં...” સમ્યક્ પ્રકારે દેખનારા પુરુષને સમ્યક્ છે ને ? સિમ્પશ્યતા છે. સિમ્પશ્યતઃ] છે ને ? એટલે કે દેખવાનું લીધું. [અન્તઃ સમ્પશ્યત: ત્યાં એનો અર્થ) અંતરંગમાં દેખનારને, સમ્યફ નહિ. અંતરંગમાં દેખનારા પુરુષને ભગવાન જે આત્મા બીજાને દેખે છે એ દેખનારાને દેખતા. આહાહા...! જેની દશામાં પરનું દેખાવું થાય છે તે દશામાં સ્વને દેખે. આહા..હા..! હજી સમ્યગ્દર્શન કેને કહેવું એની ખબરું ન મળે અને સાધુ નામ ધરાવે. આહાહા....!
નિત્ય ઉદ્યોત છે એવી પરમવસ્તુને અંતરંગમાં દેખનારા પુરુષને રાગાદિ આસવોનો...” ક્ષિતિ , તે રાગાદિનો ત્યાગ શીઘ્રતાથી થાય છે. આહા...હા...! વીતરાગ સ્વરૂપ ભગવાન આત્મા ત્રિકાળ વીતરાગ સ્વરૂપ જ છે. આહા..હા....! તેને દેખનારાઓ. ત્રિકાળી વીતરાગી સ્વરૂપ પ્રભુ છે. ત્રિકાળ વીતરાગ સ્વરૂપ છે. એવા આત્માને દેખનારાઓ. આ.હા...હા...! આસ્ત્રવોથી “શીઘ્ર સર્વ પ્રકારે...” આસ્રવથી શીઘ્ર તો ઠીક પણ સર્વ પ્રકારે એમ કહ્યું). (એટલે કે કોઈ અંશ ન રહે. આહા.!
સર્વ પ્રકારે નાશ થવાથી,...” આસવનો સર્વ પ્રકારે નાશ થવાથી. આહા..હા..! પિત જ્ઞાન “આ જ્ઞાન...” એટલે આત્મા. ફિન્મનનું આવ્યું. પિન્મનક્] બાહ્ય પ્રગટ થયું...”