________________
ગાથા ૧૪૫
૨૫ ઈ તો સમ્યગ્દર્શન સહિત છે અને એમાં જ્યાં વ્રતના વિકલ્પ છે એને થોડી શાંતિ વધી છે. આહા...હા...! એ વ્રતવાળાના વ્યવહારને એનું ફળ શાતા અને સ્વર્ગ છે, છાંયો છે એમ. આહાહા....! પણ મૂળ જે મથાળું છે એને તું જોતો નથી. આહા..હા.! જુઓ ! અવ્રતના ફળમાં નરક છે. “સમાધિશતક (માં) કહે છે. વ્રતના ફળમાં છાંયા છે, ઝાડનો છાંયો મળે એમ અને અવ્રતના ફળમાં અગ્નિનો તડકો છે. બાપુ ! બેના ફેરમાં એ તો અંદર શાંતિ થોડીક વધી છે ને ! એની ભૂમિકામાં શુભભાવ છે ઈ એને ત્યાં પાપાનુબંધી પુણ્યને છોડીને પુણ્યાનુબંધની પુણ્યની વાતું કરી છે. પણ એ ભૂમિકાના જોરથી વાત કરી છે. આહાહા....! આણે વિદ્યાસાગર મુનિએ ઈ નાખ્યું છે.
(અહીંયાં કહે છે, “કર્મનો સ્વભાવ એક પુદ્ગલપરિણામરૂપ જ છે; માટે કર્મ એક જ છે. સુખરૂપ અને દુઃખરૂપ અનુભવ બને પુગલમય જ છે.” આ.હા..હા..હા...! શાતાવેદનીયના ઢગલા પડ્યા હોય). ચૂરમા, લાડવા ખાતો હોય અને એમાં જે ભાવ છે એ તો અશુભભાવ છે. આહાહા.! પુદ્ગલપરિણામ છે. જે સુખ તેં માન્યું છે ઈ સુખ નથી. બેય અનુભવ પુદ્ગલનો છે. આહા...હા...! તેથી કર્મનો અનુભવ એક પુગલમય જ છે....... કર્મના અનુભવમાં બે ભેદ પાડે કે, શાતાથી આમ ઢગલા થાય ને ઠંડી હવા, શાતમાં રહે.. આહા..હા...! એનાથી નિવૃત્તિ લઈને ત્યાં ધર્મ થઈ શકે, શરીર સારું હોય તો ફલાણું (થાય). અહીં કહે છે કે, ભગવાન સારો હોય તો ધર્મ થઈ શકે, એક જ વાત છે. બહારમાં સારું હોય) ઈ બધી પુગલમયની વાતું છે.
“મોક્ષમાર્ગ અને બંધમાર્ગમાં, મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય લ્યો ! અહીં તો ઈ લીધું, ત્યાં પણ ઈ લીધું. “મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય.” (છે). ઈ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર જે સ્વને આશ્રયે થાય એને જ કેવળ જીવના પરિણામ કીધા છે. શુભ-અશુભ ભાવ ઈ જીવના પરિણામ નહિ. એ તો અજ્ઞાન, પુગલના પરિણામ છે. આહા..હા..હા....!
બંધમાર્ગ કેવળ પુદ્ગલના પરિણામમય જ છે.” મોક્ષમાર્ગ કેવળ જીવના પરિણામ છે. શુભાશુભ નહિ, શુદ્ધ પરિણામ). “અને બંધમાર્ગ કેવળ પુદ્ગલના પરિણામમય જ છે તેથી કર્મનો આશ્રય કેવળ બંધમાર્ગ જ છે.” મોક્ષના માર્ગને આશ્રયે બંધ છે ઈ વાત બિલકુલ ખોટી છે. “અર્થાત્ કર્મ એક બંધમાર્ગના આશ્રયે જ થાય છે – મોક્ષમાર્ગમાં થતાં નથી; માટે કર્મ એક જ છે.” આહાહા!
આ પ્રમાણે કર્મના શુભાશુભ ભેદના પક્ષને ગૌણ કરી..” એમ કહ્યું. “તેનો નિષેધ કર્યો;” છે. જેમ પર્યાયને અભૂતાર્થ કીધી હતી એ ગૌણ કરીને અભૂતાર્થ કીધી હતી. ભલે છે, છે ખરું પણ ગૌણ કરીને તેનો નિષેધ કર્યો છે. (ઊંધું) કાઢવું હોય (એ) આમાંથી કાઢે કાઢવું હોય તો. કારણ કે અહીં અભેદપક્ષ પ્રધાન છે, અને અભેદપક્ષથી જોવામાં આવે તો કર્મ એક જ છે-બે નથી.” વિશેષ કહેશે... (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)