________________
ગાથા–૧૮૬
૫૧૧ નાની ઉમરનો આઠ વર્ષનો હતો). આઠ વર્ષનો. તમારો મનસુખ. એ બધા ત્યાં અપવાસ કરીને બેઠા હતા. ચોરાશીની સાલ હતી. બેસી ગયા, અમારે સંવર છે, અમારે ધર્મ છે. પાઠશાળામાં પડિકસ્મણામાં બોલે કે, ઉત્કૃષ્ટ ભાવ થાય તો એ તીર્થકર ગોત્ર બાંધે. નહિતર નિર્જરા થાય. આહાહા..! ઈ આવે છે. આહાહા....! એલા પણ કીધું, આ ક્યાંથી આવું (આવ્યું) ? તે દિ' (સંવત) ૧૯૮૪માં કહ્યું હતું. ઉત્કૃષ્ટ ભાવ આવે તો તીર્થકર ગોત્ર બાંધે નહિતર નિર્જરા થાય. જે ભાવે બંધ થાય એથી તો નિર્જરાનો ભાવ ઊંચો છે. જે ભાવે બંધ થાય એ તો રાગ છે અને જે ધર્મ થાય એ તો રાગરહિત છે. કાંઈક શબ્દ આવે છે ને ? ... ભાષા ભૂલી ગયા. એમાં આમ હોય તો કર્મની કરોડ ખપે. અને ઉત્કૃષ્ટ ભાવ થઈ જાય તો તીર્થકર ગોત્ર બંધાય, એમ. ઉત્કૃષ્ટ થાય તો તીર્થકર ગોત્ર બંધાય. આવી વાતું. તે દિ કહ્યું હતું, આ તમે પડિકસ્મણામાં વગર વિચાર્યું આ શું બોલો છો ? એ.ઈ..! તમારા સ્થાનકવાસીમાં બધું આવે છે. આહા..! ભગવાનનું ઓલું કરતાં વગેરે એમ કે કર્મની કરોડો ખપે. ઉત્કૃષ્ટ ભાવ આવે તો તીર્થકર ગોત્ર બંધાય. ઉત્કૃષ્ટ સારો ભાવ આવે તો (બંધ થાય ? પણ એ જ પ્રથા છે. આહા..હા...!
“આત્માને જ પામે છે, અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે.” હવે સામે વાત લીધી. જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને.” અશુદ્ધ આત્મા એટલે રાગ ને દયાવાળો હું છું, એ અશુદ્ધ આત્માને અનુભવ્યો. આહા..હા..! પરનો કર્તા છું, કરી શકું છું અને દયા, દાન, વ્રતનો રાગ આવ્યો એ મારો છે, એ અશુદ્ધ આત્માને અનુભવે છે. આહાહા...! “અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, “અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે' રાગ અને પુણ્યના પરિણામ પોતાના માની અને અનુભવે એને રાગ થાય છે. દ્વેષ થાય, રાગ થાય, મિથ્યાત્વ થાય. આહા..હા..!
અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે એ ન્યાયે નવાં કર્મના આસવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો વિરોધ નહિ થવાથી, અજ્ઞાનમાં નિરોધ ક્યાંથી થાય ? આ..હા...! એટલે રાગ-દ્વેષને કારણે એને નવા આવરણ આવશે. આહા...હા...! અહીં તો કહે, સંવરના પચ્ચખાણ કરાવો (એટલે એને સંવર થઈ જાય. આવું બધું ચાલ્યું છે. ધર્મને નામે ધતિંગ છે. ધર્મ તો જુદી જાત છે, બાપુ ! આ.હા...! એ શુદ્ધ આત્મા પુણ્યપાપ વિનાનો, એની સન્મુખ થઈને અનુભવે ત્યારે તેને રાગ-દ્વેષ, મોહ ન થાય. તેથી તે તેનું આવવાનું નિમિત્ત છે એ કર્મનો વિરોધ થાય. અજ્ઞાની રાગને પોતાનો માને છે. રાગરહિત સ્વરૂપ ચૈતન્ય છે એની ખબર નથી એથી તેને રાગ-દ્વેષ, મોહ ભાવ જ થાય. અશુદ્ધતાને જાણનારો, અશુદ્ધતાને અનુભવનારો, એને) અશુદ્ધતા જ થાય એને એ અશુદ્ધતા નવા કર્મનું કારણ એવા રાગ-દ્વેષ, મોહનું કારણ થાય. આહા..હા..! એ અશુદ્ધતા નવા કર્મ જે આવે એનું કારણ છે. લ્યો, છે ને ?