________________
૫૫૪
સમયસાર સિદ્ધિ-૬
અને પોતાના સ્વભાવની એકતા થઈ. આ જ એનો ધર્મનો અને સંવરનો ક્રમ છે. આ..હા...! મુમુક્ષુ :- ભેદવજ્ઞાન અને આત્મધ્યાન બન્નેથી સંવર થાય ?
ઉત્તર :– આત્મધ્યાન એક જ છે. ભેદવિજ્ઞાન એ જ આત્માનું ધ્યાન છે. રાગથી ભિન્ન પડીને આત્મા તરફ ઢળ્યો છે એ જ ધ્યાન છે. આહા..હા...! કષાય ને એનાથી ખસ્યો, હઠ્યો તો સ્વભાવ તરફ આવ્યો એ જ ધર્મ છે, એ જ આત્મા છે. આ..હા..હા..!
“તસ્માત્” માટે..” શું કહ્યું ? કે, ધર્મનું મૂળ કારણ ભેદજ્ઞાન અને ભેદવિજ્ઞાન માટે “તત્ મેવિજ્ઞાનમ્” તે માટે ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે.’ આહા..હા..! અંતરમાં એને રાગથી ભિન્ન અને કંપનથી ભિન્ન (છે), એમ ભાવવાયોગ્ય છે. બહુ સરસ શ્લોક છે. સંવરના છેલ્લા શ્લોક ! આહા..હા...! ભેદવજ્ઞાન જ મુક્તિનું કારણ છે. માટે...’ એ માટે તે ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે.’ અંત૨માં એકાગ્ર થવા લાયક છે. આ..હા...! એ જ ભેદવજ્ઞાનનું મૂળ છે. બહુ ટૂંકી ભાષા છે.
ભાવાર્થ :- જીવને જ્યારે ભેદવિજ્ઞાન થાય છે...’ રાગ અને વિકલ્પથી જુદો પડે છે. આહા..હા...! જીવ જ્યારે આત્માને અને કર્મને યથાર્થપણે ભિન્ન જાણે...' યથાર્થપણે ભિન્નપણે જાણે છે. એકલું જાણવું નહિ. અંદરમાં યથાર્થપણે ભિન્નપણે જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે...' ત્યારે તે શુદ્ધ આત્માના આનંદને અનુભવે છે. શુદ્ધ આત્માના અનુભવથી આસવભાવ રોકાય છે...’ એનાથી આસવ રોકાય છે અને અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે.’ આ વિધિએ અનુક્રમે સંવ૨ થાય છે. આ રીતે ધર્મ થાય છે. આ..હા....! માટે ભેદવિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે.’ ઠીક ! ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ એમ કહે છે. માટે ભેદવિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે.' આહા..હા....!
શ્લોક-૧૩૦
(અનુષ્ટુf) भावयेद्भेदविज्ञानमिदमिच्छिन्नधारया |
तावद्यावत्पराच्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते । । १३० ।।
હવે, ભેદવિજ્ઞાન ક્યાં સુધી ભાવવું તે કાવ્ય દ્વારા કહે છે ઃશ્લોકાર્થ :- (વમ્ મેવિજ્ઞાનમ્) આ ભેદવિજ્ઞાન (અન્નિધારયા) અચ્છિન્નધારાથી (અર્થાત્ જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહરૂપે) (તાવ) ત્યાં સુધી (માવયેતા) ભાવવું (યાવત્) કે જ્યાં સુધી (પરાર્ વ્યુત્પા) પરભાવોથી છૂટી (જ્ઞાન) જ્ઞાન (જ્ઞા) શાનમાં જ પોતાના