________________
૫૦૮
સમયસાર સિદ્ધિ-૬. શુદ્ધ સ્વરૂપ છે. પુણ્ય અને પાપના રાગથી તો ભિન્ન છે એને અનુભવતા. “શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, “જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે આહા..હા...! શું કહે છે ? જુઓ ! સંવર કેમ થાય ? એમ કહે છે.
જ્ઞાનમય આત્મા (છે) તો જ્ઞાનસ્વરૂપમાં જ્ઞાનમયની પરિણતિ કરે તો સંવર થાય છે. ભેદજ્ઞાનથી આ રીતે સંવર થાય છે. “જ્ઞાનમય ભાવમાંથી.” જ્ઞાનવાળો એમેય નહિ. જ્ઞાનમય એવા ભાવમાંથી. હું તો જ્ઞાનસ્વરૂપ જ છું. જાણનાર-દેખનાર જ્ઞાતા-દષ્ટા છું, એમ જાણનારને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે... એને તો શુદ્ધ જ ભાવ થાય. અશુદ્ધતા તો થાય જ નહિ. આહા..! જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા એને જ્ઞાનની અંતર એકાગ્રતા થતાં જ્ઞાન થાય, રાગ ન થાય. એટલું કહેવું છે. જ્ઞાન શબ્દની સાથે શ્રદ્ધા થાય, સ્થિરતા થાય, આનંદ થાય. પણ જ્ઞાનમય (ભાવ)માંથી જ્ઞાન થાય. રાગને પોતાનો માને તો રાગ થાય. આહા..હા..!
મુમુક્ષુ :- આ તો સાતમા ગુણસ્થાનની વાત છે ને ? ઉત્તર :- ચોથા, ચોથાની વાત છે. હજી તો ભેદજ્ઞાન ચોથાની વાત છે. મુમુક્ષુ :- સંવર કયે ગુણસ્થાને થાય ?
ઉત્તર :- સંવર ચોથેથી શરૂ થાય. ઘણા એમ જ કહે છે, ભાઈ કહે છે (ઈ જ કહે છે). સાતમાની વાત છે, સાતમાની વાત છે. અહીં તો હજી ચોથા ગુણસ્થાનની, ધર્મની પહેલી શરૂઆતની વાત છે). આહા.હા..! કેમકે આત્મા પુણ્ય-પાપના રાગથી ભિન્ન છે એવું જ્યાં ભેદજ્ઞાન થયું ત્યારે તે જ્ઞાનસ્વરૂપને અનુભવે અને જ્ઞાનસ્વરૂપ અનુભવતા જ્ઞાનમય જ ભાવ પ્રગટ થાય. આહા...હા...!
જ્ઞાનસ્વભાવી આત્મા, એને જ્ઞાનમયથી અનુભવતા તેમાં રાગરહિત જ્ઞાનમય ભાવ થાય. રાગરહિત જ્ઞાનમય ભાવ થાય. જ્ઞાનમયમાંથી જ્ઞાનમય ભાવ થાય. આહા..હા...! આવી વાત. જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ થાય. જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય. એટલે શું કહે છે ? કે, શુદ્ધ આત્મા પવિત્ર પૂર્ણ પ્રભુ છે અને વિકારથી રહિત અનુભવ કરે તો એ જ્ઞાનમય ભાવથી જ્ઞાનમય જ ભાવ થાય. એ શુદ્ધના અનુભવમાંથી શુદ્ધનો જ અનુભવ થાય. ત્યાં આનંદ આવે અને શાંતિ આવે અને વીતરાગતા આવે. આહા..હા...! એને સંવર કહે છે. આહા...હા...! આવું છે.
“જ્ઞાનમય ભાવમાંથી..” એટલે આત્મા સ્વભાવ છે. શુદ્ધ ચૈતન્ય નિત્યાનંદ પ્રભુ (છે) એને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ થાય. એ જ્ઞાનમય ભાવ છે એ શુદ્ધ છે તેમાંથી શુદ્ધ ભાવ થાય. પાઠ તો ઈ છે ને ? “સુદ્ધ તુ વિયાતો સુદ્ધ વેવથ્વયં નરિ એ શુદ્ધ ચૈતન્યને જાણતા, તેના તરફ વળતા, તેની સન્મુખ થતા શુદ્ધ સ્વરૂપ છે તે શુદ્ધ રૂપે પરિણમે. આહા...હા...! એમાં પુણ્ય અને પાપનું પરિણમન આવે નહિ. અરે. અરે...! આવી આકરી