________________
૩૮
સમયસાર સિદ્ધિ-૬. કે... આહાહા! હમણાં અમે સુખી છીએ, બધી રીતે ધંધા-પાણીમાં અવળું નાખીએ તો સવળું પડે છે). “ચીમનભાઈ ! આહા..હા..! એમ કે, પાસા અવળા પણ નાખવા જઈએ ત્યાં સવળા પડે છે. અમારે હમણા એવી સરખાઈ છે. શેની પણ છે? આહાહા....! છોકરાઓ પણ મોટા કરોડોપતિને ઘરેથી દીકરીઓ પરણ્યા છે. પાંચ-પચીસ લાખ રૂપિયા લઈને આવ્યા છે. બધી રીતે અમારે હમણા સુખી છીએ. દુઃખી (છે). આહાહા..! છે દુઃખી અને માને છે સુખી ! આહાહા..! ત્યાં પર તરફના વલણવાળો ભાવ જ દુઃખ છે. આ..હા...! આ ઠીક છે. આહા...હા..! - એકલો રોગી માણસ કોઈ ઘરમાં બીજુ માણસ ન હોય, ઘર ન હોય, ઝૂંપડી ન હોય. આહા...હા....! એક માણસને જોયો હતો, ‘વડીયામાં ! સવારમાં વહેલા દિશાએ જાતા હતા. એકલો (હતો) ને રોગ હતો, કોઈ ઘર નહિ, મકાન નહિ, બાયડી-છોકરા નહિ. કોકનું મકાન હતું એમાં ખૂણે બેઠો બેઠો રોતો હતો. સવારમાં વહેલા દિશાએ જઈએ ને ! “વડીયા'.... વડીયા” ! ત્યાં કોક મકાનને ખૂણે ગરીબ માણસ હતો). અમને દેખીને એમ થાય ને કે) પુણ્યવંત છે. એટલે એકદમ રોવા મંડ્યો. એકલો માણસ અને ટાઢ – ઠંડી, અંધારું, કોઈ નહિ ને રોગી. એક મકાનને ખૂણે બેઠો બેઠો રોતો હતો). આહાહા...! રહેવાના મકાન નહિ, સૂવાના સ્થળ – જમીન. આહાહા...! શરીરમાં રોગ (હોય) અને લોકો પ્રતિકૂળ માને છે. અને પાંચ-દસ લાખના મોટા મકાન હોય, આમ હવા નાખે, ગરમી આવે ત્યાં પંખા (ચાલુ કરે), અત્યારે તો પંખા કર્યા છે ને ! વીજળીના પંખા ફરે, ફર.૨. ફર.૨.! હવા આવે, હવા ! બહારની હવા કરતા અંદરની હવા આવે. હાશ! એમ જે માને છે કે, અમે કાંઈક સરખાઈમાં છીએ.... આહાહા..!
એ અજ્ઞાની જીવ પ્રકૃતિને સારી સમજીને. કોઈપણ પ્રકૃતિનું ફળ (હો). એમાં અનુકૂળ હોય શું ? ઓ..હો..હો.! ઔદારિક શરીર મળે, ભગવાનને તો પહેલેથી પરમ ઔદારિક શરીર મળે. લ્યો ઠીક ! તીર્થકરને તો પહેલેથી પરમ ઔદારિક શરીર હોય). આહાર હોય અને નિહાર ન હોય. આહા...! પાણી હોય ને પેશાબ ન હોય. આહા..હા.છતાં તેમાં ક્યાંય ઠીક છે એમ એ માનતા નથી. આહા...હા...! તીર્થકર જીવ ત્રણ જ્ઞાન લઈને આવે છે. કેટલાક ક્ષાયિક સમ્યગ્દર્શનાદિ લઈને આવે).. આહા...હા....! એવી સ્થિતિમાં ક્યાંય એને ઠીક છે, આ પરમ ઔદારિક શરીર મળ્યું ને ખોરાક લઈએ છતાં દસ્ત નહિ, પાણી પીએ છતાં પેશાબ નહિ, રોગ માટેની દવા નહિ. જન્મથી હોં ! આહા...હા....! પણ એ સમકિતી ભગવાન તો માતાના પેટમાં સમકિત લઈને આવે છે. આહા...હા...! ક્યાંય એવી ચીજને એ ઠીક છે એમ માનતા નથી. આહા..હા..! એટલી અનુકૂળતા ! માતાના પેટમાં પણ ત્યાં દેવ એમને રહેવાનું સ્થાન અનુકૂળ કરી દયે છે. આહાહા...! એ બહાર આવે ત્યારે આટલી અનુકૂળતા, ઈન્દ્રાણી ઉભી હોય. ત્રણ જ્ઞાનના ધણી છે. ત્રણ જ્ઞાનમાં બધો ખ્યાલ આવે