________________
ગાથા-૧૮૧ થી ૧૮૩
૪૩૫
જે ભાન થયું એ ભાનમાં આત્મા જણાણો માટે ભાનમાં આત્મા છે. આત્મામાં ભાન છે એમ નહિ. રાગથી, શુભથી તો જણાય નહિ. રાગથી ભિન્ન (છે). દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ આસ્રવ છે. એનાથી આત્મા જણાય નહિ અને એનાથી આત્માને લાભ થાય નહિ. એ અંદર જણાય (તો) આસ્રવરહિત શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા, શાંતિ ને આનંદની જે પિરણિત થાય એમાં આત્મા જણાણો. એમાં આત્મા છે. જેમાં જણાણો તેમાં તે છે. આ ઝીણું છે.
કેમકે એક વસ્તુની બીજી વસ્તુ નથી. એક આત્મા બીજા આત્મામાં નથી, બીજા આત્માને લઈને નથી. આહા..હા...! એક પરમાણુ બીજા પરમાણુને લઈને નથી. આહા..હા...! એમ આ આત્મા બીજા દ્રવ્યને લઈને નથી, કર્મને લઈને નથી. આહા..હા...! એક વસ્તુની બીજી વસ્તુ નથી... એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી. એ આત્માને અને કર્મને પણ કાંઈ સંબંધ નથી. કર્મ પદ્રવ્ય છે, આ ચૈતન્ય સ્વદ્રવ્ય છે.
બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી...' જોઈ ઓલી વસ્તુ કીધી ! કોને ? એ આસવને પણ વસ્તુ કીધી. દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ આસવ, રાગ છે) એને અહીં વસ્તુ કીધી. એક વસ્તુની બીજી વસ્તુ નથી...' કેમકે બન્નેના પ્રદેશો ભિન્ન છે. આ..હા...હા...! પહેલું એ સિદ્ધ કર્યું કે, ચૈતન્યપ્રભુ એ આસ્રવ વસ્તુથી ભિન્ન છે. આસ્રવ વસ્તુ એ જીવની નહિ અને જીવ આસ્રવનો નહિ. આહા..હા...! એક વસ્તુની બીજી વસ્તુ નથી...' આસ્રવો આત્માની વસ્તુ નથી. આત્માના પરમાણુ આદિ નથી. આત્માના આ છોકરા, બાયડી, પૈસા, ધંધો એના નથી.
મુમુક્ષુ :- નિશ્ચયે નથી, વ્યવહારે છે.
ઉત્તર :- વ્યવહાર એટલે ખોટું બોલવા માટે હોય. આહા..હા...!
અહીં તો આસવમાં એ વસ્તુ નથી. વસ્તુ છે એ બીજી વસ્તુની નથી એટલે આસવની નથી. મિથ્યાત્વ ને રાગ-દ્વેષના પરિણામ થાય તેની આ વસ્તુ નથી. આહા..હા....! તો બહારની વાત તો કયાં કરવી ? કહો, ‘ચીમનભાઈ’ શું કરવું આમાં ? કારખાનામાં જાવું ? આ..હા...! અહીં બે વસ્તુ લીધી. એક કોર આસ્રવ અને એક કોર આત્મા. બીજી ચીજ તો છે જ નહિ પણ એક વસ્તુ બીજી વસ્તુમાં નથી. એટલે આત્મા આસવમાં નથી અને આસ્રવ આત્મામાં નથી. આહા..હા...!
આ ગંભી૨ શ્લોક છે. કારણ કે, (એક વસ્તુને બીજી વસ્તુ સાથે) સંબંધ જ નથી. આહા..હા....! ભગવાનઆત્મા અને આસ્રવને કાંઈ સંબંધ જ નથી. આહા..હા...! ભિન્ન તત્ત્વ છે કે નહિ ? આત્મા અને આસ્રવ તો ભિન્ન તત્ત્વ છે ને ? નવ તત્ત્વમાં ભિન્ન છે કે નહિ ? તો આ નવ તત્ત્વમાં આવ્યું. આત્મા જ્ઞાયકતત્ત્વ છે, આસ્રવ મલિનતત્ત્વ છે, ભિન્ન તત્ત્વ છે. આહા..હા...! આવી વાત સાંભળે નહિ, સાંભળવા મળે નહિ પછી ગોટા