________________
9
દ્વારા તથા સમગ્ર પ્રવચનોને ફરીથી સી.ડી. ઉપરથી સાંભળી ચેક કરી પ્રુફ રિડીંગનું કાર્ય શ્રી ચેતનભાઈ મહેતા, રાજકોટ દ્વારા પૂર્ણ થયેલ છે તથા ડૉ. દેવેન્દ્રભાઈ દોશી, સુરેન્દ્રનગરનો પણ આ કાર્યમાં સહયોગ પ્રાપ્ત થયેલ છે તે બદલ સંસ્થા સર્વેનો આભાર માને છે. આ પ્રવચનોનાં પ્રકાશનમાં કાંઈ ક્ષતિ ન રહે તે માટે અમોએ વારંવા૨ પ્રવચનો સાંભળી લખાણ શુદ્ધિ કરી છે છતાં કોઈપણ ક્ષતિ રહી હોય તો તે અમારો દોષ છે તે બદલ અમો ક્ષમા ચાહીએ છીએ.
‘સમયસાર સિદ્ધિ’ ભાગ-૬ના પ્રવચનોનું સમગ્ર કૉમ્પ્યુટરાઈઝડ ટાઈપસેટિંગનું કાર્ય શ્રી નિલેષભાઈ જૈન, ભાવનગર દ્વારા તથા પુસ્તક પ્રિન્ટિંગ બાઈન્ડિંગનું સંપૂર્ણ કાર્ય શાર્પ ઓફસેટવાળા શ્રી ધર્મેશભાઈ શાહ-રાજકોટ દ્વારા તથા કલર પેઈજનું કામ ડોટ એડવાળા શ્રી કમલેશભાઈ સોમપુરા-રાજકોટ દ્વારા થયું હોય સંસ્થા તેમનો આભાર માને છે.
પૂજ્ય ગુરુદેવશ્રીએ આ પંચમકાળમાં અમૃત વરસાવ્યા છે. અધ્યાત્મની હેલી વરસાવી મોક્ષના માંડવા રોપ્યા છે. આવા અતિ અપૂર્વ માર્મિક શાસ્ત્રની ગાથાઓના ખૂબ જ સરળ ભાષામાં આચાર્યોના ગૂઢભાવોને રજૂ કરી મુમુક્ષુ જગત ઉપ૨ અપૂર્વ ઉપકાર કર્યો છે. ભગવાન આત્મા' કહીને પ્રત્યેક જીવને વીતરાગી કરુણાથી સંબોધન ક૨ના૨ પૂજ્ય ગુરુદેવશ્રી અમ બાળકોના અનંત અનંત ઉપકારી ધર્મપિતા છે. બસ તેમનો ઉ૫કા૨ તો આપણે સૌ તેમણે બતાવેલા શુદ્ધાત્માનું રસપાન કરીને જ વાળી શકીએ.
સમયસાર સિદ્ધિ ભાગ-૬ માટે એક મુમુક્ષુભાઈ તરફથી સહયોગ પ્રાપ્ત થયેલ છે તે બદલ ટ્રસ્ટ તેમનો આભાર માને છે.
આ પુસ્તક http://www.AtmaDharma.com ૫૨ મૂકેલ છે.
ટ્રસ્ટી શ્રી સીમંધ૨ કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ રાજકોટ