________________
શ્લોક-૧૧૨
૨૨૫
એમ ‘જ્ઞાનજ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ. આત્મધર્મ થયો. જે પુણ્યમાં ધર્મ માનતો એ મિથ્યાત્વ હતું, અજ્ઞાન હતું, પાખંડ હતું. આહા..હા....! એ જ્ઞાનજ્યોતિ પોતે ચૈતન્યસ્વરૂપ છું, ઝળહળ જ્યોતિ ચૈતન્ય ભગવાન પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાનના સ્વભાવથી ભરેલો એવો હું છું એમ જ્ઞાનજ્યોતિ પ્રસિદ્ધ થઈ. ત્યારે તેને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયું. આહા..હા..!
આ જ્ઞાનજ્યોતિ અથવા જ્ઞાનકળા...” શું કહે છે ? જે આત્મામાં પુણ્ય અને પાપના ભાવથી ભિન્ન પડી, જુદો થઈ અને આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ છું એમ ભાન થયું એ જ્ઞાનની એક કળા ઉઘડી. જેમ બીજ ઉઘડે છે, બીજ એમ આ કળા ઉઘડી. હવે બીજ જેમ પૂર્ણતાને પામે છે, બીજ થાય અને તેર દિએ પૂર્ણ પૂનમ થયા વિના રહે નહિ. જેને બીજ ઉગી એને) તેરમે દિએ પૂનમ થાય, થાય ને થાય જ. એમ જેને ભગવાન આત્મા જે પુણ્ય અને પાપના ભાવથી પૃથક થઈ અને સમ્યગ્દર્શન અને સમ્યકૃજ્ઞાનની કળા જાગી (એને પૂર્ણતા થયા વિના નહિ રહે. આ..હા..હા..! ઝીણી વાત છે, પ્રભુ !
આ..હા..! ભગવાન તો આત્માને પ્રભુ તરીકે બોલાવે છે. ભગવાન આત્મા ! એમ કરીને (બોલાવે છે). ૭૨ ગાથા છે. ભગવાન આત્મા ! અતીન્દ્રિય આનંદનું દળ, અતીન્દ્રિય જ્ઞાનનો સાગર, અતીન્દ્રિય ઈશ્વરતા ને સ્વચ્છતા ને શાંતિનું પૂર છે ઈ ! અરે..રે..! એ આત્મા શું ચીજ છે તેને જાણ્યા વિના એ બધા દયા, દાન, વ્રત, તપ, ભક્તિ અનંત વાર કરી. એમાંથી સંસાર રખડવાનું કહ્યું નહિ. આહા..હા..! આ જ્ઞાન કેવળ જ્યાં પ્રગટ્યું.. આહા...હા...! જ્ઞાનકળા જાગી હજી તો. એ કેવળજ્ઞાનરૂપી પરમકળાનો અંશ છે.” શું કહે છે ? પરમાત્મ દશા જે આત્મામાં કેવળજ્ઞાન થાય છે (તે) ત્રણકાળ, ત્રણલોકને જાણનારું સર્વજ્ઞપણું જ્યાં આત્મામાં પ્રગટ થાય છે એ સર્વજ્ઞપણું (એટલે કેવળજ્ઞાન પ્રગટ થાય છે. એ કેવળજ્ઞાનનો આ જ્ઞાનકળા એક અંશ છે.
પૂનમને દિ જે પૂર્ણ ચંદ્રમાં થાય છે એનું બીજ એ એક એનો અંશ છે. પૂનમને દિ પૂર્ણ ચંદ્રમા જે સોળ કળાએ ખીલે એ બીજનો જે ચંદ્રમાં છે એ એનો અંશ છે. એમ
જ્યાં આત્મા – ભગવાનઆત્મા પોતાના સ્વરૂપની જાગૃતિ કરીને... આ...હા..હા...! એ રાગના વિકલ્પની ચાહે તો ભગવાનની ભક્તિનો રાગ હો, એ પણ બંધનું કારણ અને રાગ છે. આહાહા...! એનાથી ભિન્ન પડીને જ્ઞાનની કળા જાગી એ કેવળજ્ઞાનરૂપી પરમકળાનો અંશ છે... આ...હા.... એ પૂનમ છે એ ચંદ્રની પૂર્ણ કળા છે. બીજ છે એ પૂર્ણ કળાનો અંશ છે. એમ આત્મામાં કેવળજ્ઞાન પરમાત્મદશા જે થાય તેની આ સમ્યકજ્ઞાન ચૈતન્યકળા જાગી કે હું તો પુણ્ય અને પાપના પરિણામથી ભિન્ન મારું સ્વરૂપ છું, પુણ્ય-પાપ તો બંધના કારણ, ધર્મના કારણે નહિ, એમ જે જ્ઞાનની જ્યોતિ – જ્ઞાનકળા, એ જ્ઞાન સ્કૂર્ય, એ કળા કેવળજ્ઞાન જે પૂર્ણ જ્ઞાન છે એનો એ અંશ છે. હાય હાય. આવી વાતું છે. લોકો કંઈક કંઈક સલવાઈને પડ્યા છે. પરિભ્રમણ કરતાં કરતાં અનંત કાળ થયો. ચોરાશી લાખ યોનિ, એમાં એક એક