________________
શ્લોક-૧૩૧
૫૬૩
આવી વાતું છે.
એક કોર ભગવાન મુક્ત સ્વરૂપ, એને બંધના રાગ સાથે એકત્વ માનવો. આહા...હા...! અબદ્ધ સ્વરૂપ કહો, મુક્ત સ્વરૂપ કહો. અબદ્ધ ૧૪-૧૫ ગાથામાં આવે છે ને? “નો પરસરિ
પ્પા ગવદ્ધ એ અબદ્ધ સ્વરૂપની સાથે કંઈ પણ રાગના સંબંધવાળો એને માનવો... આહા..હા....! એ મિથ્યાદષ્ટિ (છે). સંસાર નરક ને નિગોદના ભવ કરવાની ભાવના, ભાવવાળો છે. આહા..હા....! રાગના નાનામાં નાના કણને પણ પોતાનો માને તો કહે છે કે, (સર્ચ વ અમાવત: ઉદ્ધા:) એને ભિન્ન ન પાડયું તેથી તે બંધાયેલા છે. આહા..હા....! શ્લોક તો નાનો છે (પણ) ભાવ ઘણા ગંભીર છે. આ.હા..!
જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે.” આહાહા...! જે જીવને રાગના અંશથી પણ આત્મા ભિન્ન છે, તદ્દન નિરાળો મુક્ત અબદ્ધ સ્વરૂપ છે, એવું જેને જ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે. આ..હા...! આટલી તપસ્યા કરે ને આટલા અપવાસ કરે ને આટલા વ્રત પાળે તો કર્મથી છૂટે છે, એમ નથી. આહા..હા..! (શું કહ્યું ? જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે.” આ...હા...હા..! “મોક્ષ પામે જ છે.” છૂટે છે એટલે રાગથી ભિન્ન પડે છે, ભેદજ્ઞાન કરે છે એ કર્મથી છૂટે છે), મોક્ષ પામે જ છે.
માટે કર્મબંધનું સંસારનું મૂળ....” કર્મબંધનું એટલે ? કે “સંસારનું મૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે...' ભાષા દેખો ! આ..હા..! સંસારનું મૂળ મિથ્યાત્વ (છે). એ મિથ્યાત્વ, ભેદજ્ઞાનનો અભાવ છે માટે મિથ્યાત્વ છે. આહાહા...! વખત મળે જ્યારે ત્યારે વળી. આહાહા...! વિરોધ કરે એની સામે ઉભા રહેવા પડે. અરે! ઉભા શું રહેવું? કરે દુનિયા. એના વિરોધનું સમાધાન કરવા બેસે તો પાર ન મળે. એવા ઘણા માણસ મળે. આ..હા..! તારા સ્વભાવ તરફ ઢળી જા ને ! બધા વિરોધ કરે છે એને ઘરે રહ્યા. વિરોધવાળાને સમાધાન ન થાય એથી તને શું છે ? આ..હા...! આ વિરોધ કરે છે તો એને હું ઉત્તર આપું અને વળી એ ન સમજે તો વધારે ઉત્તર આપું. એ પણ પાછું ત્યાંને ત્યાં અટકવાનું છે. આહાહા... આવો માર્ગ છે. દુનિયાથી જુદી જાત છે.
ભેદવિજ્ઞાનનો અભાવ જ છે.” “કર્મબંધનું-સંસારનું મૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને મોક્ષનું પ્રથમ કારણ...” એટલે મૂળ કારણ “ભેદવિજ્ઞાન જ છે. લ્યો ! છે ને ? સંસારનું મૂળ કારણ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે. આહા..હા...! સંસારનું મૂળ કારણ કર્મ છે, નિદ્ધત અને નિકાચિત અને આ કર્મ છે, એમ નથી કહ્યું. આહાહા...! “સંસારનું-મૂળ કારણ ભેદવિજ્ઞાનનો અભાવ જ.” ભેદવિજ્ઞાનનો અભાવ જ છે. એકાંતથી નહિ, કથંચિત્ કર્મથી પણ છે એમ કહો. કથંચિત કર્મથી પણ રખડે છે, કથંચિત ભેદવિજ્ઞાનના અભાવથી રખડે છે એમ કહો. ના.. ના. આહા..હા..! ભેદવિજ્ઞાનના અભાવથી જ રખડે છે. આહા...હા...! સિદ્ધાંત તો જુઓ ! સિદ્ધાંત. એટલે કે તારા અધિકારની વાત છે, એમ કહે છે. રખડવામાં