________________
૪૨૮
સમયસાર સિદ્ધિ-૬
પરરૂપથી નિવૃત્તિ થઈ. ચૈતન્યજ્યોતિ – ભાષા એમ છે ને ? ‘ઉત્પન્ન કરતી. એટલે શું (ઉત્પન્ન કરતી)? (કે) ચૈતન્યજ્યોતિ ઉત્પન્ન કરતી. આહા...હા...!
પરરૂપથી જુદી (અર્થાત્ પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવોથી જુદી),...” પદ્રવ્ય – શરીર, કર્મ વગેરે અને પરદ્રવ્યના નિમિત્તથી થતા વિકાર ભાવ, એનાથી ચૈતન્યજ્યોતિ જુદી થઈ. આહા..હા..! આમાં પર્યાયની વાત છે, હોં ! ત્રિકાળી ચૈતન્ય છે એ તો (છે). આ તો ચૈતન્યજ્યોતિ પર્યાયમાં પ્રગટ થઈ. સંવર પર્યાયની વાત છે ને ! સંવર એ પર્યાય છે. તો એ ચૈતન્યજ્યોતિ ત્રિકાળ જે છે તેનો આશ્રય લઈને પરથી રહિત થઈને, સ્વથી સહિત થઈને, ચૈતન્યજ્યોતિ પર્યાયમાં પ્રગટ થઈ. આહા...હા...!
સિચ-સ્વરૂપે નિયમિત પુરત પોતાના સમ્યક્ સ્વરૂપમાં...” જે ચૈતન્યજ્યોતિ જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ એ પોતાના નિશ્ચળ સ્થિર સ્વરૂપમાં પ્રકાશતી,...” “પોતાના સમ્યક સ્વરૂપમાં નિશ્ચળપણે પ્રકાશતી,... આહા..હા..! “
ચિન્મય, ઉજ્જવળ –નિરાબાધ, નિર્મળ, દેદીપ્યમાન)...” એવી દુનિન-SRI-BI-મારHI (અર્થાતુ) પોતાની શક્તિના જોરથી. પ્રિ-માર|| ‘પોતાના ચૈતન્યરસના) ભારવાળી...” આ...હા...હા...! આસવને તો ક્યાંય તોડી નાખ્યો, કહે છે. પોતાના ચૈતન્યસ્વરૂપના ભારવાળી દશા પ્રગટી છે. ચૈતન્ય. ચૈતન્ય. ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય... એવી જે શુદ્ધ પરિણતિ અને [નિન-૨૨૩-પ્રભાર|| ‘નિજરસના પોતાના ચૈતન્યરસના).. આહા..હા...! આસ્રવમાં તો દુ:ખરસ હતો. આ નિરસ, આનંદના રસથી ફેલાય છે. બે બોલ લીધા. ચૈતન્ય ચિજ્યોતિ પ્રગટી પણ નિજરસ – આનંદસહિત પ્રગટી. ત્યાં ત્યાં જ્ઞાન ને આનંદ વધારે લે છે.
પોતાના સમ્યક સ્વરૂપમાં.... “નિર્મળ, દેદીપ્યમાન) નિજરસના પોતાના ચૈતન્યરસના) ભારવાળી...” ચૈતન્યરસનો અતિશય – વિશેષતા થઈ. આહાહા...! આમ્રવનો અભાવ કરી અને સ્વરૂપનો આશ્રય કર્યો ત્યારે આવી ચૈતન્યજ્યોતિ નિજરસ – આત્માના રસવાળી, આનંદના રસવાળી પ્રગટ થઈ. આવું છે. આહા..! “જ્યોતિ પ્રગટ થાય છે....” લ્યો ! અહીં કહ્યું છે ને ? ઉત્પન. ઉત્પન્ન કરતી, હતું ને ત્યાં ? એ ઉત્પન્ન કરતી (એટલે) આ ચૈતન્યજ્યોતિ. “પ્રગટ થાય છે, ફેલાય છે.” આ...હા...હા...! આ તો જ્ઞાનની માંગળિકતા કરી.
પોતાના ચૈતન્યસ્વરૂપથી ભરેલો, તેનો આશ્રય લઈને ચૈતન્યજ્યોતિ પ્રગટ થઈ એ નિત્ય પ્રકાશમાન રહેતી અને પોતાના નિજરસથી પ્રગટ થઈ. એનો પરરસ ટળી ગયો. આનંદના રસથી પ્રગટ થઈ. સંવર થાય તેને આનંદ આવે, એમ કહે છે. આહાહા...! નિજરસના.... આહા..! અતિશયથી જ્યોતિ – ચૈતન્યજ્યોતિ પ્રગટ થાય છે, વિસ્તાર પામે છે. જ્ઞાન પોતે પર્યાયમાં વિસ્તાર વિસ્તાર વિસ્તાર પામે છે, ફેલાય છે. જેમ કમળ ખીલે એમ ભગવાન આત્મા આસવથી રોકાયને સ્વરૂપ તરફ ઢળતા એ આત્મા પર્યાયમાં ખીલી નીકળે છે. જ્ઞાન, આનંદ, શ્રદ્ધા આદિ શાંતિ આદિથી ખીલી નીકળે છે. અને અહીં સંવર કહેવામાં આવે છે. લોકોમાં આમ થોડો હાથ જોડીને ઉભો રહે તો (કહે) સંવર થઈ ગયો ! આ