________________
ગાથા૧૫૫
૯૯
આખું લીધું છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો આ નવ તત્ત્વની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન (કહ્યું છે). ઈ નવ તત્ત્વ આ રીતે છે).
એક જીવ સ્વભાવનું શ્રદ્ધવું થઈ અને બીજી બધી પર્યાયો એમાં નથી એવું જ્ઞાન થઈને શ્રદ્ધા થાય એનું નામ સમ્યગ્દર્શન (છે). મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શન’ છે ને ! તત્ત્વાર્થના નામ તો નવ છે, ભલે ત્યાં સાત આપ્યા છે. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. પણ એમાં એક વચન છે. એકવચન એટલે નવમાંથી એકરૂપની જે ભેદ વિનાની શ્રદ્ધા (થવી તે સમ્યગ્દર્શન છે). આહા..હા...! સાતનો ભેદ પણ જેમાં નથી. “મૂલ્યેળામિળવા તેરમી ગાથામાં) આવે છે ને ! “મૂર્ત્યામિળવા ભૂતાર્થથી જાણેલા નવ તત્ત્વને એટલે કે આત્માને ભૂતાર્થથી જાણતા નવ તત્ત્વ જણાય જાય છે અંદર.
આહા..હા...!
એટલે અહીં (કહ્યું કે), મોક્ષનું કારણ ખરેખર...’ ખરેખર ‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.’ એ ખરેખરની આ વ્યાખ્યા આવે છે. તેમાં ખરેખર ‘સમ્યગ્દર્શન...’ એ ‘જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે...’ આત્માનું પરિણમવું, નિર્વિકલ્પપણે પરિણમવું. આહા..હા...! ભેદ વિનાનું અભેદપણે પરિણમવું. આહા..હા...! તે સમ્યગ્દર્શન છે. શેઠિયાઓને બહુ તુલના કરવાની ઓલી (દ૨કા૨) ન હોય. પૈસા ખર્ચે, દાન આપે એટલે જાણે ધર્મ થઈ જાય એમ માને.
‘સાહુજી’ ઘણા પૈસા આપતા હતા. અમારી ૮૭મી (જન્મજયંતી) ત્યાં હતી ને ! ‘મુંબઈ’માં સત્યાસીમી જન્મજયંતી (હતી) ઈ વખતે સત્યાસી હજાર આપ્યા હતા. તીર્થમાં ! તીર્થ ફંડમાં સત્યાસી હજા૨ (આપ્યા). પેલી સત્યાસીમી જન્મજયંતિ હતી (એટલે) સત્યાસી હજા૨ (આપ્યા). લોકોને એમ થઈ જાય કે, આ..હા..હા...! સત્યાસી હજાર શું, સત્યાસી લાખ આપે તોય શું ? એમાં રાગ મંદ કર્યો હોય તો પુણ્ય છે. પણ આબરુ માટે ને દુનિયા મને વખાણે, એ હોય તો એ પાપ છે. અહીં તો એ વાત છે. આ..હા....!
હવે સમ્યજ્ઞાન કોને કહેવું ? જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે શાનનું થવું...' આહા..હા...! શાસ્ત્રનું જ્ઞાન ને આ જ્ઞાન, એ નહિ. જીવાદિ નવ પદાર્થોના જ્ઞાનસ્વભાવે (થવું). એનો જે આત્મસ્વભાવ છે, એ આત્મસ્વભાવે પરિણમવું. એ જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થવું, આત્મ સ્વભાવે આત્માનું પરિણમવું. આ..હા..હા...! તે જ્ઞાન છે, બાકી આ બધા જ્ઞાન બહારના વ્યાકરણ ને સંસ્કૃત એ કોઈ જ્ઞાન નથી. આહા..હા...! શાસ્ત્રજ્ઞાન, અગિયાર અંગનું જ્ઞાન એ કંઈ જ્ઞાન નથી.
અહીંયાં તો આત્મા જ્ઞાનમૂર્તિ પ્રભુ છે, એ જ્ઞાનપણે પરિણમે, જ્ઞાનપણે જ્ઞાતાનું જ્ઞાન પરિણમે એનું નામ જ્ઞાન છે. આ..હા..હા...! બહારના શાસ્ત્રના ભણતર-બણતર (એ કંઈ જ્ઞાન નથી). આવ્યું (છે), પરમાત્મપ્રકાશ’માં આવ્યું છે. ભાવના અવલંબે સૂત્રનો અભ્યાસ કરવો. આવે. આ..હા..! પણ એ તો ભગવાન ચૈતન્યસ્વરૂપ છે, જેમાં આખું જ્ઞાન ભર્યું