________________
૧૧૪
સમયસાર સિદ્ધિ-૬ થાય છે. તે દ્રવ્યના – જીવના સ્વભાવ વડે જ્ઞાન એટલે સ્વભાવનું (એટલે કે) જ્ઞાનનું, શ્રદ્ધાનું, શાંતિનું, આત્માનું પરિણમન થાય છે. એક દ્રવ્યના સ્વભાવ વડે શુદ્ધ પરિણમન થાય છે. બાકી અન્ય દ્રવ્યનો જે રાગાદિ સ્વભાવ (છે) એ બધો પુદ્ગલનો સ્વભાવ છે. વિશેષ કહેશે....
શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !
સમયસારની ૩૨૦મી ગાથાની શ્રી જયસેનાચાર્યદેવની ટીકામાં આવે છે કે આત્મા એ મોક્ષનો માર્ગ અને મોક્ષની પર્યાયથી ભિન્ન છે. મોક્ષની પર્યાયનો કર્તા આત્મા નહિ, ધ્રુવ નહિ. આવી વાત છે ! કેમ કે કર્તા હોય તો બે એક થઈ જાય જેમ. એક સત્તાવાળું દ્રવ્ય બીજા સત્તાવાળાને કાંઈ કરે તો બન્ને એક થઈ જાય તેમ.
ભગવાન આત્માની સ્વભાવ સત્તા અને વિભાવ સત્તા બે સત્તા જ ભિન્ન છે, બને હોવાપણે ભિન્ન છે. માટે, હોવાપણે ભિન્ન તે સ્વભાવ તે વિભાવને કેમ કરે ? સ્વભાવની પર્યાય તે વિભાવને કેમ કરે ? ન જ કરે. સ્વભાવ પર્યાય જે છે તે વિભાવ પર્યાયની કર્તા નથી. ભગવાન આત્મા આસવ સત્તાનાં હોવાપણાનાં ઉદયભાવથી તો ભિન્ન વસ્તુ છે. ઉદયભાવ એ તો ભાવબંધ તત્ત્વ છે અને સ્વભાવ અબંધતત્ત્વ છે; તેથી અબંધતત્ત્વ એ બંધતત્ત્વનો કર્તા નથી. જો કર્તા થાય તો એ બને એક થઈ જાય, પણ એમ છે નહિ. હવે, જે વીતરાગી પર્યાય થઈ તે આસવની કર્તા નથી. તે વીતરાગી પર્યાય આસવની પર્યાયને અડતી જ નથી, આલિંગન કરતી જ નથી. જો આલિંગન કરે તો બને એક થઈ જાય. વીતરાગી પર્યાય અને આસવની પર્યાય બને ભિન્ન છે. મૂળ સિદ્ધાંત તો એ છે કે જેનું હોવાપણું ભિન્ન છે તેને બીજું હોવાપણું અડી શકતું નથી; અડી શકતું નથી માટે કર્તા નથી.
આમ ત્રણ ભિન્ન સત્તા થઈ : (૧) સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય એ ભિન્ન સત્તા છે માટે પરનો કર્તા નહિ. (૨) સ્વાભાવિક વસ્તુ અને તેની નિર્મળ પર્યાય તેનાથી આસવ પર્યાય તદ્દન ભિન્ન છે. આસવભાવ ઉદયભાવ પણ પરદ્રવ્ય છે માટે દ્રવ્ય અને તેની નિર્મળ પર્યાય પણ તે આસવભાવ-પદ્રવ્યની કર્તા છે નહિ અને (૩) વીતરાગી પર્યાય અને દ્રવ્યની સત્તા એક નથી. એક સામાન્ય સત્તારૂપ ધર્મ છે અને એક વિશેષ સત્તારૂપ ધર્મ છે. બે એક સત્તાપણે નથી, અને સત્તા ભિન્ન છે માટે, ભિન્ન સત્તા હોવાથી દ્રવ્ય એ વીતરાગી પર્યાયનો પણ કર્યા નથી. મોક્ષમાર્ગની પર્યાયનો–મોક્ષની પર્યાયનો પણ દ્રવ્ય કર્તા નથી.
-પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ નવેમ્બર-૨૦૦૬