________________
ગાથા ૧૫૬
૧૧૫
શનિવાર, જેઠ સુદ ૧, તા. ૨૬-૦૫-૧૯૭૯
પ્રવચન નં. ૨૩૬ ગાથા૧૫૬, શ્લોક - ૧૦૬, ૧૦૭
સમયસાર’ ૧૫૬ ગાથાનો ભાવાર્થ. “મોક્ષ આત્માનો થાય છે.” મોક્ષ એટલે પરમ આનંદનો લાભ કે અનંતા ગુણની પૂર્ણ પર્યાયનો લાભ આત્માને થાય છે. તો તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ.” મોક્ષનું કારણ મોક્ષ જ્યારે આત્માનો થાય છે તો તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ. કેમકે આત્માના જે અનંત ગુણો છે એ બધા શુદ્ધ છે. કોઈ ગુણ વિકારરૂપે થાય એવો કોઈ ગુણ નથી. તેથી તેના અનંત ગુણ જે સ્વભાવ (છે), એ એનું – મોક્ષનું એ કારણ છે. અનંત ગુણનો સ્વભાવ, એનો જે આશ્રય, એનું જે પરિણમન, એ આત્માનો મોક્ષ થાય છે તો આત્માનો સ્વભાવ મોક્ષનું એ કારણ છે. દયા, દાન, વ્રત, વ્યવહાર રત્નત્રય એ બધાનો નિષેધ છે. અહીંયાં એને) પુદ્ગલસ્વભાવી કહ્યો છે. કેમકે આત્માનો (એ) કોઈ ગુણ નથી. પર્યાયમાં થાય છે તે નિમિત્તને આધીન (થાય છે તેથી થાય છે. તેથી તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ. આહાહા...!
જે અન્ય દ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય ?’ એ પુણ્ય અને પાપનો ભાવ આત્માનો કોઈ સ્વભાવ નથી. અનંત ગુણમાં કોઈ ગુણ નથી. પર્યાયમાં છે માટે એ પર્યાયમાં પરને આધીન થયેલો હોવાથી.. આહાહા...! અન્ય દ્રવ્યના સ્વભાવવાળો હોવાથી તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય ?’ આહા...હા......!
શુભ કર્મ પુદ્ગલસ્વભાવી છે...... દયા, દાન, વ્રત, ભક્તિ, નામસ્મરણ, ચિંતવનાદિ બધું એ શુભભાવ પુદ્ગલસ્વભાવી છે, આત્મસ્વભાવી નહિ. આત્માના અનંતા અનંતા ગુણો છે, પણ બધા શુદ્ધ છે) અને શુદ્ધપણે પરિણમે તે તેનો સ્વભાવ છે. તેથી પર્યાયમાં – અવસ્થામાં જે કર્મના નિમિત્તના લક્ષે થાય એ બધા પુગલના સ્વભાવ ગણીને મોક્ષના કારણમાં એનું કારણ નથી. આહા...હા...!
અન્ય દ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય ? શુભ કર્મ પુદ્ગલસ્વભાવી છેઆ અપેક્ષાએ. એનો ત્રિકાળી પુદ્ગલ જે છે, પર્યાયમાં તેને આશ્રયે થાય છે. કોઈ ગુણ આત્માનો નથી, કોઈ સ્વભાવ નથી કે વિકાર થાય. આહા...હા..! તેથી એ દયા, દાન, વ્રત, ભક્તિ(નું) થવું (એ) પુદ્ગલસ્વભાવી છે. જીવ સ્વભાવી ત્રિકાળ નથી તેથી પુદ્ગલસ્વભાવી છે. આહા...હા...! આવું છે. લોકોને ખ્યાલ નથી). થાય છે એની પર્યાયમાં પણ પર્યાયમાં થતાં થતાં એનો એવો કોઈ ગુણ નથી. ગુણ તે વિકારપણે પરિણમે એવો કોઈ ગુણ નથી. આહા...હા...! એ કારણે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ અન્ય દ્રવ્યસ્વભાવી