________________
ગાથા-૧૯૦ થી ૧૯૨
૫૪૫ કર્મ થશે નહિ, કર્મ થશે નહિ એટલે નોકર્મ થશે નહિ, નોકર્મ થશે નહિ એટલે સંસાર થશે નહિ. આહા..હા.... પૈસાના બહારના આબરૂના પાવર અંદર ચડી ગયા હોય ને એ હેઠે ઉતરે. આ..હા...! ઓલો ચાલીસ કરોડ ને ઓલો પચાસ કરોડ ને ઓલો બે અબજ ને ચાલીસ કરોડ ને. આ.હા..! સૌના પાણી ઉતરી ગયા. આહા..!
આ પ્રમાણે....” છે ? “નોકર્મનો અભાવ થાય છે; અને નોકર્મનો અભાવ થતાં સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે સંવરનો ક્રમ છે. લ્યો ! સંવરનો આવો ક્રમ છે. પહેલું ભેદવિજ્ઞાન કરવું ત્યાંથી શરૂ થાય છે. પહેલું આ કરવું, એમ શરૂઆત થતી નથી. ભક્તિ કરવી (ત્યાંથી શરૂઆત નથી કીધી). સંવર થવાનો ક્રમ આ છે. આહા...હા...! પહેલા જરી ભક્તિ કરવી, વાંચવું, નિવૃત્તિ લઈને, અશુભથી રોકાઈને શુભભાવમાં આવવું પછી શુભમાંથી ખસવું એ વાત અહીં કરી નથી. આહા..હા...! સંવર તો આસવના અભાવથી થાય ને ! એમાં આસવ આટલો કરે તો સંવર થાય એમ ક્યાં આવ્યું ? આહાહા...! પહેલેથી ભેદજ્ઞાન કરવું. આહા.! એની શરૂઆત જ ભગવાન આત્મા અને બીજી ચીજ બે છે, બીજી ભલે અનંત હો, પણ બેની એકતા છે તેને તોડવી એ જ સંવરના ક્રમમાં પહેલી રીત છે. આમ છે. ભાવાર્થ કહેવાશે.
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન . ૨૬૬ ગાથા-૧૯૮થી૧૯૨, શ્લોક-૧૨૯, ૧૩૦
શુક્રવાર, અષાઢ સુદ ૫, તા. ૨૯-૦૬-૧૯૭૯
(‘સમયસાર', “સંવર અધિકારની) છેલ્લી ગાથાનો ભાવાર્થ. “જીવને જ્યાં સુધી આત્મા ને કર્મના એકપણાનો આશય છે. આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ એનો કર્મની સાથે એકત્વબુદ્ધિ છે, રાગ સાથે (એકત્વબુદ્ધિ છે). રાગનો વિકલ્પ ઉઠે ચાહે તો પુણ્યનો હોય કે પાપનો હોય) પણ રાગ સાથે આત્માને એકત્વબુદ્ધિ છે ત્યાં સુધી મિથ્યાત્વ છે. છે ? જુઓ !
“ભેદવિજ્ઞાન નથી..” અસ્તિ-નાસ્તિ કરી. જ્યાં સુધી ભગવાન આત્મા પવિત્રતાનો પિંડ છે એને અપવિત્રતા રાગાદિની એકતાબુદ્ધિ છે એટલે કે ભેદજ્ઞાન નથી, એનાથી જુદો છે, જુદો છે એવું જુદાનું ભાન નથી, ત્યાં સુધી મિથ્યાત્વ...” લ્યો, બહુ ટૂંકી વાત છે. સ્વદ્રવ્યમાં પદ્રવ્યનો કોઈપણ અંશ, રાગઅંશ હો, પુણ્યઅંશ કે શરીર કે કર્મ, કોઈપણ પરદ્રવ્યનો એક અંશ આત્માની સાથે એકત્વબુદ્ધિ છે એ મિથ્યાત્વ ભાવ છે. કેમકે દ્રવ્ય બેય તદ્દન જુદા (છે). અને અંદર વિકાર થાય એ પણ તત્ત્વ – જ્ઞાયકતત્ત્વથી જુદું તત્ત્વ છે. પુણ્ય-પાપનો ભાવ જ્ઞાયકભાવથી જુદું તત્ત્વ છે. જુદાને એકપણાની માન્યતા... આહા...હા...! એ મિથ્યાત્વ