________________
૩૩૨
સમયસાર સિદ્ધિ-૬ અને માલ લઈને આવે ત્યારે હાથમાં છત્રી લટકતી આમ.... રેલમાંથી ઉતરે તો આવે. ત્રણચારિ દિએ, ત્રણ-ચાર દિએ “મુંબઈ માલ લેવા જાવું પડે. મહિનાનો પાસ લીધેલો. આ તો તે દિ' (સંવત) ૧૯૬૪-૬૫-૬૬ની વાતું છે. ૧૯૬૩માં કુંવરજીની દુકાન કરી હતી. અમારા મોટાભાઈને સાથે લીધા હતા. આહા..હા...! એ બધી વાત જાણે, એકેએક ! મુંબઈમાં આ ચીજનો આ ભાવ છે, આ ભાવે આ ચીજ આપણે લાવેલા એમાં આટલી ખપી છે અને આટલી બાકી છે અને એ ચીજ) નવા ભાવમાં આવા ભાવની આવવાની છે. એ...ઈ...! અમારે ‘આણંદજી” હતો, “આણંદજી ! છેવટે પગ તૂટી ગયો હતો એટલે ચાલી શકતો નહોતો. બાયડી-ભાયડો બે જ હતા, લાખો રૂપિયા હતા. પછી દુકાન છોડી હતી. તોય બે કલાક દુકાને આવે.
મુમુક્ષુ – ઘરે શું કરે ?
ઉત્તર :– આ ઘર નથી અંદર? આહા..હા..! નિજઘરમાં જાય તો ત્યાં મહાપ્રભુ બિરાજે છે. આહાહા...! એમને એમ મરી ગયો. છેવટે કહે કે, અરે.રે.... મને કોઈએ કહ્યું નહિ. કારણ કે એકલો. બાયડી-ભાયડો બે જ હતા ને દુકાનમાં પાપ કર્યા ઘણા. અને મેં એને કહેલું પણ ઈ મારું કાંઈ (માન્યો નહિ). ઈ તો મહારાજ ત્યાગી છે તો કહે (એમ લઈ ત્યે). પણ મને કોઈ કુટુંબીએ કહ્યું નહિ કે, છોડી દે. પણ તું શું કરવા (કરે છે) ? મજૂર કરીને બેઠો હોય તો મજૂરી કર ને અહીં. આહા..હા...! અરે.રે..! હવે હું જાઉં છું. કોઈએ મને છોડવાનું કહ્યું નહિ. મેં છોડ્યું નહિ, મારે કાંઈ નહોતું તોય. એક જ બાયડી છતાં (છોડ્યું નહિ). લાખો રૂપિયા હતા. પછી તો બેય મરી ગયા. વહુ પણ મરી ગઈ. આહાહા..! આ નાટક સંસારનું ! આ.હા..!
દામનગરમાં એક ખુશાલભાઈ હતા. આપણે અહીં ‘જગુભાઈ” રહેતા, “જગુભાઈ ! મોટા ગજુભાઈ ! “ગઢડાએ ગુજરી ગયા. એના બાપ હતા. લૌકિકમાં ડાહ્યા કહેવાતા. એક આંખ હતી ને એક આંખ નહોતી. ગામમાં જ્યાં તકરાર હોય, એવું હોય ત્યાં) જાય તો સમાધાન કરી નાખે. ઘણી વખત એવું બધું કરેલું. ઈ મરવા ટાણે, ભાઈ ! આ.હા..હા..! એનાથી શ્વાસ લેવાય નહિ, મુંઝવણનો પાર ન મળે. જોવા આવે, શેઠિયાઓ જોવા આવે. ‘દામોદરશેઠ” જોવા આવે. ગામમાં કર્તા-હર્તા ઈ હતા ને ! જોવા આવે. પછી રોવે. અરે..રે...! મેં મારું કાંઈ ન કર્યું. મેં પરનું કરવામાં રોકાઈને મેં મારું બગાડ્યું. અરે....હવે ટાઈમ રહ્યો નહિ. એમ છેલ્લો બોલતો હતો. સંસારના ડાહ્યા કહેવાતા. ખુશાલભાઈ ખુશાલ પ્રેમચંદ ! એના બાપનું નામ. આહાહા...! એ ભાઈ રોતા રોતા દેહ છૂટી ગયો. મેં મારું કાંઈ ન કર્યું. અરેરે..! આમ દેહ પૂરો થઈ જશે. માણસો એમને એમ બફમમાં રહ્યા કરે. હજી પછી કરશું, પછી કરશું, પછી કરશું. આટલું કરશું, આટલા પછી કરશું, આટલા પછી કરશું. ઈ પછીમાં પહેલું આવે નહિ અને પછીનું પછી રહ્યા કરે. આહાહા...! અરે..રે..! આવા