________________
૧૪
સમયસાર સિદ્ધિ-૬. પરિણામમય જ છે તેથી કર્મનો આશ્રય કેવળ બંધમાર્ગ જ છે (અર્થાત્ કર્મ એક બંધમાર્ગના આશ્રયે જ થાય છે–મોક્ષમાર્ગમાં થતાં નથી); માટે કર્મ એક જ છે.
આ પ્રમાણે કર્મના શુભાશુભ ભેદના પક્ષને ગૌણ કરી તેનો નિષેધ કર્યો; કારણ કે અહીં અભેદપક્ષ પ્રધાન છે, અને અભેદપક્ષથી જોવામાં આવે તો કર્મ એક જ છે – બે નથી.
પ્રવચન નં. ૨૨૯ ગાથા–૧૪૫
ગુરુવાર, વૈશાખ વદ ૬, તા. ૧0૫-૧૯૭૯
(“સમયસાર') “પુણ્ય-પાપ અધિકાર (ની) પહેલી ગાથા – ૧૪પ.
कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं । कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि।।१४५।। છે કર્મ અશુભ કુશલ ને જાણો સુશીલ શુભકર્મને !
તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે ? ૧૪પ. આ ગાથામાં શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન કરવામાં આવે છે). શુભાશુભ કર્મનું વર્ણન, એમ છે હોં ભાવનો પાઠ નથી. તેથી કેટલાક લોકો કહે છે ને ! ઈ તો કર્મની વાત છે. પણ ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ એમાંથી ચાર બોલ કાઢશે.
ટીકા :- કોઈ...” વ્યવહારના પક્ષવાળા કર્મને શુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી....” શું કીધું ? જે કર્મબંધન થાય એને “શુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી અને કોઈ કર્મને અશુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી કર્મના કારણમાં ભેદ તફાવત છે.” એમ વ્યવહારનયવાળાનો એક પક્ષ છે. આ...હા...! “(અર્થાત્ કારણ જુદાં જુદાં છે,...” પુણ્ય બંધાય એમાં શુભભાવ હોય છે અને પાપ બંધાય એમાં અશુભભાવ હોય છે. એટલે અજ્ઞાની વ્યવહારનયવાળા (એમ કહે છે કે, બે બંધના કારણમાં બે ભેદ છે. માટે બે ચીજ જુદી છે, એમ વ્યવહારવાળાનો પક્ષ છે.
“કોઈ કર્મ શુભ પુદ્ગલપરિણામમય....” એના પરિણામની પહેલી વાત કરી કે, પુણ્ય બંધાય છે તેમાં શુભભાવ નિમિત્ત છે. પાપ બંધાય એમાં અશુભભાવ) નિમિત્ત છે તો પરિણામમાં ભેદ છે, એમ વ્યવહારનયવાળાનો પક્ષ છે. અહીંયાં એ કહે છે) કે, “કોઈ કર્મ શુભ પુદ્ગલપરિણામમય...” હવે બંધનની વાત થઈ. પેલા પરિણામની વાત હતી. કોઈ કર્મ શુભ પુદ્ગલપરિણામમય અને કોઈ કર્મ અશુભ પુદ્ગલપરિણામમય હોવાથી. એમ કે બંધનમાં ફેર છે. કોઈ શુભ પગલકર્મ બંધાય અને કોઈમાં અશુભ છે. આહાહા..! માટે ભેદ છે.