________________
ગાથા-૧૪૫
૧૩
આશ્રયમાં ભેદ છે. માટે—જોકે (૫૨માર્ચે) કર્મ એક જ છે તોપણ–કેટલાકનો એવો પક્ષ છે કે કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે. પરંતુ તે પક્ષ) પ્રતિપક્ષ સહિત છે. તે પ્રતિપક્ષ (અર્થાત્ વ્યવહારપક્ષનો નિષેધ કરનાર નિશ્ચયપક્ષ) આ પ્રમાણે છે :
-
શુભ કે અશુભ જીવપરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના કારણમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ પુદ્ગલ પરિણામ કેવળ પુદ્ગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ ફળરૂપે થતો વિપાક કેવળ પુદ્ગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના અનુભવમાં (–સ્વાદમાં) ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ (સારો) એવો મોક્ષમાર્ગ તો કેવળ જીવમય હોવાથી અને અશુભ ખરાબ) એવો બંધમાર્ગ તો કેવળ પુદ્દગલમય હોવાથી તેઓ અનેક (–જુદાં જુદાં, બે) છે; તેઓ અનેક હોવા છતાં કર્મ તો કેવળ પુદ્ગલમય એવા બંધમાર્ગને જ આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ નથીઃ માટે કર્મ એક જ છે. ભાવાર્થ :– કોઈ કર્મ તો અરહંતાદિમાં ભક્તિ-અનુરાગ, જીવો પ્રત્યે અનુકંપાના પરિણામ, મંદ કષાયથી ચિત્તની ઉજ્જવળતા ઇત્યાદિ શુભ પરિણામોના નિમિત્તે થાય છે અને કોઈ કર્મ તીવ્ર ક્રોધાદિક અશુભ લેશ્યા, નિર્દયપણું, વિષયાસક્તિ, દેવ-ગુરુ- આદિ પૂજ્ય પુરુષો પ્રત્યે વિનયભાવે ન પ્રવર્તવું ઇત્યાદિ અશુભ પરિણામોના નિમિત્તથી થાય છે; આમ હેતુનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે, શાતાવેદનીય, શુભ-આયુ, શુભનામ અને શુભગોત્ર–એ કર્મોના પરિણામ (–પ્રકૃતિ વગેરે)માં તથા ચાર ઘાતિકર્મી, અશાતાવેદનીય, અશુભ-આયુ, અશુભનામ, અશુભગોત્ર–એ કર્મોના પરિણામ (–પ્રકૃતિ વગેરે)માં ભેદ છે; આમ સ્વભાવનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. કોઈ કર્મના ફળનો અનુભવ સુખરૂપ છે અને કોઈ કર્મના ફળનો અનુભવ દુઃખરૂપ છે, આમ અનુભવનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. કોઈ કર્મ મોક્ષમાર્ગને આશ્રિત છે (અર્થાત્ મોક્ષમાર્ગમાં બંધાય છે) અને કોઈ કર્મ બંધમાર્ગના આશ્રયે છે; આમ આશ્રયનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. આ પ્રમાણે હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય એ ચા૨ પ્રકારે કર્મમાં ભેદ હોવાથી કોઈ કર્મ શુભ છે અને કોઈ અશુભ છે એમ કેટલાકનો પક્ષ છે.
હવે એ ભેદપક્ષનો નિષેધ કરવામાં આવે છે ઃ– જીવના શુભ અને અશુભ પરિણામ બન્ને અજ્ઞાનમય છે તેથી કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે; માટે કર્મ એક જ છે. શુભ અને અશુભ પુદ્ગલપરિણામો બન્ને પુદ્ગલમય જ છે તેથી કર્મનો સ્વભાવ એક પુદ્ગલપરિણામરૂપ જ છે; માટે કર્મ એક જ છે. સુખરૂપ અને દુઃખરૂપ અનભવ બન્ને પુદ્ગલમય જ છે તેથી કર્મનો અનુભવ એક પુદ્ગલમય જ છે; માટે કર્મ એક જ છે. મોક્ષમાર્ગ અને બંધમાર્ગમાં, મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે અને બંધમાર્ગ કેવળ પુદ્ગલના