________________
ગાથા૧૫૧
૬૩
(છો) ? એનું જે જ્ઞાનનું, આનંદનું સ્વરૂપ (છે)... આહા..હા...! તેની પરિણતિથી તે જ્ઞાની કહેવામાં આવે છે. આહા..હા...! એ જ્ઞાની એટલે આટલું જાણ્યું ને આટલું જાણવામાં આવ્યું માટે જ્ઞાની છે (એમ નથી). ૫૨, શાસ્ત્ર આદિ (જાણવાની) વાત નહિ. આહા..હા...! ગાથા તો એક પછી એક ચડતી આવે છે !! આ..હા...! ‘સમયસાર’ એટલે આ..હા..હા...! અજોડ ચક્ષુ છે ! એની સાથે બીજા કોઈનો મેળ ખાય એવું નથી. આહા..હા...! એને જ્ઞાની કહે છે. મોક્ષમાર્ગની પરિણતિને જ્ઞાનસ્વરૂપ, આત્મસ્વરૂપ હોવાથી તેને જ્ઞાની કહે છે, તેને મુનિ કહે છે, તેને ૫૨માર્થ કહે છે, તેને સમય કહે છે, તેને શુદ્ધ કહે છે. આહા..હા....!
‘સ્વ’ ભવનમાત્રસ્વરૂપ હોવાથી સ્વભાવ છે...’ સહાવે” શબ્દ છે ને ? ઈ પછી છે. એટલા અર્થ થઈ ગયા ૫૨માર્થ, સમય, શુદ્ધ, કેવળી, મુનિ અને શાની. ‘તમ્તિ દિવા’ પછી સત્તાવે’ આવે છે. એ સદાવે”ની વ્યાખ્યા કરી. ત્રીજા પદમાં તમ્તિ દિવા સદાવે (છે) એ સહાવે”ની વ્યાખ્યા કરે છે.
‘સ્વ’ના ભવનમાત્રસ્વરૂપ હોવાથી સ્વભાવ છે...’ સ્વભાવ કેમ કીધું ? સ્વભાવ કેમ કીધો ? આહા...હા...! સ્વના ભવનમાત્ર (અર્થાત્) એકલો પ્રભુ ! અનંત ગુણનો સાગર પ્રભુ ! એ અનંત ગુણની પરિણિત એકલી શુદ્ધ ! આ..હા...! એ સ્વનું ભવન છે. એકલા નિર્મળાનંદના નાથનું સ્વનું ભવન છે. રાગ છે ઈ પર છે એનું એમાં ભવન નથી, થતું નથી. આહા..હા...! અરે...! પ્રભુ ! આ તો હિતની વાત છે ને ! એને એકાંત કરીને એમ ન નખાય. આહા..હા...!
દેહ છૂટી જાય છે, જુઓ ને આ ! કેટલા સાંભળીએ છીએ. આહા..હા...! આ ડૉક્ટર ગુજરી ગયા, એક પચીસ વર્ષની છોડી હમણા ગુજરી ગઈ ! આ..હા...! ‘ચૂડગર’ની છોડી હતી ને ! ભાઈ ! રાજકોટ’ આવી હતી. એકની એક દીકરી. લગ્નમાં ચાલીસ-પચાસ હજાર ખર્ચ્યા. સવા વર્ષનું લગ્ન, એમાં બે મહિનાનું બાળક. અંદર આંતરડા બે થઈ ગયા. પેલી પોતે (કહે) મારે કાંઈ જોઈતું નથી. સમાધિ મરણ કાળ ! અહીં બે-ત્રણ વાર આવી ગઈ છે. આહા..હા...! પચીસ વર્ષની ઉંમર ! ક્યારે દેહ છૂટે, બાપુ ! એની સ્થિતિ નિશ્ચિત છે). આહા..હા...! એમ ન જાણવું કે, અત્યારે અમે નિરોગી છીએ, અમને કચાંય રોગ દેખાતો નથી માટે અમને (હમણાં મરણ નહિ આવે). આહા..હા..! ચે પળે ૫૨માણુઓ) ફરે.. આહા..હા...! ફરવાનો એક સમય છે. સમ્યગ્દર્શન થવામાં, જ્ઞાનાંત૨ થવામાં પણ એક સમય છે. આહા..હા...! દેહ છૂટવામાં પણ... આ..હા...! એક જ સમય (લાગે છે). જા..ય... બીજે. આહા..હા...! પ્રભુ ! ક્યાં જઈશ તું ? આહા..હા...! તારો સ્વભાવમાત્ર જે છે તે રીતે સ્વભાવ પ્રગટ કર્યો હશે... આ..હા...! તો જ્યાં જઈશ ત્યાં તું સ્વભાવમાં જ છો. આહા...હા....!
‘શ્રીમદ્’ને એકે ‘શ્રીકૃષ્ણ’નું પૂછ્યું હતું ને ! ‘શ્રીકૃષ્ણ’ કયાં છે ? એ આત્માના સ્વભાવમાં છે, એમ કીધું. પેલા જાણે કે, આમ ફલાણું ફલાણું કહેશે. એ ન્યાં પણ આત્મસ્વભાવમાં છે, ભાઈ ! આહા..હા...! સમિતી છે, જ્ઞાની છે. આહા..હા...! એ કોઈ પણ ગતિમાં છે