________________
૨૩૮
સમયસાર સિદ્ધિ-૬ મહાવ્રતનો ભાવ પણ આસવ (છે), દુઃખ છે). “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો’ એનો અર્થ શું થયો? કે, પંચ મહાવ્રત ને અઠ્યાવીસ મૂળગુણ રાગ ને આસ્રવ ને દુઃખ છે. આત્માના જ્ઞાન વિના આનંદનો સ્વાદ એને આવે નહિ. આહા..હા...
અહીં પરનું જ્ઞાન નહિ, શાસ્ત્રનું જ્ઞાન નહિ. પ્રભુ ! સચ્ચિદાનંદ પ્રભુ આત્મા ! એનું જ્ઞાન થતા એને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે. આહાહા....! તે અતીન્દ્રિય (આનંદના) સ્વાદ વિના અનંત વાર મુનિપણું પંચ મહાવ્રત ધાર્યા પણ એને આત્મજ્ઞાનનો સ્વાદ ન આવ્યો. કારણ કે એ તો આસ્રવ છે. એ આસ્રવથી અમને કલ્યાણ થશે એ માન્યતા મિથ્યાત્વની છે. આહા..! એને લઈને “આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયોજરી સુખ ન મળ્યું. પંચ મહાવ્રત ને અઠ્યાવીસ મૂળગુણ, રાગ અનંત વાર પાળ્યા પણ એ તો રાગ અને આસ્રવ છે. આહા...હા..!
એ મદોન્મત્ત થયેલો આસવ....... મદમાં પાગલ થયો. મેં કંઈકને, માંધાતાને પાડ્યા છે. દિગંબર જૈન સાધુ થયો અનંત વાર, નવમી રૈવેયકે ગયો. પંચ મહાવ્રત અને અઠ્યાવીસ મૂળગુણ પાળે એટલે એ જાણે કે મારું કલ્યાણ થશે. એવો આસવને, એવા મુનિઓને પણ આમ્રવના પ્રેમમાં મિથ્યાત્વમાં લીધા છે. આહા..હા..! આકરી વાત છે, પ્રભુ ! માર્ગ બહુ જુદો છે. જિનેશ્વર વીતરાગ પરમાત્મા...!
(એવો મદોન્મત્ત થયેલો) “આસવ સંગ્રામની ભૂમિમાં આવીને ખડો થયો;” ઘણાને મેં તો પાડ્યા છે. આસ્રવ કહે છે કે, મેં મારા ઝપાટામાંથી કોઈને ખસવા દીધા નથી. આહા...હા...! છેવટે પરની દયાનો ભાવ આવે એ રાગ છે. રાગ પણ મને લાભ કરશે, એવો જે મિથ્યાત્વ આસવ, એને ગર્વ થયો કે, મેં તો આવા મહાત્માને હેઠે પાડ્યા છે. આહા..હા...! એવો ‘આસવ સંગ્રામની ભૂમિમાં આવીને ખડો થયો; પરંતુ જ્ઞાન તો તેના કરતાં વધારે બળવાન....” ભગવાન આત્માના સ્વભાવમાં અનંત અનંત વીર્ય અને અનંત પુરુષાર્થ ભર્યો છે.
ભગવાન આત્મામાં અતીન્દ્રિય અનંત જ્ઞાન, અતીન્દ્રિય અનંત આનંદ, અતીન્દ્રિય અનંત વીર્ય – પુરુષાર્થ પૂર્ણ ભર્યો છે. આહા..હા...! એવા બળના જોઢે, પોતાના આત્મજ્ઞાન ને શ્રદ્ધાના – જોદ્ધાના બળે. આહા...હા.....! “તેના કરતાં વધારે બળવાન... શાસ્ત્ર કરતા પણ ચૈતન્ય ભગવાનનું જ્ઞાન ને શ્રદ્ધા, શાંતિ થતા વીતરાગી સમ્યગ્દર્શન (વધારે બળવાન છે). કેમકે આત્મા જિનસ્વરૂપ જ છે. ‘ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન, મતમદિરા કે પાન સો મતવાલા સમજે ન ઘટ ઘટ અંતર જિન વસે ઘટ ઘટમાં વીતરાગ સ્વરૂપ આત્મા જિન સ્વરૂપ અંદર છે. આહા..હા..! એ “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જેન’ જેનપણું અંદરમાં હોય છે. એ જિનપણાનો આશ્રય લઈ અને મિથ્યાત્વનો જેણે નાશ કર્યો છે તેને અંતરમાં – ઘટમાં જૈન કહેવામાં આવે છે. બહારની પ્રવૃત્તિ દેખીને જેનપણું