________________
૩૨૬
સમયસાર સિદ્ધિ-૬
એ રીતે સકળ પરવૃત્તિને ઉખેડીને... આ રીતે સકળ વિકારની (અર્થાત્) અશ્રદ્ધારૂપ અને અસ્થિરતારૂપ, બેય પરિણિતને ઉખેડીને કેવળજ્ઞાન પ્રગટાવે છે.’ લ્યો ! આ તો આગળ આવ્યું હતું ને કે, સમકિતી નિરાસ્રવ છે, એને બંધન નથી. એ અશ્રદ્ધાની ઉત્પાદરૂપી બંધન નથી. મિથ્યાત્વનો અને અનંતાનુબંધીનો આસવ નથી. અસ્થિરતારૂપ છે પણ દૃષ્ટિનું બહુ જોર દીધું હોય તો એને એ અસ્થિરતા એની ચીજ જ નથી. એ તો જ્ઞાતાના શેયમાં જાય છે. એમ કહીને સમિકતીને આસ્રવ અને બંધ નથી. પણ પાછો વિચાર કરતાં એને આસ્રવ અને બંધ હજી છે અને થોડો સ્થિતિ, ૨સ કર્મમાં બંધ પણ (પડે) છે પણ તેને ગૌણ કરીને દૃષ્ટિના જોરથી વાત કરી હોય પણ એકાંત માની લેવું કે એને બિલકુલ અસ્થિરતાના આસવ, રાગાદિ છે જ નહિ અને બંધન છે જ નહિ, એમ નહિ. એ વક્તાની અપેક્ષાનું કથન છે. કઈ અપેક્ષાએ કહેવા માગે છે, એમ એણે જાણવું જોઈએ. આહા...હા...!
‘બુદ્ધિપૂર્વક’ અને ‘અબુદ્ધિપૂર્વક'નો અર્થ આ પ્રમાણે છે ઃ- જે રાગાદિપરિણામ ઇચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે...' એટલે ? જે કંઈ દયા, દાન, પુણ્ય, પાપના ભાવ રુચિપૂર્વક હોય, ઇચ્છાપૂર્વક હોય, હિતબુદ્ધિએ હોય એને બુદ્ધિપૂર્વક છે એમ કહે છે. અને જે રાગાદિપરિણામ ઇચ્છા વિના પરનિમિત્તની બળજોરીથી...’ છે તો પોતાની કમજોરી પણ નિમિત્તની અપેક્ષાએ વાત કરી છે. પરનિમિત્તની બળજોરીથી...' જુઓ ! આમાં માણસ કહે કે, જોયું ! પરિમિત્તની બળજોરીથી વિકાર થાય છે. એ તો કઈ અપેક્ષાએ કહે છે ? પોતાને રાગની રુચિ છે નહિ, રાગ દુઃખરૂપ ભાસે છે પણ પોતાની પર્યાયમાં કમજોરીને લઈને વિકા૨ થાય એને નિમિત્તની બળજોરીથી થાય એમ કહેવામાં આવ્યું. આહા....હા...!
એક કોર એમ કહેવું કે, દરેક દ્રવ્ય પોતાની પર્યાયને પામે, પહોંચી વળે. એમાં પરનો કોઈ અધિકાર નથી. આહા..હા...! અને તેની પર્યાય તેના દ્રવ્ય-ગુણથી થાય, ૫૨થી ન થાય અને તેની પર્યાય તેને સ્વ-અવસરે જે થવાની હોય તે થાય. આ..હા...! ઘણા પ્રકાર. કઈ અપેક્ષાએ છે (તે સમજવું જોઈએ). આવ્યું હતું ને ? વિવક્ષાનું વિચિત્રપણું' આ ટીકામાં છે કે નહિ ? આ ‘કળશટીકા'માં નથી. ‘હેમરાજીએ નાખ્યું છે. વક્તાને કઈ અપેક્ષાએ કહેવું છે એ કથનનું વિચિત્રપણું છે. કથનનું વિચિત્રપણું છે), વસ્તુસ્વરૂપ તો જેમ છે એમ છે. આહા..હા...!
સમ્યક્દષ્ટ થયો એટલે બંધન નથી એમ બહુ જોર આપ્યું હોય એટલે એમ જ માની લેવું કે એને જરીયે બંધન નથી તો તો કેવળજ્ઞાન થઈ ગયું તો યથાખ્યાત ચારિત્ર થઈ ગયું હોય. આહા..હા..! પણ દૃષ્ટિના જ્ઞાનના જોરમાં જે રાગાદિ અસ્થિરતાનો આવે એનું તે જ્ઞાન કરે છે, જ્ઞાનનું શેય છે. દૃષ્ટિમાં હેય છે, જ્ઞાનમાં શેય છે, ચારિત્રની અપેક્ષાએ તે રાગ ઝેર છે. આહા..હા...! એમ જાણતા છતાં આવ્યા વિના રહે નહિ, કહે છે. પણ દૃષ્ટિના જોરની અપેક્ષાએ એમ કહ્યું કે, એને નથી. પણ એકાંતે નથી એમ ન માની લેવું.