________________
શ્લોક-૧૨૬
૪૯૫
પહેલા અનુમાનથી જાણે, વિકલ્પથી જાણે. પહેલો આવે. છતાં એ છોડીને પછી અનુભવ કર. આહા...હા...!
ભેદવિજ્ઞાન જ્યારે જ્ઞાનને.” જ્ઞાનને એટલે આત્માને “અણુમાત્ર પણ (રાગાદિવિકારરૂ૫) વિપરીતતા નહિ પમાડતું.” અણુમાત્ર પણ રાગાદિરૂપે નહિ પમાડતું. સમકિતીને ભલે બીજા રાગ આવે પણ એથી ભિન્ન એ જ્ઞાનને રાગરૂપે નહિ પરિણમાવતું. આહા..હા..! જ્ઞાનને રાગરૂપે નહિ કરાતું. આહા....! “અવિચળપણે રહે છે,” જ્ઞાનમાં જ્ઞાન ચળે નહિ તેમ રહે છે. ચૈતન્યજ્યોતિ ઝળહળ જ્યોતિ પ્રભુ ! શાંત શાંત સ્વભાવનો ડુંગર ! આનંદનો ડુંગર પ્રભુ ! આહા..હા...! એને જ્યાં દૃષ્ટિમાં આવ્યો હતો) હવે ત્યાં અવિચળપણે રહે છે. સ્વભાવમાં અવિચળપણે – ચળે નહિ એમ રહે છે. રાગમાં તો ફેરફાર ફેરફાર થયા જ કરતું અને બેય (ભાવમાં) દુઃખ હતું. શુભરાગ તે દુઃખ અને અશુભરાગ તે દુઃખ. આહાહા..!
‘ત્યારે શુદ્ધ-ઉપયોગમયાત્મકપણા વડે...” શુદ્ધ ઉપયોગાત્મપણા વડે. જોયું? અહીં શુદ્ધ ઉપયોગ નાખ્યો. એ આત્માનો ભેદ પાડીને ઉપયોગ થાય ઈ શુદ્ધ ઉપયોગથી થાય છે. શુભઉપયોગથી નહિ. આહા..હા..! કેટલાક એમ કહે છે કે, શુદ્ધ ઉપયોગ સાતમે (ગુણસ્થાને) હોય. હજી અહીં તો (એની) પહેલાંની વાત છે. આહાહા..! શુભરાગમાં એ ન થાય. શુભરાગમાં શુભ ઉપયોગમાં એ ન જણાય. રાગથી રહિત શુદ્ધ ઉપયોગમાં એ આત્મા જણાય. આહા..હા..! છે ?
શુદ્ધ-ઉપયોગ” ઉપયોગમયાત્મક એટલે ઉપયોગસ્વરૂપ. શુદ્ધઉપયોગ સ્વરૂપપણા વડે. જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થકું.” જ્ઞાન એટલે આત્મા. શુદ્ધ ઉપયોગ પરિણમનમાં આવીને સ્વરૂપમાં દૃષ્ટિ કરી ત્યાં જ હવે ઠરે છે. આનંદ જ્યાંથી આવ્યો ત્યાં ઠરે છે. જેમાંથી અતીન્દ્રિય આનંદ ભાળ્યો એમાં હવે ઠરે છે, એમ કહે છે. આહા..હા...! શુદ્ધ ઉપયોગાત્મક “જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું... આહાહા...! શુભ અને અશુભ ઉપયોગ છૂટી જઈ અને સ્વ તરફનો શુદ્ધ ઉપયોગ થયો ત્યારે બધું છૂટું પડી જાય. “જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થકું.” જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થયું, લ્યો ! આત્મા તે કેવળ આત્મારૂપે જ રહેતો થકો. આહા..હા..!
જરા પણ રાગદ્વેષમોહના ભાવને કરતું નથી.” એમ કહે છે. આહાહા...! ભગવાનઆત્માનો સ્વભાવ જ્ઞાન અને આનંદથી પૂર્ણ ભરેલો, એનું રાગથી ભિન્ન પડતાં તે આત્માને રાગરૂપે કરતો નથી. આહાહા...! જ્ઞાન જરા પણ રાગદ્વેષમોહના ભાવને કરતું નથી; તેથી (એમ સિદ્ધ થયું કે, ભેદવિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ.... (થાય છે). આહા..હા...! ભેદવિજ્ઞાનથી આત્માનો અનુભવ (થાય છે). આ..હા..! બીજા કોઈ સાધન નહિ. વ્યવહાર સાધન ને નિશ્ચય સાધ્ય, (એવા) લખાણ ઘણા આવે છે. આહા..હા...!
મુમુક્ષુ – ભેદવિજ્ઞાન અને આત્માનુભવ બન્ને સાથે થાય કે પહેલા ભેદવિજ્ઞાન થાય