________________
શ્લોક-૧૩૨
૫૭૩
આહા..હા...! આ પૈસા તો ખૂટી પણ જાય. અહીં તો ખૂટે નહિ એવી લક્ષ્મી છે ઈ !
આ..હા..હા...!
(શુદ્ધતત્ત્વઃપતન્માત) (અર્થાત્) અનુભવ થઈને. શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિથી... એટલે અનુભવથી. ક્રમ મૂકે છે. (રાગ્રામપ્રય રાત્) ‘રાગના સમૂહનો વિલય...’ રાગ, દ્વેષ, પુણ્ય, પાપ એ બધું રાગમાં જાય છે. આહા..હા...! દયા, દાન, વ્રત, ભક્તિ, તપસ્યા વગે૨ે રાગમાં જાય છે. એ રાગગ્રામ – રાગનો સમૂહ (છે). એ બધા રાગના સમૂહમાં જાય છે. આહા..હા...! આવો ધર્મ હવે. રાગનો ગ્રામ. ગ્રામ એટલે સમૂહ. બધો રાગનો સમૂહ છે. વિકલ્પ જેટલા (થાય), દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ, વિષયભોગ વાસના. આહા..હા...! એ બધો રાગનો ગ્રામ સમૂહ છે, એ રાગનો ઢગલો છે. આ..હા...! એનો પ્રલય ક૨ના૨. એવા રાગગ્રામને પ્રલય ક૨ના૨. પ્રલય નામ એનો નાશ કરવાથી. આહા..હા...! છે ને ? રાગના સમૂહનો વિલય કરવાથી...' ઝીણી વાત તો છે, ભાઈ ! આહા..હા...!
રાગના સમૂહનો વિલય કરવાથી...' (ર્મનાં સંવરે) ‘કર્મનો સંવર થયો...’ એટલે કે રાગને અટકાવ્યો અને સ્વભાવ સન્મુખમાં શુદ્ધતાની દશા પ્રગટ કરી તેથી કર્મ અટકયા. રાગનો સમૂહ જ્યાં અટક્યો એટલે કર્મ આવતા અટકયા. આહા..હા...! આ વર્ષીતપ કરે માટે કર્મ અટકી જાય ને અપવાસ કરે તો કર્મ અટકી જાય, એમ નથી. એ બધી રાગની ક્રિયાઓ (છે) આ..હા...! અને એમાં પણ ધર્મ થાય છે એમ માને છે તો મિથ્યાત્વનું પોષક છે. આ..હા...! સત્ય પ્રભુ, એનાથી (એ) બધા જુઠાણાના સેવન છે. આહા..હા...!
સચ્ચિદાનંદ પ્રભુ, સત્ સ્વરૂપ આત્મા, અતીન્દ્રિય આનંદનો ભંડાર, એનાથી ઊંધી માન્યતા એ બધા અસત્ય આચરણ છે. આહા..હા...! સત્યનો અનાદર કરનારી છે. એને કહે છે કે, અટકાવતા. ‘કર્મનો સંવર થયો....’ રાગનો સમૂહ અટક્યો અને અહીં સંવ૨ દશા, સમ્યગ્દર્શન એટલે આત્માનો અનુભવ થયો એટલે રાગથી જે કર્મ આવતું એ અટકી ગયું. આહા..હા...! ઝીણી વાત બહુ આમાં.
કર્મનો સંવ૨ થયો અને કર્મનો સંવર થવાથી,...' (જ્ઞાને નિયતક્ તત્ જ્ઞાનં પવિતા) જ્ઞાનમાં જ નિશ્વળ થયેલું એવું આ જ્ઞાન...’ આહા..હા...! જ્ઞાન એટલે આત્મા. અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ, જ્ઞાનસ્વરૂપ, એમાં એકાગ્ર થવાથી. છે ? જ્ઞાનમાં જ નિશ્વળ થયેલું...’ પોતાના શુદ્ધ સ્વરૂમાં નિશ્વળ થયેલું, રાગના સમૂહથી ખસી ગયેલું. તેથી તેને કર્મનું આવરણ આવતું નથી અને અહીં જ્ઞાનમાં ઠરતાં, જ્ઞાનમાં નિયત થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું...’ જ્ઞાતા-દૃષ્ટાપણાની દશા પ્રગટ થઈ. આહા..હા...! આનું નામ ધર્મ, જ્ઞાન જ્ઞાતા-દષ્ટાપણાની દશા. છે ? જ્ઞાનમાં જ નિશ્વળ થયેલું એવું જ્ઞાન....' જ્ઞાનમાં એટલે આત્મામાં નિશ્વળ થયેલું જ્ઞાન. જે રાગમાં નિશ્વળ થયેલું અજ્ઞાન હતું એ ટાળીને જ્ઞાનમાં જ્ઞાન થયેલું નિશ્ચય જ્ઞાન. આ...હા...હા...! આ જ્ઞાન ઉદય પામ્યું..' (અર્થાત્) સમ્યજ્ઞાન પ્રગટ થયું. હું ચૈતન્યમૂર્તિ
=