________________
ગાથા–૧૬૮
૨૮૫ રહેશે. આહા...! આવી વાત
રાગાદિક સાથે નહિ મળેલો ભાવ ઉત્પન્ન થાય છે. એટલે મિથ્યાત્વ ભાવ ટળતા એકલો સ્વભાવ ભાવ ઉત્પન્ન થાય છે. આ..હા...! મિથ્યાત્વ ભાવ ટળતા જ્ઞાનમય ભાવ, સ્વભાવમય ભાવ, વીતરાગમૂર્તિ પ્રભુ, એનો ભાવ ઉત્પન્ન થાય છે. એ જ્ઞાનમય ભાવ કહેવામાં આવે છે. આહા..હા...! આવી ધર્મની વાતું). મિથ્યાત્વ (ટાળીને) સમકિતને પ્રગટ કરવાની) આ રીતે છે, કહે છે. આ તો શરૂઆતની વાત છે.
ભાવાર્થ – “જો જ્ઞાન.” એટલે આત્મસ્વભાવ, ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ, પૂર્ણ જિન સ્વરૂપ જ છે, એ જિનસ્વરૂપને. “જ્ઞાન...” એટલે જિનસ્વરૂપ “એકવાર (અપ્રતિપાતી ભાવે) રાગાદિકથી જુદું પરિણમે... આહા..હા...! ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન ને શાંત ને વીતરાગમૂર્તિ, એ એકવાર રાગથી ભિન્ન પડીને... આહા..હા...! “જુદું પરિણમે...” રાગ પરિણમે ભલે પણ રાગથી આત્માનો સ્વભાવ ભિન્ન પડીને જુદો પરિણમે તો ફરીને તે કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી.” આહાહા..!
આત્માના આનંદ અને જ્ઞાન સ્વભાવની એકતા દ્વારા મિથ્યાત્વ ભાવ રાગનો એકતાભાવ ટળી ગયો એ જ્ઞાનભાવ સાથે હવે ફરીને એકરૂપ થતો નથી. એક એવી જ વાત અહીં લીધી છે. ફરીને મિથ્યાત્વ પામશે, ફલાણું થાશે (એ વાત નથી લીધી). આહાહા.! આ તો ધીરાના કામ છે. આ કંઈ બહારની ચીજ નથી. આહા..હા..!
અંતરમાં પૂર્ણાનંદ પ્રભુ બિરાજે છે) એને ભૂલીને રાગના નાનામાં નાના કણ સાથે એકત્વબુદ્ધિ (થાય એ મિથ્યાત્વ છે). બંધમાં એ લીધું છે ને ? ભાઈ ! ઉપયોગમાં રાગને એક કરે છે, એમ ત્યાં લીધું છે. બંધ અધિકાર', એકલો રાગ રહે છે એમ નથી લીધું. બંધ અધિકાર જે એને લીધો છે. ઉપયોગમાં રાગને એક કરે છે એ બંધનું કારણ છે એમ ત્યાં લીધું છે. મિથ્યાત્વ ! ઉપયોગ – જાણવું-દેખવું એવો જે ઉપયોગ, એમાં એ રાગને ઉપયોગમાં એકપણે કરે છે, એ જ મિથ્યાત્વ અને એ જ બંધનું કારણ છે. ત્યાં એમ લીધું છે. “બંધ અધિકારમાં આગળ આવશે. આ...હા...!
અહીં પણ એ લીધું. ધીરો થઈને એકવાર ચૈતન્યપ્રભુ પૂર્ણ સ્વભાવની વીતરાગી શક્તિઓથી ભરેલો, વીતરાગી શક્તિઓથી ભરેલો ! એમાં એકવાર રાગની એકતા તોડીને સ્વભાવની એકતા કરે તો એ જ્ઞાનમય ભાવ રહેશે. એટલે પછી વીતરાગ ભાવ રહેશે. ભલે ચોથે ગુણસ્થાન (છે) પણ એ બધો વીતરાગ ભાવ છે. સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન કોઈ એમ કહે છે ને, સમકિત તો સરાગ ચોથે હોય પછી સાતમે વીતરાગ થાય. અહીં તો ચોથેથી જ્ઞાનમય કહો કે સમકિતમય કહો કે વીતરાગમય ભાવ કહો (એ શરૂ થઈ જાય છે). એમ આવ્યું ને ભાઈ આમાં ? હવે પેલા કહે છે કે, સાતમે વીતરાગ સમકિત) થાય. અરે.. પ્રભુ ! સાંભળ, ભાઈ ! અરે.! ભાઈ ! પહેલી શરૂઆત જ થઈ નથી ત્યાં સાતમું