________________
શ્લોક-૧૨૦
૩૮૩
અભ્યાસ છે. આહા..હા....! છે ?
હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું – એવું જે આત્મદ્રવ્યનું પરિણમન.... આત્મદ્રવ્ય શુદ્ધ છે એની સન્મુખ થઈને શુદ્ધતાનું પરિણમન (થાય તે શુદ્ધનય છે). કળશમાં નાખ્યું છે. અશુદ્ધ પરિણમન મિથ્યાષ્ટિને હોય. કળશમાં (છે). આ..હા...! પહેલું એનું જ્ઞાન તો કરે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! વસ્તુ છે. પૂર્ણ જ્ઞાન, આનંદાદિ ભરેલું તત્ત્વ છે. ભલે ક્ષેત્રથી શરીર પ્રમાણે હોય, અસંખ્ય પ્રદેશી હો, ક્ષેત્રથી ભલે અનંત પ્રદેશ ન હો, સ્વભાવથી તો અગાધ જ્ઞાન, દર્શન, આનંદાદિ ગુણોથી પૂર્ણ છે).
અહીં એ કહ્યું. ખુલાસો આમાં આવ્યો. શુદ્ધનયનો એકાગ્રતાનો અભ્યાસ એટલે કે વસ્તુસ્વરૂપ જે શુદ્ધ છે તેની એકાગ્રતા એટલે તેનું શુદ્ધ પરિણમન થાય) એ શુદ્ધનયનો અભ્યાસ કહેવામાં આવે છે. આહાહા...! પણ એ અભ્યાસ થાય કયારે ? કે, પ્રથમ શુદ્ધ સ્વરૂપ, એની દૃષ્ટિમાં આવીને સમ્યગ્દર્શન, સમ્યફજ્ઞાન થાય ત્યારે તેનું શુદ્ધ પરિણમન થાય અને ત્યારે તે પછી એકાગ્રતા, શુદ્ધ પરિણમનની એકાગ્રતા (થાય). અભ્યાસ છે ને ? જેથી કેવળજ્ઞાન થાય. આહા...હા...! આવી વાતું હવે. એમાં બાહ્યના કોઈ વ્રત, તપ, ભક્તિ , પૂજા, આ બધા મંદિરો બનાવવાના ને આ બધું કંઈ સહાયક થાતું હશે કે નહિ એમાં ? ઈ કહે છે કે, જરીયે સહાયક થાતું નથી. એવી વાત છે.
અંદર આખી નિરપેક્ષ વસ્તુ પડી છે. અતીન્દ્રિય અનંત ગુણનો દરિયો, એની અનુભવની દૃષ્ટિ કરીને અને શુદ્ધ પરિણમનને વધારવું એ એકાગ્રતા છે. એ એકાગ્રતાનો અભ્યાસ છે. આહા...હા...!
મુમુક્ષુ – એક અગ્રનો અર્થ શું ?
ઉત્તર :- એક અગ્ર એટલે દ્રવ્યને મુખ્યને લક્ષમાં લેવું. એક અગ્ર - એક જ મુખ્ય આખું દ્રવ્ય. એક અગ્ર એટલે મુખ્ય. આહા..હા...!
મુમુક્ષુ – એક એટલે આત્મા ?
ઉત્તર :- આત્મા. હા. એક સ્વરૂપી ભગવાન પૂર્ણ આનંદ, એકરૂપ જે છે. એક આવે છે ને ? બધામાં આવે છે. ૩૨૦ ગાથામાં આવ્યું છે. જે સકળ નિરાવરણ પ્રભુ વસ્તુ જે છે એ સકળ નિરાવરણ અખંડ અને એક વસ્તુ છે. આહા..હા..! ભઈ ! આ તો અપૂર્વ વાત છે. શાસ્ત્રને વાંચવા ને અભ્યાસ ખૂબ કરવો એથી એ શબ્દનયનો અભ્યાસ છે એમ નથી. આહા...હા...! એમાં વાંચવાનો વિકલ્પ પણ જ્યાં ઝેર જેવો છે. આહા...હા..! અરે....! જેના જન્મ-મરણના અંત લાવવા, પ્રભુ ! એ કોઈ ચીજ અલૌકિક છે ! એનો પહેલા જ્ઞાનમાં નિર્ણય થવો જોઈએ.
એ વસ્તુ જે પૂર્ણ શુદ્ધ છે એ અખંડ ને એક ને સકળ નિરાવરણ છે. પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક સહજ ભાવરૂપ લક્ષણ જેનું છે), એવું નિજ પરમાત્મદ્રવ્ય તેની