________________
૨૫૪
સમયસાર સિદ્ધિ-૬
સાથે પરિચય કરે, એ બાજુ લક્ષ કરે અને પોતાના લક્ષને છોડે એવો અજ્ઞાન ભાવ રાગદ્વેષ-મોહનો કર્તા થઈ અને એ રાગ-દ્વેષ-મોહ જૂના કર્મને નિમિત્ત થાય અને જૂનું કર્મ નવા આવવાને નિમિત્ત થાય. આટલી તો (સ્પષ્ટ) વાત છે, બાપુ ! આહા..હા....!
અહીં કહેવાનો આશય તો એવો છે કે, ભગવાનઆત્મા શુદ્ધ આનંદકંદ પ્રભુ છે, તેનું તે જ્ઞાન કરતો નથી, તેને આદરતો નથી, તેની શ્રદ્ધાની એને ખબર નથી. સમજાય છે કાંઈ ? આસવમાં પહેલું આ લીધું છે. ભગવાનઆત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ જ્ઞાતા-દૃષ્ટા અનંત અનંત અતીન્દ્રિય ગુણથી ભરેલો ભંડાર છે. તેનું અજ્ઞાની જ્ઞાન કરતો નથી, તેનો આદર કરતો નથી, તેને પોતાનું માનતો નથી, તેને ઉપાદેય તરીકે સ્વીકારતો નથી. તે જીવ જૂના કર્મના નિમિત્તના સંગમાં અજ્ઞાનભાવે, પોતાના અજ્ઞાનને ભાવે, રાગ-દ્વેષ-મોહનો કર્તા થાય ત્યારે પૂર્વના કર્મને આ નિમિત્ત થાય. ત્યારે પૂર્વનું કર્મ નવા આવવાને નિમિત્ત થાય. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ ! વીતરાગમાર્ગ જિનેશ્વરનો માર્ગ અપૂર્વ છે. આહા..હા...! ખૂબ તો શું કરી છે.
અજ્ઞાનભાવે, અજ્ઞાન મૂક્યું છે ને ? વળી તેમને કર્મઆસ્રવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગદ્વેષમોહરૂપ (અજ્ઞાનમય) પરિણામ છે...’ જોયું ? મિથ્યાત્વ મોહના પરિણામ છે. આહા..હા...! ભગવાનઆત્મા અનંત અનંત અતીન્દ્રિય ગુણનો સાગર ભંડા૨ છે આત્મા ! એને ન ઓળખતા, એનો આદર ન કરતા, કર્મનું જડપણું જે પૂર્વનું છે તેના તરફમાં દોરાયને, જોડાઈને, લક્ષ કરીને પોતે અજ્ઞાનપણું, મિથ્યાત્વપણું ઉત્પન્ન કરે છે તે મિથ્યાત્વશ્રદ્ધા, રાગ-દ્વેષનો કર્તા થાય છે અને તે રાગ-દ્વેષ અને મોહ, જૂના કર્મને નવા આવવામાં નિમિત્ત થાય છે. આહા..હા...!
—
અરે.....! અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન’ ભાન વિના ચોરાશીના અવતાર કર્યા. અબજોપતિ અનંત વા૨ થયો, રાજા અનંત વા૨ થયો પણ મરીને પાછો નરકે ગયો. એ શેઠિયાઓ મરીને જાય નકમાં કાં ઢોરમાં અવતરે.
મુમુક્ષુ :– શેઠિયા નરકમાં જાય ઈ વાત આકરી પડે છે.
ઉત્તર :– શેઠિયા માંસ, દારૂ ખાતા હોય તો તો નરકમાં જાય. પણ માંસ, દારૂ ન ખાતા હોય તો એકલા કષાય ભાવ, આખો દિ' ધંધામાં પાપ જ કરે છે. ધંધા.. ધંધા.. ધંધા.. આ કર્યું ને આ કર્યું ને આ કર્યું. એકલું પાપ જ કરે છે અને એમાંથી નવો થાય (તો) છ-સાત કલાક સૂવે, એમાંથી બે-ચાર કલાક બાયડી, છોકરા સાથે રાજી કરવા રોકાય. એટલે આખો દિ’ એ તો પાપ જ કરે છે. અર......! એને આવા પાપમાં એ માંસ ને દારૂ ખાતા ન હોય તો એ પાપ એવા છે કે તેને તિર્યંચગતિમાં લઈ જશે.
અહીં તો જરીક એવી વાત આવી હતી કે, તિર્યંચગતિ પછી મૂળ તો તિર્યંચગતિ નિગોદ છે. ભાઈ ! એમ કહ્યું ને કે, મુનિ વસ્ત્રનો એક ધાગો રાખી અને અમે મુનિ છીએ