________________
૮૨
સમયસાર સિદ્ધિ-૬
તો આ રાગ જરીયે છે નહિ. તો ત્યાં તો વ્રત, તપ વિનાનો મોક્ષ થયો. મોક્ષનું કારણ તો એ થયું. વ્રત, નિયમ કાંઈ કા૨ણ થયું નહિ. એ તો બંધના કારણ છે. આહા..હા...! ભલે નીચે હોય, નિશ્ચય પણ હોય અને વ્યવહાર પણ હોય. વ્યવહાર એ બંધનું કારણ છે અને નિશ્ચય મોક્ષનું કારણ છે. આવું છે.
‘અજ્ઞાનરૂપે પરિણમેલા અજ્ઞાનીને તે શુભ કર્મો હોવા છતાં...' જોયું ? એ શુભ કાર્યો – આચરણ વ્રત ને નિયમ ને તપ ને પંચ મહાવ્રત ને બા૨ વ્રત ને ભક્તિ ને જાત્રા ને
-
પૂજા ને કરોડો રૂપિયા ખર્ચીને મોટા ગજરથ કાઢે ને રથયાત્રા કાઢે. આ..હા...! એ શુભકર્મો હોવા છતાં અજ્ઞાનરૂપે પરિણમેલ છે (એટલે) જેની દૃષ્ટિ આત્મા ઉપર છે નહિ, એની દૃષ્ટિ જ રાગની ક્રિયા ઉપર છે. આ..હા...! તે શુભ કર્મો હોવા છતાં તે બંધને પામે છે.’હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :-'
મુમુક્ષુ :– બન્ને હોય તો મોક્ષ થાય એમ ધવલ'માં આવે છે.
ઉત્તર :– બિલકુલ નહિ. બન્ને હોય તો ઈ કઈ અપેક્ષાએ કહ્યું છે ? ભાવલિંગ હોય ત્યાં આવું દ્રવ્યલિંગ હોય છે એમ સિદ્ધ કરવા એવું આવે છે. ભાઈ ! મોક્ષપાહુડ’માં આવે છે. ભાવ છે ત્યાં આવું દ્રવ્ય હોય. એમ. હોય એટલું. બીજી જાતનું વિરુદ્ધ ન હોય એટલું બતાવવા (એમ કહ્યું). દ્રવ્યલિંગ અને દ્રવ્ય મહાવ્રતના પરિણામ નિશ્ચય છે ત્યાં આવા હોય, એમ (કહેવું છે). ભાવસહિતનું દ્રવ્ય મુક્તિનું કારણ છે એમ પણ શાસ્ત્રમાં શબ્દ આવે છે. પાહુડમાં આવે છે. સમજાણું કાંઈ ? એ તો જોડે અધુરાશ છે એટલે રાગ છે ઈ બતાવ્યો છે, એટલું. એ મોક્ષનું કારણ નથી, મોક્ષનું કારણ તો આ છે. પણ અપૂર્ણ છે એમાં એને હજી વ્રતના વિકલ્પો ઊભા છે. અહીં તો ઈં કાઢી નાખ્યા.
અહીં તો જ્યાં એકલું આત્માનું પરિણમન પૂર્ણ થઈ ગયું ત્યાં આ વ્રતના વિકલ્પો પણ નથી. છતાં એ બંધના કારણ છે ઈ જો મોક્ષના કારણ હોય તો આને તો (એવું) કાંઈ છે નહિ. મોક્ષનું કારણ તો એકલો આત્મા રહ્યો. પરિણમન હોં !
પ્લીકે-૧૦૫
(શિવરિી)
यदेतद् ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं शिवस्यायं हेतुंः स्वयमपि यतस्तच्छिव इति । अतोऽन्यद्वन्धस्य स्वयमपि यतो बन्ध इति तत् ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम् । ।१०५ । ।