________________
ગાથા ૧૫૭ થી ૧૫૯
૧૩૩ વ્યાપ્ત, “મેલ તેના વડે વ્યાપ્ત..” (થવાથી) “તિરોભૂત થાય છે. એટલે કે સમ્યગ્દર્શનને ઢાંકી દયે છે. સમ્યગ્દર્શન થવા દેતું નથી. આ.હા....!
જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ.” પરભાવસ્વરૂપ મેલથી વસ્ત્રનું સફેદપણું, તે ઢંકાઈ જાય છે. આહા..હા....! તેમ આત્માનું સમ્યગ્દર્શન મિથ્યાત્વના ભાવથી ઢંકાઈ જાય છે. આહા...હા...! આચ્છાદન થઈ જાય છે. કર્મ તો નિમિત્તથી છે. ખરેખર તો એ ભાવ – મિથ્યાત્વ ભાવ, શ્વેત વસ્ત્રને જેમ જેતપણું મેલથી ઢંકાઈ જાય, એમ ભગવાન આત્માનું સમકિત તે મિથ્યાત્વ ભાવથી ઢંકાઈ જાય છે, એટલે થતું નથી. આહાહા...!
તેમ...” હવે બીજું. પેલું જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રનો સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ તેમ આત્માનું સમકિત મિથ્યાત્વની વિપરીત માન્યતાના મેલથી ઢંકાઈ જાય છે, આચ્છાદન થઈ જાય છે. આહા....!
મુમુક્ષુ :- મેલ આવે છે ક્યાંથી ?
ઉત્તર :- મેલ પોતે કરે છે. આવું ક્યાંથી ? પોતે મિથ્યાત્વ મેલ કરે છે (તો) મેલથી ઢંકાઈ જાય છે એમ કહે છે. સમકિત જે કરવું જોઈએ (તે) ન કરતાં, વિપરીત મિથ્યાત્વના મેલથી એ સમકિત આચ્છાદન થઈ જાય છે એટલે કે ઉત્પન્ન થતું નથી. પછી બંધનું કારણ લેશે અને પછી લેશે એ મોક્ષના કારણ(રૂ૫) સમ્યક્ ભાવથી વિરુદ્ધ ભાવ (છે). એ પછી ત્રણ ગાથામાં લેશે.
અહીંયાં તો ત્રણ પ્રકાર (લે છે). પહેલો એ કે, ચેતને જેમ મેલ ઢાંકી દે છે એમ ભગવાન આત્માના સમકિતને મિથ્યાત્વ ભાવ ઢાંકી દે છે. ત્રીજામાં એમ આવશે. બીજામાં બંધસ્વરૂપ આવશે અને) ત્રીજામાં એમ આવશે કે, જે સમકિત કારણ છે તેનાથી ઈ વિરુદ્ધ ભાવ છે. મિથ્યાત્વ છે તે વિરુદ્ધ ભાવ છે. અહીં કહે છે કે, મિથ્યાત્વ છે તેનાથી સમકિત ઢંકાઈ જાય છે, આચ્છાદન થઈ જાય છે. વસ્ત્રનું જેતપણું મેલથી ઢંકાઈ જાય છે. એમાં કોઈ પૂછે કે મેલ આવ્યો ક્યાંથી ? કે, મેલ છે. વસ્ત્રમાં મેલ છે એ મેલથી સફેદાઈ ઢંકાઈ જાય છે. એમ ભગવાનઆત્માનું સમ્યગ્દર્શન છે નહિ, પણ એ મિથ્યાત્વને લઈને ઢંકાઈ જાય છે એટલે થાતું નથી. આહા..હા...!
મુમુક્ષુ – શક્તિમાં છે.
ઉત્તર :- અહીં એમ નથી. શક્તિ તો ત્રિકાળ છે. અહીં તો સમકિત જે પ્રગટ થવું, સમ્યગ્દર્શન જે પ્રગટ થવું તેને મિથ્યાત્વરૂપી ભાવ ઢાંકી દે છે એટલે થવા દેતું નથી. પર્યાયની વાત છે. શકિતમાં છે ઈ અત્યારે નહિ). શક્તિમાં તો ત્રિકાળ છે. આ.હા...! અહીં જ્ઞાનનું સમકિત કીધું ને ! જ્ઞાનનું સમકિત એટલે ત્રિકાળની શ્રદ્ધા એ નહિ. જ્ઞાનનું સમકિત એટલે આત્મસ્વભાવ, તેની જે સમ્યક્ પ્રતીતિ થવી) તે. તેને મિથ્યાત્વરૂપી મેલ ઢાંકી દે છે.