________________
૧૩૨
સમયસાર સિદ્ધિ-૬
પ્રવચન નં. ૨૩૭ ગાથા-૧૫૭થી ૧૬૦ રવિવાર, જેઠ સુદ ૨, તા. ૨0૫-૧૯૭૯
સમયસાર ૧૫૬ ગાથા પૂરી થઈ. ૧૫૭ (ગાથા). એનું મથાળું.
હવે પ્રથમ, કર્મ...” જે શુભ-અશુભ ભાવ, મિથ્યાત્વ ભાવ એ મોક્ષના કારણનું...” ઢાંકનારું છે. શુભ-અશુભ ભાવ એ મારો છે એવો મિથ્યાત્વ ભાવ અને સ્વરૂપનું અજ્ઞાન અને અચારિત્ર, એ સ્વરૂપને ઢાંકનારું છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એવું જે સ્વરૂપ, એને નહિ પ્રગટ કરવા દેતા, ઢાંકનારું (છે). એ કહે છે. ગાથા.
वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो। मिच्छत्तमलोच्छण्णं तह सम्मत्तं खु णादव्वं ।।१५७।। वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो। अण्णाणमलोच्छण्णं तह णाणं होदि णादव्वं ।।१५८।। वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो।
कसायमलोच्छण्णं तह चारित्तं पि णादव्वं ।।१५९।। હરિગીત.
મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું, મિથ્યાત્વમળના લેપથી સમ્યકત્વ એ રીત જાણવું. ૧૫૭. મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ્ વસ્ત્રનું, અજ્ઞાનમળના લેપથી વળી જ્ઞાન એ રીત જાણવું. ૧૫૮. મળમિલનલેપથી નાશ પામે જેતપણું જ્યમ વસ્ત્રનું,
ચારિત્ર પામે નાશ લિપ્ત કષાયમળથી જાણવું. ૧૫૯. ટીકા – ‘જ્ઞાનનું સમ્યકત્વ.” આ.હા...! ભગવાન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પ્રભુ ! એનું સમ્યફ. એનું જ્ઞાન થઈને તેની સ્વસંવેદનમાં પ્રતીતિ થવી, એવું જે જ્ઞાનનું સમકિત. જ્ઞાનનું સમકિત એટલે આત્માનું સમકિત કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. સમકિત જે આત્માનું સમકિત એ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. આહા..હા...!
એ પરભાવસ્વરૂપ જે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ...” મિથ્યાત્વ મેલ છે. વિપરીત માન્યતા એ જ મૂળ તો મેલ છે. એ મિથ્યાત્વ નામનું કર્મ એટલે વિપરીત ભાવ એ મેલ (છે), તેના વડે વ્યાપ્ત થવાથી ઊંધી માન્યતાના ભાવથી સમકિતનું ઢંકાઈ જવું. આ..હા...!