________________
શ્લોક-૧૨૩
૪૧૭
આહાહા....! એને અહીંયાં આસ્રવ રહિત મોક્ષમાર્ગ કહે છે. આ ‘આસ્રવ અધિકાર છે ને ! આહાહા...!
મુમુક્ષુ :- આસવનો અભાવ થાય.
ઉત્તર :- આસવનો અભાવ એ ધર્મ છે, એમ બતાવવું છે. તેથી તાત્પર્ય કહે છે ને ? શુદ્ધનયનું તાત્પર્ય – રહસ્ય આ છે. શુદ્ધના ત્યાગવા યોગ્ય નથી અને તેના અત્યાગે જ મુક્તિ છે. રાગના ત્યાગે મુક્તિ છે અને શુદ્ધનયના અત્યાગે મુક્તિ છે. આહા..હા...! એના માટે આ પછી વિસ્તાર કર્યો. બે ગાથાઓ (બનાવી). અરે..! પાંચમા આરાના (શ્રોતા) માટે ? એને માટે વસ્તુની સ્થિતિ આ છે. આહા..હા..! જ્યારે પણ કેવળજ્ઞાન પ્રગટ કરશે ત્યારે આ વિધિએ જ થશે. જેટલા કેવળજ્ઞાન પામ્યા છે (એ) મે વિજ્ઞાનતઃ સિદ્ધાઃ સિદ્ધા યે નિ વેવના' અત્યાર સુધી જે મુક્તિને પામ્યા એ બધા ભેદજ્ઞાન (એટલે કે) પરથી પોતાને) ભિન્ન કર્યો છે. આહાહા.! “રવામાવતો વલ્કા (અર્થાત) ભેદજ્ઞાનના અભાવે બંધાયેલા છે. કર્મના જોરને લઈને બંધાયેલા છે એમ નથી કહ્યું. આ..હા...! “સમયસારમાં એ બીજી અપેક્ષા છે.
“ વામાવતો વલ્લા આ.હા...હા...! રાગ અને ભેદથી ભેદ પાડી અને ભેદજ્ઞાન કરે એની મુક્તિ થાય છે. એ ભેદજ્ઞાનના અભાવે (બંધાય છે). આહા..હા...! રાગ અને ભેદના લક્ષે, નિમિત્તના લક્ષે સંસાર થાય છે, એને લઈને રખડવું થાય છે. આહા...હા...!
મુમુક્ષુ :- સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે પણ નિર્વિકલ્પ એકાગ્રતાનો અભ્યાસ કરવો ?
ઉત્તર :- એ થાય, ઈ નિર્વિકલ્પ થઈ જાય. અંતર નિર્વિકલ્પ થાઉં, થાઉં એમેય નથી. એ થાય એની વાત છે. પરથી સંકેલીને અંદર ગયો એટલે નિર્વિકલ્પ થઈ ગયો. આહા..હા..! ઝીણી વાત છે. એ જ કીધું નેભેદનું લક્ષ અને નિમિત્તથી થતા રાગનું લક્ષ છોડી, અભેદના અનુભવમાં આવે એ નિર્વિકલ્પમાં આવ્યો. એ જ કીધું. આહા..હા...!
મુમુક્ષુ :- શુદ્ધ ઉપયોગમાં આવવું.
ઉત્તર :– શુદ્ધ ઉપયોગ અંદરમાં જાય. એ ઉપયોગ શુદ્ધ ત્યાં જ અંદરમાં જાય. આહા..હા..! શુભ-અશુભ ઉપયોગ બહારના લક્ષે થાય અને શુદ્ધ (ઉપયોગ) છે તે અંતરના લક્ષે થાય. આહા..હા..!
મુમુક્ષ :- જે જાતનો પુરુષાર્થ ચારિત્રમાં તે જ જાતનો પુરુષાર્થ સમ્યગ્દર્શનમાં ?
ઉત્તર :તે જ જાતનો પુરુષાર્થ ચારિત્ર માટે (છે). સ્વના આશ્રય માટે જે પુરુષાર્થ, સમકિત માટે છે એ જ વિશેષ આશ્રય આત્માનો કરવો એ ચારિત્ર છે અને વિશેષ આશ્રય કરવો એ શુક્લધ્યાન છે). આશ્રય પૂર્ણ થઈ ગયો એ કેવળજ્ઞાન. વાત તો એનો – ત્રિકાળનો આશ્રય કરવો એ છે. આહાહા...! આવી વાતું છે. લોકો પછી વિરોધ કરે ને ! એકાંત (છે). લોકો બહારની) પ્રવૃત્તિમાં પડ્યા હોય. ધંધામાંથી નવરા ન થાય, નવરા થાય તો