________________
૫૮૦
સમયસાર સિદ્ધિ-૬, આ.હા...! પાગલ છે, મુખઈ છે મોટી.
આ તો આત્મામાંથી આનંદ આવ્યો, કહે છે. ધર્મ કરતાં, રાગથી ભિન્ન પડતાં, વિકલ્પથી ભિન્ન પડતાં નિર્વિકલ્પ આનંદનો અનુભવ આવતા પૂર્ણ આનંદ પ્રગટ્યો એ શાશ્વત રહેવાનો. આહાહા..! એ અધિકાર પૂરો થયો.
આત્માર્થી :- આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે પુરુષાર્થ કેવી રીતે કરવો ?
પૂજ્ય ગુરુદેવ :- પ્રથમ વિચારમાં નિરાવલંબીપણે ચાલવું જોઈએ. કોઈના આધાર વિના જ અધ્ધરથી જ ચાલે કે હું આવો છું. ઉત્પાદન વ્યય-ધ્રુવ સ્વરૂપ છું.. વિગેરે. તે વિચારો ચાલતાં ચાલતાં એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહિ. હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે કે આ હું. આ હું. એમ ઘોલન ચાલતાં ચાલતાં એ વિકલ્પો પણ છૂટી જાય, પછી તો સહજ થઈ જાય. સ્વાધ્યાય વખતે પણ આનું આ જ લક્ષ ચાલ્યા કરતું હોય, આ દ્રવ્ય, આ ગુણ, આ પર્યાય. આ વિચારો ચાલતાં આખા જગતના બીજા વિકલ્પો છૂટી ગયા હોય છે. શાસ્ત્રોના શબ્દો વિના હૈયા-ઉકેલ થઈ જવો જોઈએ. ઉપાડ મૂળમાંથી આવવો જોઈએ. બીજું ઓછું સમજાતું હોય તેનું કાંઈ નહિ... અન્ય સર્વ વિકલ્પો છૂટી જાય અને અધ્ધરથી આત્મા સંબંધી જ વિચારો ચાલ્યા કરે અને વળગ્યા જ રહે. આખી સત્તાનું જ્ઞાનમાં ઘોલન ચાલે છે. પ્રયોગ તો એણે જ કરવો પડે છે. વિશ્વાસ આવવો જોઈએ. બીજી બીજી ચિંતાઓ હોય તો આ ક્યાંથી ચાલે ?... આનો અભ્યાસ વારંવાર જોઈએ.
- પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ એપ્રિલ-મે-૨૦૦૩