________________
શ્લોક-૧૩ર
પ૭૫ બધું જોયું હતું. અરેરે..! ભગવાન તારો માર્ગ કોઈ જુદી જાત છે, બાપુ ! આ બધી બહારની સ્મશાનની જાળું છે. સ્મશાનમાં જેમ અગ્નિ ભભકારા મારે, હાડકા બળેલા હોય ને, ઈ તાજા હોય તો આમ અગ્નિ ચમક ચમક ચમક થાય. એમ ભગવાનઆત્મા સિવાય આ બધા મસાણના ભભકા છે. આહા...હા...! એ ભાઈ કહેતા હતા, ભાઈ નથી, “મલકચંદના” દીકરા છે ને આ ? પૂનમચંદ ! પાંચ-છ કરોડ રૂપિયા (છે). એક ભાઈને વાત કરતા હતા, એના બાપ બેઠા હતા. બાપાએ એક પૈસાનો રસ ચાખ્યો છે ક્યાં ? એટલે એમ કે ત્યાં પૈસા ક્યાં હતા ? એના બાપ પાસે ત્રીસ-ચાલીસ હજાર હતા. બાપાને એમ કહે કે, પૈસાનો રસ ચાખ્યો છે ક્યાં ? એને કે દિ હતા ચાર કરોડ ને પાંચ કરોડ રૂપિયા? અમે આ પાંચ કરોડના રસ ચાખ્યા છે. ઝેરના (રસ ચાખ્યા છે). આહાહા..!
અહીં તો જગતથી બીજી વાત છે, બાપુ ! દુનિયા ધર્મને નામે વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાને ધર્મ માને છે એ પણ અધર્મ છે. આહા..હા...! અહીં તો એનાથી ભિન્ન પડેલું તત્ત્વ આખું પડ્યું છે એનું જ્ઞાન કરીને જ્ઞાનમાં વિખ્રત્ પરમ્ તોષ) “વિખ્ર' પરમ સંતોષને આનંદને પરિણમાવતું. પરમ આનંદને ધારણ કરતું. આહા..હા...! જે અનાદિથી રાગને પુણ્યને ધારણ કરીને મારા માનીને મિથ્યાત્વમાં પડ્યો હતો. આ..હા...! એ ભેદજ્ઞાન કરીને, અતીન્દ્રિય આનંદને ધારણ કરીને ત્યાં પડ્યો છે હવે. આહાહા! આવી વાત છે. અતીન્દ્રિય આનંદનું પરિણમન કરી એણે ધારી રાખ્યું. રાગનું પરિણમન કરીને જે ઓલા રાગને ધારી રાખ્યો હતો, એ આ આનંદનું પરિણમન કરીને આનંદને ધારી રાખ્યો.
જ્ઞાન એટલે આત્મા, એનો સંતોષ એટલે આનંદ. “પરમ અતીન્દ્રિય આનંદને) ધારણ કરે છે... ઇ “વિશ્વનો અર્થ કર્યો છે. આહાહા..! જુઓ, આનું નામ ધર્મ. જેણે રાગના સમૂહને ભિન્ન પાડી અને આનંદના સમૂહનો ભગવાન આત્મા, એમાં જેણે જ્ઞાનમાં જ્ઞાનની સ્થિરતા કરી, એણે અતીન્દ્રિય આનંદને ધારી રાખ્યો. એ અતીન્દ્રિય આનંદના સ્વાદમાં પડ્યો છે. આહા..હા...! એનું નામ સંવર અને નિર્જરા છે. કહો, ‘ચીમનભાઈ ! દુનિયા બિચારી ક્યાંય રખડતી પડી છે. આહા..હા..! ક્યાંય માની, ક્યાંય મનાવે છે. ધર્મને નામે ક્યાંય મનાવ્યું છે. હેરાન હેરાન થઈ ગયા છે. સંસારને નામે તો રખડે છે. આ..હા..!
જ્ઞાન પરમ સંતોષ – પરમ આનંદ, જે રાગ અને પુણ્ય-પાપના ભાવમાં પરમ દુઃખ હતું અને એ દુઃખમાં અમને ઠીક પડે છે એમ હતું. આ.હા..! અને એણે દુઃખને ધારી રાખ્યું હતું. એ હવે ગુલાંટ ખાય છે. એ રાગ નહિ, હું તો આત્મા આનંદસ્વરૂપ છું. એ અતીન્દ્રિય આનંદનો ગંજ છે, અહીં રાગનો સમૂહ હતો, રાગગ્રામ હતું. આહા..હા...! ગ્રામ છે ને ? આવી ગયું હતું. રાગગ્રામ પ્રલય કરનાર. રાગના સમૂહને નાશ કરી અનંત અનંત આનંદાદિ સમૂહને પ્રગટ કરી. આહા..હા...!
મન-બાનો જેનો પ્રકાશ નિર્મળ છે.” આ..હા..હા..! ભગવાન આત્મા રાગથી