________________
પ૭૪.
સમયસાર સિદ્ધિ-૬ છું, જ્ઞાતા-દષ્ટ છું એવું સમ્યગ્દર્શનમાં પ્રગટ થયું. આહા..હા...! હું રાગ અને પુણ્ય ને દયા, દાન ને વ્રત ને કામ, ક્રોધ, ભોગના ભાવ એ મારા હતા અને એમાં મને ઠીક હતું, એ અજ્ઞાન, મિથ્યા ભ્રમણા (હતી). આહા..હા...! એ ભ્રમણા ટાળીને આત્મામાં આનંદ છે એ જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું. રાગથી ખસી ગયું, રાગના સમૂહથી ખસી ગયું અને જ્ઞાનના, આનંદના સમૂહમાં ઠરી ગયું. આ..હા...હા...! આવી જાત હવે. ‘આ જ્ઞાન ઉદય પામ્યું...”
(વિશ્વત્ પરમ” તોષ) કેવું જ્ઞાન ઉદય પામ્યું ? કે જે જ્ઞાન પરમ સંતોષને....” “તોષ” છે ને ? (એટલે) પરમ સંતોષને. “વિશ્વ (એટલે) ધારણ કરતું. આહા..હા..! પરમ સંતોષ - આનંદ પરિણમતું, આનંદરૂપે પરિણમતું. આહા..હા.! વિકાર, રાગના સમૂહમાં એ દુઃખરૂપે જે પરિણમન હતું એમાંથી ખસીને આત્મ સ્વભાવ સન્મુખ આવ્યો એટલે તેને આત્માના આનંદનો સંતોષ “વિશ્વ ધાર્યો. હવે આનંદનો ધારી રાખ્યો. હવે આનંદનું પરિણમન થયું. આહા...હા..!
આ તો અધ્યાત્મ શ્લોક છે. એમાં સંવરનો છેલ્લો શ્લોક છે અને જ્ઞાનની મહિમા (કરે છે. ભગવાન આત્મા જ્યાં જ્ઞાનસ્વરૂપ પ્રગટ થયું એની શું વાત કરવી ? કહે છે. એની મહિમાની વાત કરે છે. આહા..હા..! અરે! ટાણી મળ્યા ત્યારે અભ્યાસ કર્યો નહિ અને ટાણા મળ્યા નહિ ત્યાં રખડીને સાંભળવાનું મળ્યું નહિ. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચૌઇન્દ્રિય... આ..હા...! અરે..! મનુષ્યપણું પામ્યો પણ અનાર્ય દેશમાં બોકડા કાચા ખાય. અનાર્ય દેશમાં. બોકડા સમજાણું ? ઘેટું. નાના બચ્ચા હોય ને ? નાના બચ્ચા સીધા આમ કાચા ખાય. કાચા કટકા કરીને ખાય). આ..હા..! હવે એમાં આવા મનુષ્યના અવતાર મળે તોય શું ? આ..હા...! જેનકુળમાં અવતાર થયો અને એમાં પછી સત્ય વાત કાને પડવી.. આહાહા...! એવી દુર્લભતાના કાળમાં દુર્લભ વસ્તુને પ્રાપ્ત કરી લે. પૈસા-ફેસા મેળવવા એ કાંઈ દુર્લભ નથી, એમ કહે છે. આહા...હા...! પાંચ લાખ પેદા કર્યા છે, દસ લાખ પેદા કર્યા છે. | મુમુક્ષ :- એક શાસ્ત્રમાં તો એમ લખ્યું છે કે ધર્મ સુલભ છે અને પૈસો દુર્લભ છે.
ઉત્તર :– સુલભ છે. શું શું કીધું ખબર છે ? ઈ વાત બીજી વાત છે કે, પૈસો સુલભ છે એટલે એને પૂર્વનું પુણ્ય હોય તો મળે છે અને આ તો પુરુષાર્થથી મળે છે. છે શબ્દ છે શાસ્ત્રમાં. દસ પ્રકારની ભાવના છે ને ? પૈસો મળવો સુલભ છે, એટલે ? કે, એનો એમાં કાંઈ પુરુષાર્થ કામ કરતો નથી. એ તો એના પૂર્વના પુણ્યના પરમાણુ પડ્યા હોય તો એવા સંયોગ દેખાય. દેખાય, હોં ! મને શું ? ધૂળ એને મળે ? એની પાસે ક્યાં મળે છે ? એને મમતા મળે છે. આને “બલુભાઈને મોટું કારખાનું હતું. સીત્તેર લાખનું ! એ વેચી નાખ્યું, કાઢી નાખ્યું. આ.હા...! કારખાને અમે ગયા હતા. “રામજીભાઈ હતા, બધા હતા. આહાર કરવા ગયા હતા તે દિ નહિ ? આહાર કર્યો હતો નહિ ત્યાં ? આ.હા...!