________________
૫૭૨
સમયસાર સિદ્ધિ-૬
(એટલે) પ્રગટ કરવું. ‘ઉત્ખનન’ (એટલે) પ્રગટ કરવું. તેનો “તનાત્’, તેનો અભ્યાસ. અંતરમાં રાગથી ભિન્ન પાડવાનો અભ્યાસ. આ..હા..હા...! આકરી વાતું છે, આવું છે. વીતરાગ ધર્મ અલૌકિક છે. આહા...હા....!
(શુદ્ધતત્ત્વપવનમાત્) ભેદજ્ઞાનના પ્રગટ કરવાના અભ્યાસથી શું થયું ? કે, શુદ્ધ તત્ત્વની પ્રાપ્તિ થઈ. શુદ્ધ તત્ત્વનો અનુભવ થયો. એટલે ? કે, અનાદિથી પુણ્ય અને પાપ, રાગાદિનો જે અનુભવ હતો એનાથી ભિન્ન પડીને આત્મતત્ત્વનો અનુભવ થયો. આહા..હા...! ભગવાનઆત્મા સચ્ચિદાનંદ પ્રભુ, અતીન્દ્રિય અતીન્દ્રિય અનંત અનંત આનંદ ને અતીન્દ્રિય ગુણોનો પિંડ પ્રભુ, ભગવત સ્વરૂપ પ્રભુઆત્મા છે), પણ કેમ બેસે ? આહા..હા...! એક બીડી પીવે ત્યાં એને જાણે આમ.. આ..હા...! તલપ ચડી જાય. આ..હા..! એક સારો પાપડ અને સારું અથાણું મળ્યું હોય, એને ખાય તો એમ થઈ જાય કે, આ..હા..હા...! શું છે ? પ્રભુ ! તું ક્યાં ગયો ? કહે છે કે, એકવાર તો (ભેદજ્ઞાન) કર હવે. અનંત વા૨ એ કર્યું. એકવા૨ એને રાગથી ભિન્ન પાડવાનો અભ્યાસ તો કર. એનાથી તને શુદ્ધ આત્માની ઉપલબ્ધિ – પ્રાપ્તિ થશે. જે અભ્યાસ નથી, રાગને પોતાનો માનવાનો અભ્યાસ છે તેમાં દુઃખની પ્રાપ્તિ છે અને એનાથી પાડતા તને આત્માની પ્રાપ્તિ, આત્માનો અનુભવ થશે. આહા..હા...! આવી ધર્મની રીત હવે. આમાં નવરાશ ક્યાં છે ? શાંતિભાઈ' ! આ..હા..! બે-પાંચ લાખ, દસ લાખ પેદા થાતા હોય, છોકરાઓ કમાતા હોય એમાં આ..હા..હા...! (થઈ જાય). અરે... પ્રભુ ! શું કરે છે તું ? દુ:ખને પંથે ગયો છો, પ્રભુ ! એકવા૨ એનાથી ભેદ પાડવાના અભ્યાસના અનુભવથી તને આત્માની ઉપલબ્ધિ નામ અનુભવ થશે.
આહા..હા...!
મુમુક્ષુ :
એકવા૨ કે વારંવા૨ ?
ઉત્તર :– એકવાર કરતાં જ થઈ જશે. પહેલો અભ્યાસ કરે છે પણ થાય છે ત્યારે એક ક્ષણમાં જ થાય છે. આહા..હા...! ભાષા અભ્યાસ છે, શરૂઆતમાં તો એમ થાય ને ! રાગાદિ, જેમાં ૫૨ દિશા તરફની દશા (થાય છે), રાગની, પુણ્યની, દયા, દાન, દેશની એને ફેરવીને પોતા તરફ વાળવી કે આ હું નહિ, એવો અભ્યાસ કરતાં તને આત્માની પ્રાપ્તિ થશે, એમ કહે છે. એમ આવ્યું ને ? (શુદ્ધતત્ત્વઃપતન્માત્ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થશે. જે રાગ ને દ્વેષના દુઃખના પંથમાં તું દોરાય ગયો (એ) ઝેરના પ્યાલા પીવે છે, બાપા ! અને તું રાજી થઈને રખડી રહ્યો છો. આહા..હા...! ‘હીરાલાલભાઈ’ ! આહા...હા...!
આત્મા સિવાયની બહારની ચીજોમાં કયાંય પણ તને વિશેષતા, અધિકતા, વિસ્મયતા લાગે એ બધો દુઃખભાવ, મિથ્યાત્વ ભાવ છે. આહા..હા...! એ મિથ્યાત્વ ભાવથી ભેદજ્ઞાનનો અભ્યાસ કરવાથી (એટલે કે) એ હું નહિ, હું તો ચૈતન્યસ્વરૂપ છું. સચ્ચિદાનંદ પ્રભુ, પૂર્ણાનંદનો નાથ, અતીન્દ્રિય આનંદથી ભરેલો ભંડાર, અતીન્દ્રિય આનંદથી પૂર્ણ ભરેલો ભંડાર છું.