________________
૫૭૦
પ્રવચન નં. ૨૬૮ શ્લોક-૧૩૨
સમયસાર સિદ્ધિ-૬
રવિવાર, અષાઢ સુદ ૭, તા. ૦૧-૦૭-૧૯૭૯
‘સમયસાર’ સંવ૨નો છેલ્લો અધિકા૨, ૧૩૨ કળશ છે. ‘હવે સંવર અધિકાર પૂર્ણ કરતાં, સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે :–' भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भाद्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण ।
बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत् । । १३२ । ।
(મેવજ્ઞાન-ઉચ્છલન-તનાત્) “ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી...' શું કહે છે ? અનાદિકાળથી આ આત્મા જે અંતર અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનનો પિંડ છે એને અનાદિથી રાગથી એકપણે માન્યો છે. ચાહે તો શુભરાગ હોય કે અશુભરાગ હોય, એ રાગ છે તે આસ્રવ છે તે દુઃખ છે. એ આત્માના આનંદ સ્વભાવને જ્ઞાનમાં રાગને એકત્વ માની, મિથ્યાત્વ સેવી દુઃખને પંથે દોરાય ગયો છે. આ..હા..! અનાદિકાળથી ઈ દુઃખને પંથે છે. કોઈ એમ માને કે, અમને આ પૈસા છે ને આબરૂ છે ને કીર્તિ છે ને શીર જુવાન છે માટે અમે કાંઈક સુખી છીએ, એ તદ્દન ભ્રમણા છે. એ દુઃખને પંથે છે. આહા..હા...! પોતાનો આત્મા, કહેશે ‘વિમ્રત્તોપં’ ભાઈ નથી આવ્યા ? ‘ચંદુભાઈ’ નથી ?
અનાદિકાળથી એણે નિગોદના ભવથી નવમી ત્રૈવેયકના ભવ અનંતા કર્યાં પણ એ બધા દુઃખના પંથે દોરાયેલો (હતો). શુભ અને અશુભ રાગ જે આસ્રવ છે, આકુળતા છે, દુઃખ છે એને આત્માના સ્વભાવ સાથે એકત્વ માની અને દુઃખી થઈને, મિથ્યાદૃષ્ટિ થઈને સંસારમાં રઝળ્યા કરે છે. આહા..હા...! અબજોપતિ, કરોડોપતિ હોય, શરીરની જુવાન ૨૦ વર્ષની શ૨ી૨ની, પચીસ (વર્ષની) જુવાન અવસ્થા (હોય) અને પાંચ-પચીસ કરોડ રૂપિયા હોય, છોકરાના છોકરાનું મોટું કુટુંબ હોય, ધંધો ચાલતો હોય, પાંચ-પાંચ લાખની પેદાશ (હોય), એ બધા દુ:ખને પંથે છે. આહા..હા...! કેમકે રાગને દ્વેષને રસ્તે છે તે દુઃખને રસ્તે છે એની એને ખબર નથી. આહા..હા....!
એ અહીં કહે છે કે, ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી...' અનાદિથી જે રાગ અને પુણ્યના, પાપના ભાવ (થાય છે), એની સાથે જે અભેદબુદ્ધિ એકત્વબુદ્ધિ હતી, ઇ જેણે ભેદજ્ઞાનના અભ્યાસથી (તોડી). એ રાગ હું નહિ, હું તો ચૈતન્ય સ્વરૂપ છું (એમ દૃષ્ટિ કરી). આ..હા...! ઝીણી વાત છે, ભાઈ ! ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી...' રાગનો વિકલ્પ શુભા રાગાદિ દયા, દાન, વ્રત હોય એ પણ આસ્રવ છે, વિકાર છે, દુઃખ છે. આહા..હા..!