________________
૫૬૮
સમયસાર સિદ્ધિ-૬
(મેવજ્ઞાન-ઉચ્છલન-તનાત્ ભેદાન પ્રગટ કરવાના અભ્યાસથી...' આ..હા...! ‘જનાત્” છે ને ? (એટલે) અભ્યાસ. પહેલું ભેદજ્ઞાન એનું ‘પચ્છનન” એટલે પ્રગટ કરવું. ‘લનાત્’ એટલે એનો અભ્યાસ, અનુભવ. ત્રણ શબ્દોના ત્રણ અર્થ છે. ભેદજ્ઞાન – રાગથી, પુણ્યથી, દયા, દાનના વિકલ્પથી પણ ભેદજ્ઞાન – ભિન્ન પાડે), એ ભેદજ્ઞાન ‘ઉચ્છલન’ (એટલે) એને પ્રગટ કરવાના...” “લનાત્” (એટલે) અનુભવથી, અભ્યાસથી.
(શુદ્ધતત્ત્વઽપનમાત્) ‘શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થઈ,...’ તેને શુદ્ધ તત્ત્વનો અનુભવ થાય છે. શું કીધું ? રાગ અને પરથી ભિન્ન પાડીને ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી ‘તાનાત્ ‘શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ...’ શુદ્ધ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. ભગવાન પૂર્ણ શુદ્ધ છે એવી પર્યાયમાં એની પ્રાપ્તિ થાય છે. આ..હા...! ‘શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિથી....' (ગ્રામપ્રભયળાત્) રાગનો સમૂહ. ગ્રામ એટલે સમૂહ. વિકલ્પના સમૂહનો વિલય થયો...' આહા..હા..! (ગ્રામપ્રનયળાત્) રાગના સમૂહનો વિલય થયો, રાગના સમૂહનો વિલય કરવાથી...' (ર્મનાં સંવરે) ‘કર્મનો સંવર થયો...' આહા..હા...! ક્રમ મૂક્યો. જેમ ઓલો રખડવાનો ક્રમ હતો (કે), આસ્રવથી કર્મ થાય ને કર્મથી નોકર્મ ને નોકર્મથી સંસાર. હવે ગુલાંટ મારીને આમ વાત મૂકી. આહા...હા...! રાગના સમૂહનો વિલય થયો...' વીતરાગમૂર્તિ આત્મા રાગથી ભિન્ન પડતાં, ‘રાગના સમૂહનો વિલય કરવાથી...’ (વર્મનાં સંવરે) ‘કર્મનો સંવર થયો...’ એટલે રાગ-દ્વેષ થયા નહિ. રાગદ્વેષ થયા નહિ એટલે આસવ બંધ થઈ ગયો. આ..હા...!
અને કર્મનો સંવર થવાથી,...' (જ્ઞાને નિયતક્ તત્ જ્ઞાનં પવિતા) ‘જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું.. આહા..હા...! રાગથી ભિન્ન પડતાં આસ્રવ થયો નહિ તેથી કર્મ થયું નહિ પણ અહીંયાં આ બાજુ વળતાં જ્ઞાનનો વિષય વિશેષ પ્રગટ થયો. આહા..હા...! ‘કર્મનો સંવર થવાથી, જ્ઞાનમાં જ નિશ્વળ થયેલું એવું આ જ્ઞાન...’ આ..હા...! જે રાગમાં એકત્વ હતું એને તોડીને ઈ જ્ઞાનમાં એકાગ્ર થયું, ત્રિકાળી સ્વરૂપ જ્ઞાનનો પિંડ, સમૂહ, એમાં જ્ઞાન એકાગ્ર થયું.
કર્મનો સંવર થયો અને કર્મનો સંવર થવાથી, જ્ઞાનમાં જ નિશ્વળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું...' આ..હા...હા...! જે શક્તિરૂપે પૂર્ણ જ્ઞાન હતું, સ્વભાવરૂપે પૂર્ણ જ્ઞાન હતું એ રાગથી ભિન્ન પડતાં, સંવર થતાં, શક્તિમાંથી વ્યક્તતા પૂર્ણની પૂર્ણ થઈ. આહા..હા...! આમાં કેટલા ભિન્ન ભિન્ન બોલ (નાખ્યા છે). અભ્યાસ ન હોય એને એવું લાગે. જ્ઞાન, નિશ્વળ થયેલું જ્ઞાન ઉદય પામ્યું (અર્થાત્) અંતર જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ ગઈ. આહા..હા...! તે રાગમાં અટકીને જ્ઞાનની હીનતા હતી એ રાગથી છૂટીને જ્ઞાનની અધિકતા થઈ ગઈ.
આહા..હા...!
કે જે જ્ઞાન પરમ સંતોષને (અર્થાત્ પરમ અતીન્દ્રિય આનંદને) ધારણ કરે છે.’ આહા..હા...! રાગના વિકલ્પથી જુદું પડતા જ્ઞાન. આ એટલે આત્મા ઉદય થયો એટલે પર્યાયમાં પ્રગટ થયો એ અતીન્દ્રિય આનંદને લેતું પ્રગટ થયું. આહા..હા...! સંતોષ આનંદ પ્રગટ્યો.