________________
શ્લોક-૧૩૨
પ૬૭ થયો અને કર્મનો સંવર થવાથી, (જ્ઞાને નિયતમ્ તત્ જ્ઞાનં વિત) જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું – વિશ્વત્ પરમમ્ તોષ) કે જે જ્ઞાન પરમ સંતોષને (અર્થાત્ પરમ અતીન્દ્રિય આનંદને) ધારણ કરે છે, (મત-ઝાનોમ) જેનો પ્રકાશ નિર્મળ છે (અર્થાત્ રાગાદિકને લીધે મલિનતા હતી તે હવે નથી), (અજ્ઞાન) જે અપ્લાન છે (અર્થાત્ ક્ષાયોપથમિક જ્ઞાનની માફક કરમાયેલું-નિર્બળ નથી, સર્વ લોકાલોકને જાણનારું છે), વં) જે એક છે (અર્થાત્ ક્ષયોપશમથી ભેદ હતા તે હવે નથી) અને (શાશ્વત-ઉદ્યોત) જેનો ઉદ્યોત શાશ્વત છે (અર્થાત્ જેનો પ્રકાશ અવિનશ્વર છે). ૧૩ર. (ટીકા :- આ રીતે સંવર રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.
ભાવાર્થ – રંગભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો તેને જ્ઞાને જાણી લીધો તેથી તે નૃત્ય કરી બહાર નીકળી ગયો.
ભેદવિજ્ઞાનકલા પ્રગટે તબ શુદ્ધસ્વભાવ લહૈ અપનાહી, રાગ-દ્વેષ-વિમોહ સબહી ગલિ જાય ઈમૈ દુઠ કર્મ કાહી; ઉજ્વલ જ્ઞાન પ્રકાશ કરે બહુ તોષ ધરે પરમાતમમાહી,
યોં મુનિરાજ ભલી વિધિ ધારત કેવલ પાય સુખી શિવ જાહીં. આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સંવરનો પ્રરૂપક પાંચમો અંક સમાપ્ત થયો.
શ્લોક ૧૩૨ ઉપર પ્રવચન
૧૩૨ છેલ્લો કળશ ને ? “હવે, સંવર અધિકાર પૂર્ણ થતાં, સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે –' આહા..હા...! રાગથી ભિન્ન પડી અને આત્માનું જ્ઞાન વિકસીત થયું, જે પર્યાયમાં સંકોચ હતો, શક્તિમાં પૂર્ણ હતું, સ્વભાવમાં પૂર્ણ હતું, પર્યાયમાં સંકોચ હતો એ રાગથી ભિન્ન પડીને જેવું સ્વભાવમાં પરિપૂર્ણ છે, એ જ રીતે પર્યાયમાં પરિપૂર્ણ થયું. એવા જ્ઞાનની મહિમા કહે છે. આહાહા..! એકલા ન્યાયના વિષયો ભર્યા છે.
भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भाद्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण। बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत् ।।१३२ ।।