________________
શ્લોક–૧૩ર
પ૭૧
એનાથી ભેદજ્ઞાન (એટલે) ભિન્ન પાડવાના અભ્યાસથી. આ ધર્મ કરવાની ક્રિયા. આહા...હા...! બહારમાં તો આ માને (કે), આમથી આ થાય.
અહીં તો ભેદજ્ઞાન પ્રગટ કરવાનો અભ્યાસ. એમ છે ને ? રાગના વિકલ્પથી, ચાહે તો શુભરાગ પંચ મહાવ્રતનો હો પણ એ આસ્રવ અને દુઃખ છે. પ્રભુઆત્મા એનાથી અંદર ભિન્ન છે. એવો ભેદજ્ઞાનના અભ્યાસ પ્રગટ કરવાથી. એ અનંતકાળમાં કોઈ દિ ભેદજ્ઞાન કર્યું નથી. આહાહા! અજ્ઞાની માને ભલે કે, અમે સુખી છીએ. પાંચ-પચીસ લાખ, બેપાંચ કરોડ, દસ કરોડ રૂપિયા હોય, જુવાન શરીર આમ ૪૦ (વર્ષનું) લઠ જેવું હોય). ત્રણ-ત્રણ, ચાર-ચાર લાડવા ખાતો હોય, પચી જતો હોય પણ એ બધા દુઃખી છે, દુઃખી છે બિચારા. આહા...હા...! એને આત્મા શું ચીજ છે એની ખબર નથી અને આ દુઃખના પંથે છું એની એને ખબર નથી. આહા..હા..!
અનાદિકાળથી નિગોદના ભવથી માંડી લીલ, ફૂગ, લસણ, ડુંગળીના અવતાર કર્યા. હવે ભેદજ્ઞાન પ્રગટ કરવાનો અભ્યાસ કરે). સંવર કરવો છે ને હવે ? આહા...હા..! રાગનો નાનામાં નાનો કણ પણ હો એનાથી મારી ચીજ અંદર ભિન્ન છે. એ રાગ ક્ષણિક, કૃત્રિમ અને દુઃખરૂપ છે. ત્યારે હું ત્રિકાળ, નિત્ય અને આનંદરૂપ છું. સમજાય છે કાંઈ ? રાગ જે થાય છે એ કૃત્રિમ, ક્ષણિક અને દુઃખરૂપ છે. ત્યારે પ્રભુઆત્મા અંદર છે એ અકૃત્રિમ, અકરાયેલો, નિત્ય અને આનંદરૂપ છે. આહાહા...! આવું બે વચ્ચે જુદા પાડવાનો ભેદજ્ઞાનનો અભ્યાસ કરવાથી. “ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી... આહા...હા...! ફલાણી ક્રિયા કરવાથી એમ કાંઈ કહ્યું નથી. દયા પાળવાથી કે વ્રત કરવાથી, તપસ્યા કરવાથી થાય એમ કહ્યું નથી). એય ! લાંઘણું કરી છે ને ? એણે કરી હતી. વર્ષીતપ કર્યા હતા.
મુમુક્ષુ :- ત્યારે ખબર નહોતી. ઉત્તર :- ખબર નહોતી ! આ.હા...! વર્ષીતપ કર્યા હતા. આહાહા...!
અરે...! પણ આત્મા અંદર કોણ છે ? અને આ રાગની પરિણતિની ક્રિયા જે રાગ ઉભો થાય છે એ કોણ છે? બે વચ્ચેનું જ્ઞાન નથી એ દુઃખી અને મિથ્યાદૃષ્ટિ છે. આહા...હા...! એ ભેદજ્ઞાનને પ્રગટ કરવાના અભ્યાસથી. એમ છે ને ? “મેરજ્ઞાન-૩૭નન-9ના ત્રણ શબ્દ છે. ભેદજ્ઞાનને પ્રગટ કરવાના અભ્યાસથી. ‘ ના’ એટલે એના અનુભવથી. આહા.હા. ઝીણી વાત છે, ભાઈ ! અનંતકાળથી રખડે છે. એમાં જુવાન પચીસ-ત્રીસચાલીસ વર્ષની ઉંમર હોય, એમાં પૈસા પાંચ-પચીસ કરોડ મળ્યા હોય અને સુંદર પાડા જેવું શરીર હોય, પાડા જેવું ! અરે.રે. ભાઈ ! તને ખબર નથી, બાપુ ! તું કોને આશ્રયે સુખી માને છો એ તને ખબર નથી. એ બધાના આશ્રયે તો રાગ અને દુઃખ છે. આહાહા...! હવે જો તારે સુખને પંથે જાવું હોય, દુઃખને પંથે અનાદિથી દોરાય રહ્યો છે.
ભેદજ્ઞાનને પ્રગટ કરવાના “ના” અભ્યાસથી. આમ શબ્દ છે. ભેદજ્ઞાન “ઉછર્તન'