________________
શ્લોક-૧૩૨
૫૬૯
શબ્દ એમ છે ને ? પરમ સંતોષ પરમ અતીન્દ્રિય આનંદ, એમ. આહા..હા...! ૫૨મ અતીન્દ્રિય આનંદસ્વરૂપ પ્રભુ હતો તે રાગથી ભિન્ન પડતાં જ્ઞાનમાં જ્ઞાન ઠર્યું તો પર્યાયમાં જ્ઞાન પ્રગટ થતાં આનંદ પણ સાથે આવ્યો, સાથે સંતોષ આવ્યો. આહા..હા..!
મુમુક્ષુ :– કેવળજ્ઞાન પામ્યો અને સંતોષ આવ્યો એની વાત છે ?
ઉત્તર :– હા, પૂર્ણ જ્ઞાન કીધું ને ! અહીં છલ્લો સરવાળો (કરે છે).
પરમ સંતોષને (અર્થાત્ પરમ અતીન્દ્રિય આનંદને) ધારણ કરે છે...’ (ગમન-ગાતોમ્) જેનો પ્રકાશ નિર્મળ છે...' જે જ્ઞાન આત્મસ્વભાવ પ્રગટ્યો એને નિર્મળ છે. જ્ઞાન શબ્દે આખો સ્વભાવ, પૂર્ણ સ્વભાવ. પ્રગટ્યો એ નિર્મળ છે. ‘(અર્થાત્ રાગાદિકને લીધે મલિનતા હતી તે હવે નથી)...' (અમ્તાનમ્) જે અમ્લાન છે (અર્થાત્ ક્ષાયોપશમિક જ્ઞાનની માફક કરમાયેલું-નિર્બળ નથી...' જોયું ? પહેલું જે થોડું મલિન ક્ષયોપશમ જ્ઞાન હતું એ તો કરમાયેલું હતું, કરમાઈ ગયેલું હતું. આહા..હા...! આ તો વિસ્તારથી ફાટી નીકળ્યું. કરમાયેલું જ્ઞાન એમાં રહ્યું જ નહિ. આહા..હા...! આ ભેદવજ્ઞાનથી આ ફળ આવે છે, એમ કહે છે. આ પૈસામાં તો પાંચ-પચીસ કરોડ, પચાસ કરોડ, અબજ-બે અબજ થાય ત્યાં) મુદત આવે. અહીં તો હદ નથી, કહે છે. આહા..હા...! જે જ્ઞાન બેહદ અનંત હતું તે જ્ઞાન જ્ઞાનમાં ઠરતાં જ્ઞાન પ્રગટ્યું, એની સાથે અતીન્દ્રિય આનંદ પ્રગટ્યો. સંતોષ આવ્યો, જ્ઞાન આવ્યું. હવે કોઈ ઇચ્છા માત્ર રહી નહિ. આહા..હા....!
=
(અન્તાનન્દ્) ‘(કરમાયેલું-નિર્બળ નથી, સર્વ લોકાલોકાને જાણનારું છે)...' જોયું ? પૂર્ણ થઈ ગયું ને ! એક છે....' ઓલા મતિ ને શ્રુત ને અવિધ ને એમાં ભેદ હતા, એ ભેદ ટળી ગયા. એક જ્ઞાન, એકલું કેવળજ્ઞાન પ્રગટ થયું). ભેદજ્ઞાનનો અભ્યાસ કરતા કરતા જ્ઞાન એકલું પૂર્ણ રહી ગયું. આહા..હા...! (અર્થાત્ ક્ષયોપશમથી ભેદ હતા તે હવે નથી) અને...’ (શાશ્વત-પઘોતમ્) જેનો ઉદ્યોત શાશ્વત છે.’ એટલે પ્રગટ્યું ઈં પ્રગટ્યું. અનંત કાળ એમ ને એમ રહેશે. ક્ષયોપશમ જ્ઞાન તો પડી પણ જાય. આ તો ક્ષાયિક જ્ઞાન થઈ ગયું. અવિનશ્વર જ્ઞાન. (જેનો પ્રકાશ અવિનશ્વર છે).’
ટીકા :– આ રીતે સંવર (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.’ સંવર થયો એને પૂર્ણ દશા થઈ ગઈ એટલે સંવ૨ રહ્યો નહિ. રાગથી ભિન્ન પડીને સંવર થયો અને એમાંથી પૂર્ણ દશા થઈ એટલે હવે સંવ૨ રહ્યો નહિ. સંવ૨ નીકળી ગયો, એકલું કેવળજ્ઞાન થયું. વિશેષ કહેશે.... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)