________________
પ૭૬
સમયસાર સિદ્ધિ-૬ ભિન્ન પડીને આત્માનો અનુભવ કરે એ અનુભવ નિર્મળ છે. એમાં રાગ અને દ્વેષનો કણ, મળ, મેળ નથી. આહા..હા..! દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ તો રાગ છે, મેલ છે, મળ છે, દોષ છે. આહાહા.! અરે.રે...! ક્યાં જાવું એને ? કહે છે કે, અંતરમાં “મનમાતોનિર્મળ વસ્તુને આલોકે. (રાગાદિને લીધે મલિનતા હતી તે હવે નથી),...” “અમ7માનોછમ્ આહા! નિર્મળ જ્ઞાનપ્રકાશ થયો. આ..હા...! “ગાતોમ્' એટલે નિર્મળ પ્રકાશ.
““જે અપ્લાન છે (અર્થાત્ ક્ષાયોપથમિક જ્ઞાનની માફક કરમાયેલું–નિર્બળ નથી,)ક્ષયોપશમ જ્ઞાન છે એ તો કરમાઈ ગયેલું (છે). ઘડીકમાં રહે અને ઘડીકમાં કાંઈ ન રહે. આહા..હા..! આ તો અંદર ભગવાન આત્મા સમ્યગ્દર્શન પામ્યો એને આત્માના સ્વભાવમાંથી જ્ઞાન પ્રગટ થયું એ કરમાયેલું જ્ઞાન નથી. એ જ્ઞાન કરમાતું નથી. આહા...હા...! એ ખીલતું જ્ઞાન છે, એ વધતી, ચડતી ડિગ્રીએ છે. આ...હા...હા...! બહારમાં કાંઈક સરખાઈ હોય તો એમ કહે કે, આપણે ચડતી ડિગ્રીએ છે ત્યાં આ ક્યાં આ કરો છો ? કહે, વાતું કરે.
અમારે એમ થયું હતું. “ખુશાલભાઈના લગ્ન થયા પછી આમ મારી લગ્નની વાત આવી. ગૃહસ્થને ઘરેથી, સારા લાખોપતિના ઘરેથી. મેં ના પાડી, મારે બ્રહ્મચર્ય છે. એટલે કો'ક બોલ્યું કે, અરે..! ચડતી ડિગ્રીએ તમે તોડી નાખો છો. (સંવત) ૧૯૬૮ના માહ મહિનાની વાત છે. ચડતી ડિગ્રી કહે. આહાહા..! લાખોપતિની દીકરી આવે છે અને તમે ના પાડો છો કે, નહિ. આહા..હા..! ચડતી ડિગ્રી તો આ છે. આહા..હા...! ચડતું જ્ઞાન ને ચડતી શાંતિ, રાગથી ભિન્ન પડીને વધતું જાય એ ચડતી ડિગ્રી છે. આહા...હા.... દુનિયામાં તો એમ માને કે દીકરો મારે ઘરે પરણે, બે-પાંચ કરોડવાળાને ત્યાં પરણે) તો ઓ...હો..હો..! ઓલી પાંચ-પચીસ લાખ લઈને આવે તો જાણે શું કર્યું ! ધૂળ છે, મસાણ છે, રાખ છે સાંભળને ! આહા...હા..! - અજ્ઞાન છે. કહે છે કે, વિકારના ભાવથી ભિન્ન પડીને આત્મજ્ઞાન થયું એ જ્ઞાન હવે કરમાતું નથી. આ..હા...! આચાર્યની શૈલી જ કોઈ એવી છે. એ જ્ઞાન પ્રગટ્યું એ પ્રગટ્ય (હવે) એ જ્ઞાન કેવળજ્ઞાન લેવાનું. આ.હા..હા...! બીજ ઉગી એ પૂનમ થવાની, થવાની ને થવાની. બીજ ઉગી છે પૂનમ થાય જ. એમ જેને આત્મજ્ઞાન રાગથી ભિન્ન પડીને થયું એ અપ્લાન જ્ઞાન છે. નહિ કરમાય. ક્ષયોપશમ જ્ઞાન કરમાઈ જાય છે. આહાહા...! છે તો આયે ક્ષયોપશમ પણ બીજી જાતનું, આત્મા તરફનું. આહાહા! ચાલતા માર્ગથી જાત કાંઈક બીજી છે. દુનિયાની તો બધી ખબર છે ને ! આ...હા...! અપ્લાન. અમ્લાન (એટલે) કરમાતું નથી, નિર્બળ નથી.
‘સર્વ લોકાલોકને જાણનારું છે... કેવળજ્ઞાન સુધી લીધું છે ને ! ભાઈ ! ભેદજ્ઞાન થયું, નિર્મળ જ્ઞાન થયું એમાં સ્થિર થતાં થતાં કેવળજ્ઞાન થઈ ગયું. અહીં સંવરનો છેલ્લો