________________
પ૬૬
સમયસાર સિદ્ધિ-૬ અભેદ છે. છતાં ગુણ-પર્યાયથી ભેદ કહેવો એ વ્યવહાર છે અને ગુણ-પર્યાયથી ભેદ હોવા છતાં એકલો અભેદ કહેવો એ નિશ્ચય છે. પણ એનામાં છે એ રીતે અનેકાંતપણું આવે. એમાં ન હોય અને અનેકાંતપણું આવે એમ બને નહિ. આહા...!
“જીવ અને અજીવ – બે વસ્તુઓ માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે...” બે માને પણ સંયોગ ન હોય તોય છૂટું પાડવાનું આવે નહિ. આહા..હા..! તો જ ભેદવિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે. માટે સ્યાદ્વાદીઓને જ બધુંય નિબંધપણે સિદ્ધ થાય છે.” અપેક્ષાએ ભગવાનના વચનો સ્યાદ્વાદ છે તેથી તે બધું એનું નિબંધપણે સિદ્ધ થાય છે. આહાહા...! એકપણું પણ છે, અનેકપણું પણ છે. એમ સ્યાદ્વાદથી સિદ્ધ થાય છે. એકપણે દ્રવ્ય તરીકે દ્રવ્ય વસ્તુ એક છે અને ગુણ ને પર્યાયની અપેક્ષાએ અનેક છે. એમ બેય રીતે સિદ્ધ થઈ શકે છે. આહાહા..! એમાં પણ અનેકપણાનો આશ્રય છોડીને એકપણાનો આશ્રય કરવો એ જ મુક્તિનું કારણ છે. અનેક અને એક ન હોય તો અનેકથી છૂટીને એકમાં આવવું એ રહેતું નથી. આહાહા...! સમજાણું કાંઈ ? એવું છે.
•••••••••••••••••••••••••••••••છSO
(મંદ્રાન્તા ) भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भाद्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण। बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं
ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत् ।।१३२।। इति संवरो निष्क्रान्तः।
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ संवरप्ररूपकः पञ्चमोऽङ्कः ।।
હવે, સંવર અધિકાર પૂર્ણ કરતાં, સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે :
શ્લોકાર્થ:- (મેરજ્ઞાન-૩છનન-વનના) ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી (શુદ્ધતત્ત્વ૩પનમા) શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થઈ, શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિથી (ગ્રામપ્રતયરાત) રાગના સમૂહનો વિલય થયો, રાગના સમૂહનો વિલય કરવાથી (વર્ષri સંવરે) કર્મનો સંવર