________________
પ૬૪
સમયસાર સિદ્ધિ-૬ પણ તારો અધિકાર છે – ભેદવિજ્ઞાનનો અભાવ અને છૂટવામાં તારો અધિકાર છે – ભેદવિજ્ઞાનનો સદ્દભાવ. આહા..હા...! એમાં કોઈ પરદ્રવ્યની અંદર મદદ-ફદદ કે સહાયક છે એમ નથી. આહાહા..! આ ક્રિયાકાંડીઓને તો આકરું લાગે. ક્રિયાકાંડમાં મશગુલ હોય. આહા...હા...!
મુમુક્ષુ :- ક્રિયાકાંડથી જ્ઞાનકાંડ થાય એવું તો આવે છે.
ઉત્તર :– ઈ તો એ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું. પ્રવચનસારમાં આવે છે. એ તો આવું હતું એનું જ્ઞાન કરાવ્યું), એનાથી થાય છે એમ બિલકુલ નહિ. અહીં કહે કે, ભેદજ્ઞાનથી થાય અને ત્યાં કહે કે, રાગથી થાય (તો તો) વિરોધ કથન થયું. વીતરાગના વચનમાં વિરોધ ન હોય. પૂર્વાપર વિરોધ રહિત ભગવાનની વાણી છે. આહા..હા...! જ્યાં સુધી એ ન સમજે ત્યાં સુધી એ અજ્ઞાનને કારણે સંસાર છે, કર્મને કારણે નહિ. ભેદવિજ્ઞાનના અભાવને કારણે સંસાર છે. આહાહા....!
ભેદવિજ્ઞાન વિના...” રાગના વિકલ્પથી જુદું પડ્યા વિના અંતર ક્રિયાકાંડનો રાગ છે, ભલે વ્રતનો ને તપનો ને અપવાસનો ને ભક્તિનો (હોય), એ રાગથી ભિન્ન પડ્યા વિના એને ત્રણકાળમાં ધર્મ નહિ થાય. એ બધી રાગની ક્રિયા ધર્મ નથી. એનાથી ભિન્ન પડે) ત્યારે ધર્મ થાય. આહાહા..! જેનાથી ભિન્ન પાડવું છે એનાથી પાછી મુક્તિ થાય ? આહાહા.! જેનાથી તો ભિન્ન પાડવું છે. એને લઈને મુક્તિનો માર્ગ આવે ? આ..હા...! ભેદવિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી.” એક વાત ઈ કરી.
અહીં એમ પણ જાણવું કે વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધો...” બૌદ્ધ એકલું વિજ્ઞાન જ માનનારા છે). એકલું વિજ્ઞાન જગતમાં છે, બીજું કાંઈ નથી એમ માને. “અને વેદાન્તીઓ.... એક જ સર્વવ્યાપક આત્મા છે એમ માને કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે...” અદ્વૈત આત્મા છે. આત્મા અને આત્માનો અનુભવ એવું તપણું પણ એમાં નથી. એમ એ લોકો માને છે. ભેદવિજ્ઞાન કહેતાં આ બધા ખોટા પડે છે, એમ કહે છે. ભેદવિજ્ઞાન તો એક બીજી ચીજ છે તો એનાથી જુદું પડવાનું છે, પણ એક જ ચીજ છે એમ કહો તો) જુદું પડવાનું રહ્યું કોની સાથે ? આ.હા..! ભેદવિજ્ઞાનમાં કેમ આ નાખ્યું ? કે, ભેદવિજ્ઞાનમાં બે વાત આવે. એક રાગ અને એક આત્મા અથવા એક બીજી ચીજ અને એક પોતે આત્મા. તો બે છે એમાંથી ભેદ પડાય, પણ એક જ છે એમાં ભેદ પાડવાનું ક્યાં (રહ્યું ? આહા..હા...! એકલો સર્વવ્યાપક આત્મા, એક જ આત્મા વેદાંત કહે છે. અત્યારે મોટો પંથ ઈ વેદાંતનો ચાલે છે. નિશ્ચયાભાસી મિથ્યાદૃષ્ટિ છે. આહા...હા...! સુધરેલામાં અત્યારે ઈ ચાલે છે. વાતું કરવી, બસ ! બંધ જ નથી. આત્મા મુક્ત સ્વરૂપ જ છે. એને કહે છે, એવું માનનારને બંધથી ભિન્ન પાડવાનું તો રહ્યું નહિ. એક જ વસ્તુ રહી એમાં બે તો આવી નહિ. આહા..હા...!
કેટલાક આ જૈનની નિશ્ચય દૃષ્ટિનું વર્ણન સાંભળતા વેદાંત જેવું થઈ જાય છે, એમ