________________
૫૬ ૨
સમયસાર સિદ્ધિ-૬. બંધાણા છે. આહા..હા...! ભલે એ પંચ મહાવ્રત પાળતો હોય, નિરતિચાર પાળતો હોય. આહા..હા..! જે જ્ઞાનનો વેપાર વારંવાર કરતા હોય (એ) એમ કહે છે, અભિક્ષણ જ્ઞાનઉપયોગ. એ અભિક્ષણ જ્ઞાનઉપયોગ નથી. સમકિત થયા પછી એનો જ ઉપયોગ (હોય) એ અભિક્ષણ જ્ઞાનઉપયોગ છે. આત્મા જ્ઞાન છે એનું જ્યાં ભાન થયું નથી એ અભિક્ષણ જ્ઞાનઉપયોગ છે, એ ક્યાંથી આવ્યું ? અભિક્ષણના તીર્થકર ગોત્રમાં આવે છે ને ? અત્યારે ના કહે છે. ઈ અભિક્ષણ ઉપયોગ છે, આવું છે, તેવું છે. પણ મિથ્યાત્વ છે ત્યાં અભિક્ષણ જ્ઞાનઉપયોગ
ક્યાંથી આવ્યો ? આહા! એ વ્રતની ક્રિયા ને તપની ક્રિયા અજ્ઞાનમાં એનાથી ત્યાં ધર્મ માને છે ત્યાં જ્ઞાનનો અભિક્ષણ ઉપયોગ ક્યાં આવ્યો ? અભિક્ષણ રાગનો ઉપયોગ છે. આહા હા..આકરું કામ બહુ, ભાઈ ! વીતરાગમા..આહા...હા...! તમારા લાભુભાઈને અહીં સભામાં ઘણીવાર સંભારીએ છીએ, હોં ! આહાહા...! કેવો માણસ ! અત્યારે બેશુદ્ધ થઈ ગયો, કહો ! આહા..હા..! એવી સ્થિતિ, બાપુ ! આહા...હા....! જીવને છૂટવાના રસ્તા મળ્યા વિના એ ક્યાંક ક્યાંક અટકીને જ પડે છે. આહાહા...!
અહીંયાં તો કર્મનો અનુભાગ ને રસ ને સ્થિતિ ઘણી લાંબી છે માટે તે રખડે છે એમેય કહ્યું નથી અને કર્મના રસની મંદ સ્થિતિ થઈ માટે છૂટવાને પંથે આવશે એમેય કહ્યું નથી. આહા...હા...! અહીં તો બે જ વાત છે), રાગનો કણ ગમે તે હોય, એનાથી છૂટો પડે – ભેદજ્ઞાન (કર) એ જ મુક્તિની શરૂઆત (છે). કારણ કે પોતે સ્વરૂપ મુક્ત સ્વરૂપ છે. આહા..હા..! નિગોદમાં પણ આત્મા દ્રવ્ય સ્વભાવે તો મુક્ત સ્વરૂપ જ છે. આહા...હા...! વિશ્વાસ કેમ બેસે ? આ..હા...! કરોળિયાની જાળની પેઠે વિકલ્પની જાળમાં ગૂંથાઈ ગયો એને આ ભગવાન મુક્તસ્વરૂપ છે (એ કેમ બેસે ?) ભાવબંધથી રહિત છે, દ્રવ્યબંધ તો પરમાણુ છે એનાથી તો અત્યંત અભાવ જ છે. આહા..હા...! ભાવબંધ છે એનાથી પણ અભાવરૂપ સ્વરૂપ છે અને એનાથી અભાવસ્વરૂપ કરી અને મુક્તિને પામ્યા છે. આહા...હા...! શ્લોક ઘણો ઊંચો છે આ.
“સંસારમાં રઝળ્યા જ કરે છે;” આહા...હા...! ભલે એ પંચ મહાવ્રત પાળે, દયા, દાન કરે, ભક્તિ કરે, ભગવાનની ભક્તિ ધુન લગાવી દયે, આહા..હા...! પણ એ રાગ છે એનાથી જુદા પડ્યા વિના રઝળ્યા જ કરે છે. આહા..હા...અહીં તો હજી બાહ્ય નિવૃત્તિ લેવાનો વખતેય ન મળે. મારું કાંઈક કરું, વિચારું તો ખરો. મારા માટે વિચાર માટે કાંઈક નિવૃત્તિ તો લઉં. એ નવરાશય ન મળે. આહા..હા...! અહીં તો રાગથી તદ્દન નિવૃત્ત થવું છે. આહાહા..! બહારથી નિવૃત્ત થવાનો હજી વિચારનો વખતે નથી.. આહાહા..! અંદરમાં રાગનો નાનામાં નાનો કણ, એનાથી પણ નિવૃત્તિ લઈને અભાવસ્વરૂપ કરવું છે. ત્યારે તેને મુક્તિનો માર્ગ હાથ આવે છે. આહાહા...! આટલા મંદિર બનાવ્યા ને આટલા કરોડ રૂપિયા ખચ્ય, આટલા પુસ્તક બનાવ્યા માટે તે બંધના અભાવને રસ્તે છે, એમ નથી. આહા..હા...!