________________
શ્લોક-૧૩૧
૫૬૧ ભગવાન શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ, એને રાગનો અંશ, જે રાગનો કણ, નિગોદને શુભભાવ હોય છે, નિગોદના જીવને શુભ-અશુભ ભાવ બેય હોય છે, તે શુભભાવને પોતાના માનીને બંધાયેલા છે. કર્મને લઈને નહિ. આહા.! ભેદજ્ઞાન કરી શકતા નથી એનો અર્થ કે ભેદજ્ઞાનમાં અભેદપણું માને છે માટે અંદર ભેદ કરી શકતા નથી. આહાહા...! અભેદપણે રાગને અભેદપણે માને છે, ભલે નિગોદ હો, ભલે મન ન હો. આહા..હા..! ભગવાન આત્મા શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ ! ત્યાંય નિર્મળાનંદ ભગવાન છે પણ એ મલિનતાના ભાવને એકતાપણે માનીને નિગોદમાં અને બંધનમાં પડ્યા છે. આહાહા...! એને ભેદજ્ઞાન કરવાની શક્તિ નથી એનો અર્થ એ કે અભેદપણે શક્તિ છે. જુદા પાડવાની શક્તિ નથી એનો અર્થ કે એકપણાની માન્યતા છે. એ અસ્તિ છે. આહા..હા..! રાગનો કણ શુભરાગ અને હોય છે. આમ દયા, દાનના પરિણામ એને નથી પણ કષાયની મંદતાનો શુભભાવ નિગોદને હોય છે. આહાહા..! એ રાગના અંશને પોતાનો માને છે એ તો ત્યાં કરે છે. એથી અબંધપણામાં ન આવતા બંધમાં પડ્યા છે. આ કારણે. આહાહા..! કોઈ એમ કહે કે, નહિ, એકેન્દ્રિય જીવને તો કર્મનું જોર છે માટે તે બિચારા નીકળી શકતા નથી. પણ પંચેન્દ્રિય થયા એ તો મંદ કર્મ છે, એ તો હળવા થયા. અહીં તો એક જ સિદ્ધાંત – એકેન્દ્રિય હોય કે બેઇન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય કે નારકી હોય કે નિગોદ હોય. આહાહા.! સ્વભાવની સાથે રાગનો નાનામાં નાનો કણ પણ એકત્વબુદ્ધિએ પડ્યા છે તેથી બંધાયેલા છે. આહાહા...! આવો માર્ગ છે, ભાઈ !
“અનાદિ કાળથી માડીને જ્યાં સુધી જીવને ભેદવિજ્ઞાન નથી” જોયું? ત્યાં ભેદવિજ્ઞાનની શક્તિ નથી (તેથી) નથી કરતા એમ નહિ પણ એને ભેદજ્ઞાન નથી. આહા...હા...! “ત્યાં સુધી તે કર્મથી બંધાયા જ કરે છે...” આહા...હા...! મનુષ્યપણામાં આવ્યો ને મુનિ થયો,
લ્યો ને ! નિગોદમાં તે સ્થાનમાં છે તોય રાગની એકતાબુદ્ધિથી બંધનમાં છે અને મુનિ નગ્ન દિગંબર મુનિ પંચ મહાવ્રત, અઠ્યાવીસ મૂળગુણ પાળે એ પણ રાગની એકતાબુદ્ધિથી બંધાયેલા છે. આહા..હા..! સમજાણું કાંઈ ? એ પ્રાણી નિગોદથી માંડીને. અનાદિ લીધા ને ? અનાદિ કાળથી માંડીને... એમાં નિગોદનો કાળ બાદ કર્યો છે એમ નથી. આહા..હા..!
નિગોદમાંથી નીકળવું, ત્રયપણું પામવું એને પણ ચિંતામણિ જેવુ રત્ન જેવું કહ્યું છે. છ ઢાળામાં. એ ત્રસ ઇયળ. ઇયળ. આહા..હા...! અનંત અનંત કાળમાં નિગોદની દશામાં એના દુઃખની શું વાત કરવી ? અક્ષરના અનંતમાં ભાગનો ઉઘાડ રહી ગયો. દુઃખ અનંતુ છે. ખરેખર તો નારકીના દુઃખ કરતા નિગોદનું દુઃખ અનંતગણું છે પણ દુઃખની વ્યાખ્યા સંયોગથી કરે તો એને ન સમજાય. આત્માની હીણી દશાની ઉત્કૃષ્ટતા છે તે દુઃખ છે. આહાહા..! એ નિગોદના જીવની એ દશા છે.
અનાદિ કાળથી માંડીને.... આ..હા..હા...! અભવી કે ભવી, નિગોદનો જીવ કે જેનનો સાધુ (થઈને) નવમી રૈવેયક ગયો એ બધા. આ...હા...! ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી એ