________________
શ્લોક-૧૩૧
પપ૯
મેરુ પર્વતે (થયા) એક જ માર્ગ છે, એમ કહે છે. આમ લ્યો તો “મૂલ્યમરિવો’ ત્રિકાળી ભગવાન આત્માના આશ્રયથી જ મુક્તિ પામ્યા છે. અહીં કહ્યું કે ભેદથી એટલે પરથી જુદાથી પાખ્યા. બધી એકની એક વાત છે. આહાહા..! ચાહે તો દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા હો, પંચ મહાવ્રતના પરિણામ હો એ બંધના કારણ છે. એનાથી ભેદજ્ઞાન કરવું એ મુક્તિનું કારણ છે.
“જે કોઈ...” એમ કીધું ને ? વન જિન’ ‘સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે;” આ..હા..! અનંત કાળમાં એક જ માર્ગ (છે), બીજો માર્ગ જ નથી. આહાહા...! ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ, એ વિકલ્પથી ભિન્ન પડી, રાગથી બિન પડી અને સમ્યગ્દર્શન પામ્યા, રાગથી ભિન્ન પડીને ચારિત્ર પામ્યા, રાગથી ભિન્ન પડીને શુક્લધ્યાન થયું અને તદ્દન રાગના અભાવથી કેવળજ્ઞાન થયું. રાગનો વ્યવહાર ભાવ કંઈ પણ મુક્તિને સહાયક થાય, મદદ કરે એમ નથી. આહા..હા...!
‘તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા...” કોણ ? “જે કોઈ સિદ્ધ થયા.... આહાહા....! તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે.” (યે વેવન નિ વહ્વાદ) જે કોઈ બંધાયા છે. અત્યાર સુધી સંસારમાં અનાદિથી રખડે છે.. આહાહા....! એ તેના જ (–ભેદવિજ્ઞાનના ) અભાવથી બંધાયા છે.” દયા, દાનાદિ શુભરાગનો અભાવ કરીને મુક્તિને પામે અને અભાવ નથી કર્યો તે બંધાણા છે. એક જ સિદ્ધાંત છે. આ..હા...! રાગથી ભિન્ન પડીને સ્વભાવ (સન્મુખ થવું) એ એક જ મોક્ષનો માર્ગ..
(ચ વ અમાવત: ઉદ્ધા:) રાગના ભેદજ્ઞાનનો અભાવ અને રાગની એકતા બુદ્ધિ, એ બંધનનું કારણ છે. આ.હા...! શ્લોક તો ઘણો ટૂંકો પણ સાર ઘણો આવ્યો છે એમાં. આ.હા..આ બધા વ્યવહાર કરતા કરતા થાય ને નિમિત્ત મળે તો સારું થાય એ બધાનો અહીં નિષેધ કરી નાખ્યો. નિમિત્તથી ભિન્ન પડી, નિમિત્ત તરફના રાગથી ભિન્ન પડી, નિમિત્ત તરફનું વલણ છે એ રાગ છે.. આહા..હા..! એ રાગથી ભિન્ન પડી અને જે સિદ્ધ થયા તે આ રીતે સિદ્ધ થયા છે. બીજી કોઈ રીત નથી. આ સંવરનો અધિકાર છે. આ..હા..! અહીંયાં તો કહે, વ્રત કરો ને તપ કરો ને મંદિર બનાવો ને રથયાત્રા કાઢો ને આ કાઢો ને ફલાણું કરો માટે એમાંથી ધર્મ થશે અને સંવર થશે. એ અહીં ના પાડે છે. આહા..હા...! જેટલી બાહ્યના લક્ષની પ્રવૃત્તિ (થાય) એ બંધનું જ કારણ છે. એ ભેદજ્ઞાનનો અભાવ તે બંધનું કારણ છે. આહા...હા..! જેટલો બંધના ભાવથી ભેદ કરીને સ્વભાવનો આશ્રય લીધો એ બધા સિદ્ધ થયા છે. એક જ પ્રકાર – નંબર છે, બીજો નંબર આમાં ન મળે. આહા...હા.! સંવરનો ક્રમ આ છે. પહેલેથી રાગથી ભિન્ન પડીને સમ્યગ્દર્શન પામે), પછી રાગથી ભિન્ન પડીને ચારિત્ર પામે), પછી અંશે રાગ છે એનાથી ભિન્ન પડીને શુક્લધ્યાન પ્રાપ્ત કરે) એનાથી કેવળજ્ઞાન થાય). આ.હા..હા..! “એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ'. પરમાર્થનો પંથ બે-ત્રણ છે નહિ. આ રીતે જ છે. આ..હા...હા..!