________________
શ્લોક-૧૩૧
પપ૭
પાસે તો સિદ્ધની પર્યાય પણ કંઈ કિંમતની નથી. એટલી તારી શક્તિ છે. આહાહા.! એવો જે ભગવાનઆત્મા, એને રાગની એકતા બુદ્ધિથી તોડીને સ્થિર થવું એ પહેલા નંબરનું છે અને પછી. પહેલો નંબર એટલે ઊંચો એમ નહિ, પહેલેથી એમ. પછી અંદરથી સ્થિર થવું, અસ્થિરતામાંથી છૂટીને સ્થિર થવું એ ઊંચા પ્રકારનું ભેદજ્ઞાન. ઠેઠ વીતરાગતા થાય ત્યાં સુધી ભેદજ્ઞાન કરવું, કહે છે. આહા...હા...!
શુદ્ધરૂપ થઈ જાય અને ફરી અન્યવિકારરૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાન ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય. બન્ને પ્રકારે એમાં એક તો મિથ્યાત્વ ટળીને સમકિતમાં આવે અને પછી અસ્થિરતા ટળીને શુદ્ધ ઉપયોગમાં આવી જાય. એ બન્ને પ્રકારે ભેદજ્ઞાન કરવું. આહા...હા...! એ બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું. આહા...હા...! ખરેખર તો રાગથી કે વિકલ્પથી જુદો પડ્યો, ઈ જુદો પડ્યો છે તો પછી એનું કંઈ ભેદજ્ઞાન કરવું પડતું નથી, પણ પુરુષાર્થનું વલણ એ બાજુ રહ્યા જ કરે અને અહીં રાગની ઉત્પત્તિ ન થાય અને ઉગ્ર પુરુષાર્થ કરે એનું નામ ઉગ્ર (રૂપે) ઠરી જવું, એમ કહેવાય છે. પહેલું સમકિત થઈને મિથ્યાત્વ ગયું એટલો ઠર્યો તો, પછી ચારિત્ર થઈને સ્વરૂપમાં ઠર્યો. એને પછી કંઈ (ભાવવાનું) હોય નહિ. ત્યાં સુધી આત્માને ભાવવો. એમ. આહા..હા..! ફરીને ભેદવિજ્ઞાનના મહિમાનો કળશ કહેશે, લ્યો !
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
લોક-૧૩૧
| (અનુષ્ટ્રમ) भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।।१३१ ।। ફરીને ભેદવિજ્ઞાનનો મહિમા કહે છે :
શ્લોકાર્ધ :- (વન વિત્ત સિદ્ધા.) જે કોઈ સિદ્ધ થયા છે અને વિજ્ઞાનતઃ સિદ્ધા:) તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; યે વન વિના ઉદ્ધા) જે કોઈ બંધાયા છે (કરચ વ અમાવતઃ ઉદ્ધા) તે તેના જ –ભેદવિજ્ઞાનના જી અભાવથી બંધાયા છે.
ભાવાર્થ – અનાદિ કાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી તે કર્મથી બંધાયા જ કરે છે – સંસારમાં રઝળ્યા જ કરે છે; જે જીવને ભેદવિજ્ઞાન થાય છે